SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જ0 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વિશ્વધર્મપરિષદમાં આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મપરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્દઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ અંતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જુદા જુદા ધમનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી. ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટધ્યવૃત્તિ અને વાકચાતુર્યથી વિશ્વધર્મપરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જેન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌરન્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.” વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશ: પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં અનોખી ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી પરંતુ ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત કર્યું હતું આથી જ કયાંક એ જૈન લાગે છે, કયાંક જૈનેતર સંપ્રદાયોની તરફદારી કરે છે, પણ બધે જ એ ભારતીય લાગે છે. એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિન્ય નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હુંફાળી લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. જયારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સ્થાપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249005
Book TitleVirchand R Gandhi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy