Book Title: Virchand R Gandhi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો શિષ્યા ભગિની નિવેદિતાની જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈનાં શિષ્યા બની ગયાં. તેઓ જેનોની જેમ વિધિસર સામાયિક પણ કરતાં હતાં. આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લેન્ડ આવ્યા. અહીં એમણે બૅરિસ્ટર થવાની ઈચ્છા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કોં. ઇલૅન્ડમાં જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણવર્ગ ખોલ્યો. આગળ જતાં લંડનમાં “જેન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. એક ધર્મજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરીને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઈનાં ભાષણોની નોંધ રાખી તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. વિશ્વધર્મપરિષદના પ્રમુખ ચાર્લ્સ સી. બોની પણ એમનાથી પ્રભાવિત થયા હતા. વીરચંદભાઈએ ભારતમાં ૧૮૯૬–૯૭માં દુષ્કાળ પડ્યો ત્યારે બોની અમેરિકામાં સ્થપાયેલી દુષ્કાળ રાહત સમિતિના પ્રમુખ હતા. આ સમિતિએ તત્કાળ ચાળીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ જેટલાં વ્યાખ્યાનો આપ્યાં. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, ફેન્ચ વગેરે ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. આમ ઓગણત્રીસ વર્ષની એક યુવક પરદેશગમનની ખફગી વહોરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહિ પણ ત્રણ-ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શનનો જ નહિ પણ ભારતીય દર્શનનો પ્રચાર કરે તે વિરલ ઘટના જ કહેવાય! ભારતમાં ધર્મસેવાનાં કાર્યો : શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને અલ્પ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી.એ. થનારા જેન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે “શ્રી જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી તરીકે પાલિતાણ આવતા યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચક્યું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લૉર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. અંગ્રેજ બેગમસાહેબે સમેતશિખર પર ડુકકરોની ચરબી કાઢવાનું કારખાનું નાનું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે ‘સમેતશિખર જેનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાનો અધિકાર નથી' એવો ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરાવીને જ જંપ્યા. કવીના દેરાસર અંગેના વિખવાદનો સુંદર ઉકેલ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7