Book Title: Virvijayjigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ فت શાસનપ્રભાવક જ નહિ, પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા, ચારે ધમીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા. અને પરિણામે એમના ભક્તજનેમાં માત્ર જૈને જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાને પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લેકેમાં આવે એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી. સાઈઠ વર્ષનાં આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્દભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની-પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંધના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કર્યા. એ મહામના સાધુ શ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા ( હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબીયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યા. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યા. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર “અહંન , અર્ણન, અહંન” એમ મંત્રાચાર કર્યો અને બેલ્યા, “લે ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કે અમાતે હૈ.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છેડી દીધો. પૂજ્યશ્રીન કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજશ્રીની પ્રતિમાઓ સ્થાપવાને નિર્ણય થયે, એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પિતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં લખે છે: “આત્મારામ પરમ વિદ્વાન હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ તે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે કે તેઓ શાંત કાંતિકારી હતા.” (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ – “પ્રબુદ્ધજીવનને તા. ૧-૭-૮૬ના અંકમાંથી સાભાર) વચનસિદ્ધ વિભૂતિઃ હૃદયસ્પર્શી પ્રવચનકાર ચમત્કારિક ચારિત્રધર પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુગ્યને ગ્ય સ્થાને સ્થાપવા પિતાને ઉપાધ્યાયપદે આરૂઢ થવું પડયું હતું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3