Book Title: Virchand R Gandhi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી 45 લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરાંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?” આવી વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકબાલનો એક શેર છે -- હજારોં સાલ નરગીસ અપની બેન્રીપે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા. સુંદર આંખને માટે નરગીસના કુલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતાબેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીર ચાંદ રાઘવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીદાવર હતા! Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7