Book Title: Virchand R Gandhi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૫. ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી [ ડૉ. કુમારપાળ દેસાઈ } કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લોપી શકતું નથી. કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં તે પગલાં ભૂંસાઈ શકતાં નથી. આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં, પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને,ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દૃઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ કે જેમની શિકાગો વિશ્વધર્મપરિષદની કામયાબી આજેય સહુના હોઠે રમે છે. પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી હતા, પરંતુ ઘરદીવડાઓને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયો છે, જે પ્રજા પોતાના ચેતનગ્રંથો જેવા સત્ત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જતી હોય છે. Jain Education International ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7