Page #1
--------------------------------------------------------------------------
________________
૫. ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
[ ડૉ. કુમારપાળ દેસાઈ } કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લોપી શકતું નથી. કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં તે પગલાં ભૂંસાઈ શકતાં નથી.
આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં, પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને,ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દૃઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ કે જેમની શિકાગો વિશ્વધર્મપરિષદની કામયાબી આજેય સહુના હોઠે રમે છે. પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી હતા, પરંતુ ઘરદીવડાઓને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયો છે, જે પ્રજા પોતાના ચેતનગ્રંથો જેવા સત્ત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જતી હોય છે.
૩૯
Page #2
--------------------------------------------------------------------------
________________
જ0
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વિશ્વધર્મપરિષદમાં આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મપરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્દઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ અંતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જુદા જુદા ધમનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી.
ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટધ્યવૃત્તિ અને વાકચાતુર્યથી વિશ્વધર્મપરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જેન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌરન્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.” વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશ: પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં અનોખી ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી પરંતુ ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત કર્યું હતું આથી જ કયાંક એ જૈન લાગે છે, કયાંક જૈનેતર સંપ્રદાયોની તરફદારી કરે છે, પણ બધે જ એ ભારતીય લાગે છે.
એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિન્ય નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હુંફાળી લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. જયારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સ્થાપી છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
નિભક સત્યવાદી વકતા : વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યનો પક્ષ લીધો. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને સ્પર્શી જતાં હતાં. આ ધર્મપરિષદમાં રેવન્ડ જ્યૉર્જ એફ. પેન્ટકોસ્ટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડ્યો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનારા એક માત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું : આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જાયો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી.
આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે છે : “Even in the present day, where is the chaster woman or milder man than in India ?”
નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજજનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળપ્રવૃત્તિ કMા ખ્રિસ્તી મિશનરીઓની નિભકતાથી ટીકા પણ કરી. 'India's Message to America' 3471 'Impressions of America'val 441Hİ 24 HOT 24Hraslal લોકો પ્રત્યે પોતાનો હુંફાળો પ્રતિભાવ આપ્યો છેપણ બીજી બાજુ “Have Christian Missions to India been successful’ જેવા લેખોમાં પાદરીઓની વટાળ પ્રવૃત્તિની કડક આલોચના પણ કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે. પણ તમે ક્યારેય એ મિશનરીઓ પાસેથી–જેઓ માનવજાતને પ્રેમનો સંદેશો આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જયારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી? એ પછી શ્રી વીરચંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છે
"If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country ?
શિકાગોની આ વિશ્વધર્મપરિષદમાં વીરચંદભાઈએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજુઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ ને જેન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના જીવો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
બાબતો રજૂ કરીને સહુને મુગ્ધ કર્યા. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગલેષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાધ્યું. આ નવીન સમજ અંગેનો આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એવો અભિપ્રાય આપ્યો કે“ધર્મોની લોકસભામાં અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્રાનો હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દૃષ્ટિ રજૂ કરી; ધર્મોના આ મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો એક છે એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમની વાક્છટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલૂમ પડયાં. એમાંથી ભારોભાર પાંડિત્ય અને ચિંતનમનન સાંપડથાં, તેમ છતાં એ બધામાં અલગ તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજજન છે, કોઈ સાધુ–મુર્ખાન કે ધર્માચાર્ય નથી છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ કેવા હશે ? એમની સાદી પણ સચોટ જીવનધર્મ ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે.’
૪૨
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં જૈનધર્મવિષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો નથી. એમની વિચારસરણી જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનારા સાચા જૈનને જેબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત અને તટસ્થ છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણી સંગમ એમનાં પ્રવચનોમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડંબરયુક્ત કે છીછરી બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ કરનાર એમનાં વક્તવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં. એમણે ‘The Yoga Philosophy’, “The Jain Philosophy' જેવાં પુસ્તકો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, ‘The Karma Philosophy' ગણાશે, જેમાં જૈન ધર્મની કર્મ ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધર્મભાવનાનો માર્મિક પરિચય મળે છે.
મહાન રાષ્ટ્રપ્રેમી : શ્રી વીરચંદ રાધવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક નહોતા, બલ્કે દેશહિતની ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ “વાધ, સાપ અને રાજાઓનો દેશ” છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ વિદેશોમાં હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ વિદેશીઓમાં ભારતની સાચી સમજ જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, “આશ્ચર્યની વાત તો એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા
Page #5
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
છતાં ભારતનો આત્મા જીવંત રહ્યો છે, જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, અતિથિસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર-બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું નથી બન્યું, નહિ બની શકે.”
છેક, ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહિ કરે.
૧૮૯૩માં ગાંધીજી માત્ર બૅરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ!
આ ધર્મશાના અનોખા દ્વાનદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાન્તદ્રષ્ટા, વર્તમાનને વીધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાન્તા . જ્યારે ભારતના રાજકીય
સ્વાતંત્રયની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતા વીરરચંદભાઈ, “The Jain Philosophy” વિશેના એમના પ્રવચનમાં કહે છે : “You know my brothers and sisters, that we are not an independent nation. We are subjects of Her Gracious Majesty Queen Victoria the defender of the faith', but if we were a nation in all that, name implies with our own government and our own rulers, with our laws and institutions controlled by us free and independent, I affirm that we should seek to establish and forever maintain peaceful relations with all the nations of the world."
વિદેશમાં સન્માન અને પ્રચારકાર્ય: શ્રી વીરચંદભાઈનો એટલો પ્રભાવ પડ્યો કે વિશ્વધર્મપરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌગચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી ૧૮૯૪ની ૮મી ઑગસ્ટે કાસાડોગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. એમણે આ શહેરમાં “Some Mistake Corrected' અંગે પ્રવચન આપ્યું હતું. એ પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું એમ બફેલો કોરિયર” નામનું અખબાર નોંધે છે. અમેરિકામાં એમણે “The Gandhi Philosphical Society' 2401 'The School of Oriental Philosophy ulkoil Q Rizelzuil સ્થાપના કરી. શિકાગોમાં “Society for the Education of Women of India નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી શુદ્ધ શાકાહારી અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. સ્વામી વિવેકાનંદના
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
શિષ્યા ભગિની નિવેદિતાની જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈનાં શિષ્યા બની ગયાં. તેઓ જેનોની જેમ વિધિસર સામાયિક પણ કરતાં હતાં.
આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લેન્ડ આવ્યા. અહીં એમણે બૅરિસ્ટર થવાની ઈચ્છા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કોં. ઇલૅન્ડમાં જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણવર્ગ ખોલ્યો. આગળ જતાં લંડનમાં “જેન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. એક ધર્મજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરીને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઈનાં ભાષણોની નોંધ રાખી તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. વિશ્વધર્મપરિષદના પ્રમુખ ચાર્લ્સ સી. બોની પણ એમનાથી પ્રભાવિત થયા હતા. વીરચંદભાઈએ ભારતમાં ૧૮૯૬–૯૭માં દુષ્કાળ પડ્યો ત્યારે બોની અમેરિકામાં સ્થપાયેલી દુષ્કાળ રાહત સમિતિના પ્રમુખ હતા. આ સમિતિએ તત્કાળ ચાળીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ જેટલાં વ્યાખ્યાનો આપ્યાં. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, ફેન્ચ વગેરે ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.
આમ ઓગણત્રીસ વર્ષની એક યુવક પરદેશગમનની ખફગી વહોરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહિ પણ ત્રણ-ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શનનો જ નહિ પણ ભારતીય દર્શનનો પ્રચાર કરે તે વિરલ ઘટના જ કહેવાય!
ભારતમાં ધર્મસેવાનાં કાર્યો : શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને અલ્પ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી.એ. થનારા જેન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે “શ્રી જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી તરીકે પાલિતાણ આવતા યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચક્યું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લૉર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો.
અંગ્રેજ બેગમસાહેબે સમેતશિખર પર ડુકકરોની ચરબી કાઢવાનું કારખાનું નાનું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે ‘સમેતશિખર જેનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાનો અધિકાર નથી' એવો ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરાવીને જ જંપ્યા. કવીના દેરાસર અંગેના વિખવાદનો સુંદર ઉકેલ
Page #7
--------------------------------------------------------------------------
________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી 45 લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરાંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?” આવી વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકબાલનો એક શેર છે -- હજારોં સાલ નરગીસ અપની બેન્રીપે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા. સુંદર આંખને માટે નરગીસના કુલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતાબેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીર ચાંદ રાઘવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીદાવર હતા! WWW.jainelibrary.org