SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો બાબતો રજૂ કરીને સહુને મુગ્ધ કર્યા. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગલેષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાધ્યું. આ નવીન સમજ અંગેનો આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એવો અભિપ્રાય આપ્યો કે“ધર્મોની લોકસભામાં અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્રાનો હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દૃષ્ટિ રજૂ કરી; ધર્મોના આ મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો એક છે એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમની વાક્છટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલૂમ પડયાં. એમાંથી ભારોભાર પાંડિત્ય અને ચિંતનમનન સાંપડથાં, તેમ છતાં એ બધામાં અલગ તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજજન છે, કોઈ સાધુ–મુર્ખાન કે ધર્માચાર્ય નથી છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ કેવા હશે ? એમની સાદી પણ સચોટ જીવનધર્મ ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે.’ ૪૨ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં જૈનધર્મવિષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો નથી. એમની વિચારસરણી જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનારા સાચા જૈનને જેબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત અને તટસ્થ છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણી સંગમ એમનાં પ્રવચનોમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડંબરયુક્ત કે છીછરી બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ કરનાર એમનાં વક્તવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં. એમણે ‘The Yoga Philosophy’, “The Jain Philosophy' જેવાં પુસ્તકો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, ‘The Karma Philosophy' ગણાશે, જેમાં જૈન ધર્મની કર્મ ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધર્મભાવનાનો માર્મિક પરિચય મળે છે. મહાન રાષ્ટ્રપ્રેમી : શ્રી વીરચંદ રાધવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક નહોતા, બલ્કે દેશહિતની ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ “વાધ, સાપ અને રાજાઓનો દેશ” છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ વિદેશોમાં હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ વિદેશીઓમાં ભારતની સાચી સમજ જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, “આશ્ચર્યની વાત તો એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249005
Book TitleVirchand R Gandhi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy