SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી નિભક સત્યવાદી વકતા : વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યનો પક્ષ લીધો. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને સ્પર્શી જતાં હતાં. આ ધર્મપરિષદમાં રેવન્ડ જ્યૉર્જ એફ. પેન્ટકોસ્ટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડ્યો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનારા એક માત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું : આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જાયો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી. આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે છે : “Even in the present day, where is the chaster woman or milder man than in India ?” નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજજનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળપ્રવૃત્તિ કMા ખ્રિસ્તી મિશનરીઓની નિભકતાથી ટીકા પણ કરી. 'India's Message to America' 3471 'Impressions of America'val 441Hİ 24 HOT 24Hraslal લોકો પ્રત્યે પોતાનો હુંફાળો પ્રતિભાવ આપ્યો છેપણ બીજી બાજુ “Have Christian Missions to India been successful’ જેવા લેખોમાં પાદરીઓની વટાળ પ્રવૃત્તિની કડક આલોચના પણ કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે. પણ તમે ક્યારેય એ મિશનરીઓ પાસેથી–જેઓ માનવજાતને પ્રેમનો સંદેશો આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જયારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી? એ પછી શ્રી વીરચંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છે "If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country ? શિકાગોની આ વિશ્વધર્મપરિષદમાં વીરચંદભાઈએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજુઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ ને જેન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના જીવો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249005
Book TitleVirchand R Gandhi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy