Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 6
________________ કરવાની સંપૂર્ણ આર્થિક જવાબદારી સ્વીકારી, પ્રાયોજક થવાનું પસંદ કર્યું અને સૌજન્ય પ્રદાન કર્યું તે અમારા સૌ માટે અવિસ્મરણીય બની રહેશે. આ ગ્રંથપ્રકાશનની પશ્ચાત ભૂમિકામાં પ્રેરક પરિબળ તરીકે વિલેપાર્લેના તથા અંધેરીના શ્રોતાઓ અને મુમુક્ષુઓનો સિંહફાળો ગણનાપાત્ર છે. ગહન તત્ત્વજ્ઞાનને આત્મસાત કરવાની તેમની તાલાવેલી અને તેના પ્રચાર પ્રસારની સુખદ લાગણી નોંધપાત્ર છે. વેદાન્તવિજ્ઞાનના આવા વિશિષ્ટ પ્રકરણ ગ્રંથનું સંપાદન કરવાની અમારી મીઠી મૂંઝવણનું સુખદ સમાધાન આપી, અમને નિશ્ચિત કરી, શ્રોતાઓની અગણિત ભ્રાંતિઓ, શંકાઓ, વિટંબણાઓને તથા અંતઃકરણના દોષોને લઈ પ્રચંડ વંટોળ જેમ ઊડનારા પૂજ્ય સ્વામીજીના વેગવાન પ્રવચનોને થંભાવી, ઠારી, મઠારી તથા અર્થસભર શબ્દતરંગોમાં ગોઠવી ગ્રંથસ્થ કરવાનું ભગીરથ કાર્ય શીરે ધરી, સફળતાપૂર્વક પાર પાડનારા આદરણીય પૂજ્ય સ્વામિની તન્મયાનન્દજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ ગ્રંથના પ્રકાશનમાં પ્રાણસંચાર કરવાનું મહત્ત્વનું કાર્ય સંકલનનું છે. પ્રવચનોનું નિષ્ઠાપૂર્વક શ્રવણ તથા સંકલન કરી, સુદઢ આયોજન કરવા બદલ પૂજ્ય સ્વામી નિજાનન્દજી તથા અમારા વર્ગ સેવક શ્રી જયંતભાઈ જોષીનો સહયોગ પ્રશંસનીય છે. અમે તેમની ગુરુભક્તિ બિરદાવીએ છીએ. ગ્રંથના તમામ સંસ્કૃત શ્લોકોનો શબ્દાર્થ ખૂબજ ચીવટપૂર્વક કરી, ગ્રંથના ગૂઢાર્થોનું સાતત્ય જાળવવા માટે અમારા સૌના વડીલ જ્ઞાનવૃદ્ધ શ્રી કેશુભાઈ શાહનો અને લાગણી સભર આભાર પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથને ક્ષતિમુક્ત રાખવા મુદ્રણ દોષો તપાસવા અને કલાકો સુધી શ્રુતલેખન કરી તેના સુશોભનમાં અગ્રીમ ફાળો આપવા બદલ અમે પૂજય સ્વામિની શ્રદ્ધાનન્દજીનો, બ્રહ્મચારી દિલીપભાઈ, બ્રહ્મચારિણી ચારૂબહેન, બ્રહ્મચારિણી સ્વાતિબહેનનો સ્નેહાદર તથા શાસ્ત્રનિષ્ઠાને અમે સન્માનીએ છીએ. ગ્રંથના મુખપૃષ્ઠ આવરણની સુયોગ્ય ગોઠવણી અને કલાત્મક સુશોભન માટે કુ. સીમા શ્રોફ તથા તેજલ શાહને

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 858