Page #1
--------------------------------------------------------------------------
________________
فت
શાસનપ્રભાવક જ નહિ, પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા, ચારે ધમીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા. અને પરિણામે એમના ભક્તજનેમાં માત્ર જૈને જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાને પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લેકેમાં આવે એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી.
સાઈઠ વર્ષનાં આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્દભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની-પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંધના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કર્યા. એ મહામના સાધુ શ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા ( હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબીયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યા. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યા. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર “અહંન , અર્ણન, અહંન” એમ મંત્રાચાર કર્યો અને બેલ્યા, “લે ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કે અમાતે હૈ.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છેડી દીધો.
પૂજ્યશ્રીન કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજશ્રીની પ્રતિમાઓ સ્થાપવાને નિર્ણય થયે, એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પિતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં લખે છે: “આત્મારામ પરમ વિદ્વાન હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ તે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે કે તેઓ શાંત કાંતિકારી હતા.” (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ – “પ્રબુદ્ધજીવનને તા. ૧-૭-૮૬ના અંકમાંથી સાભાર)
વચનસિદ્ધ વિભૂતિઃ હૃદયસ્પર્શી પ્રવચનકાર ચમત્કારિક ચારિત્રધર
પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય
પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુગ્યને ગ્ય સ્થાને સ્થાપવા પિતાને ઉપાધ્યાયપદે આરૂઢ થવું પડયું હતું.
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૩૭૭ તેઓશ્રી ભાવનગર પાસેના બાડી–પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી ભણવિજયજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા. પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકને એક પુત્ર છે. મારી સંભાળ કોણ લે? તારે પુત્ર થાય પછી દક્ષા લેવી હોય તે ખુશીથી લેજે.” વીરજીભાઈ એ માતાની આ વાત કબૂલ રાખી.
એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને થ્રી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કે, “વીરજી ! તારી વહુએ દીકરાને જન્મ આપ્યા છે.” બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા ગયો. આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે વીરજી પાછા નહિ આવે.
- વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી, અને પિતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વીરવિજ્યજી જ્ઞાનધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન સરસ આપતા. ઉપરાંત, અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ચમત્કાર જેવા અનેક પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નેંધપાત્ર છે :
તેઓશ્રી ગુરુવે આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે ભાવનગર પાસે સાદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પિતે નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઈલ ચાલીને કેળીયાક પહેચ્યા, તે પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકેએ કહ્યું કે, “પૂજ્યશ્રી તે આઠ વાગ્યાના અહીં આવી ગયા છે ! તમે કેમ મેડા પડયા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા !
શિહોરમાં મૂંગે નામે પિપટ ઉપાશ્રયમાં કામ કરે. એક વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પિોપટ ઉપાધ્યાયજી મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, કેણું છે?” પિપટ મૂંગે હવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તે ઉપાધ્યાયજી મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બેલતે કેમ નથી ?..” અને પિપટ બેલત થઈ ગયે!
એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પિતાના હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછયું, તે કહે, “ભાવનગર–વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી નાખી.” શ્રાવકે આશ્ચર્ય પામ્યા. અને ભાવનગર તપાસ કરાવી તે ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને આપે આપ બૂઝાઈ પણ ગઈ હતી !
છે. ૪૮
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ 378 શાસનપ્રભાવકે દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાને આદેશ આપ્યું. અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તુ અચ્છા વ્યાખ્યાતા હેગા.” આ ભવિષ્યવાણી એટલી બધી સટ પુરવાર થઈ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષભૂત છે. આવા ચમત્કારે પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા ! જમ : સં. 1908 : પડવા ગામ (ભાવનગર). દીક્ષા : સં. 1935 અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : સં. 1957 (પાટણ). સ્વર્ગવાસઃ સં. 1975 (ખંભાત). (સંકલન : “શ્રી દાન–પ્રેમ વશવાટિકા માંથી સાભાર.) સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે જે જુસ્સાપૂર્વક ઝઝુમ્યા અને તેથી જ શ્રી જૈનશાસનમાં જેઓ “સદ્ધર્મસંરક્ષક” તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા પૂ. આચાર્યદેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ વર્તમાનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું સદ્ધર્મસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પિતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી ભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવની, સત્યના નિરુપણમાં સિંહ જે નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિ-દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી? તેથી તેઓ સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતું, પણ સત્ય નહોતું. તેથી તે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મેટે ભાગે હિન્દીમાં જ બોલતા. અને બેલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તે એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજામહારાજાને શરમાવે એવા રૂપના ધારક મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાને એ સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તી એને ય ત્યારે એમ થઈ 2010_04