Book Title: Virvijayjigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવંતો ૩૭૭ તેઓશ્રી ભાવનગર પાસેના બાડી–પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી ભણવિજયજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા. પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકને એક પુત્ર છે. મારી સંભાળ કોણ લે? તારે પુત્ર થાય પછી દક્ષા લેવી હોય તે ખુશીથી લેજે.” વીરજીભાઈ એ માતાની આ વાત કબૂલ રાખી. એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને થ્રી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કે, “વીરજી ! તારી વહુએ દીકરાને જન્મ આપ્યા છે.” બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા ગયો. આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે વીરજી પાછા નહિ આવે. - વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી, અને પિતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વીરવિજ્યજી જ્ઞાનધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન સરસ આપતા. ઉપરાંત, અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ચમત્કાર જેવા અનેક પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નેંધપાત્ર છે : તેઓશ્રી ગુરુવે આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે ભાવનગર પાસે સાદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પિતે નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઈલ ચાલીને કેળીયાક પહેચ્યા, તે પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકેએ કહ્યું કે, “પૂજ્યશ્રી તે આઠ વાગ્યાના અહીં આવી ગયા છે ! તમે કેમ મેડા પડયા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા ! શિહોરમાં મૂંગે નામે પિપટ ઉપાશ્રયમાં કામ કરે. એક વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પિોપટ ઉપાધ્યાયજી મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, કેણું છે?” પિપટ મૂંગે હવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તે ઉપાધ્યાયજી મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બેલતે કેમ નથી ?..” અને પિપટ બેલત થઈ ગયે! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પિતાના હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછયું, તે કહે, “ભાવનગર–વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી નાખી.” શ્રાવકે આશ્ચર્ય પામ્યા. અને ભાવનગર તપાસ કરાવી તે ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને આપે આપ બૂઝાઈ પણ ગઈ હતી ! છે. ૪૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3