Book Title: Virahani no Ek Anubhav vishesh
Author(s): Hiraben R Pathak
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ તેનો ગુજરાતી અનુવાદ ** વિરહિણીનો એક અનુભાવિશેષ “ વ્હાલાં કંકણ નીસર્યાં, વહી રહ્યાં ચોધાર આંસુ, ઘડી એસી ના રહી ધીર, આગળ જવા ચિત્તે થયું આકળું; જાવાનો કરતાં વિચાર પિયુજી સાથે બધાં નીકળ્યાં, જાવું છે જીવ ! તો પછી ક્યમ જવા દે સાથ વ્હાલાંતો ?” અહીં એ પ્રોષિતભર્તૃકા બને તે પહેલાં જ, એને “ હૈડે તે શોષ ન માય રે ” એવી વિરહદશા અને તેને અંગેના અનુભાવો ઉદ્ભવ્યા. તેમાં નાયિકાનો હાથ દૂબળો પડતાં ને વલય મોઢાં પડતાં ઊતરી જવા લાગ્યાં; એવો, હાથને લગતો અનુભાવ છે. અહીં વલયવડે નાયિકાનું ક્ષીણુત્વ–ક્ષામપણું સૂચવાયું છે. આપણે આગળ જોઇશું કે આ વલયવડે સૂચવાતી ક્ષીણતાનું પરિમાણ ઠેરઠેર—બધા સાહિત્યમાં હોવાનું માલમ પડે છે. સાથેસાથે આપણને મેદૂતનો નાયક યક્ષ, પત્નીવિરહને કારણે નવજીચભ્રંશરિત્તપ્રોષ્ઠઃ અવસ્થા અનુભવતો બતાવાયો છે, તેનું સ્મરણ થાય; અથવા વિરહોત્કંઠિત રાજા દુષ્યન્તના • જ્ઞસ્તાન વચ્ ’નું પણ સ્મરણ થાય. તેમ છતાં એકંદર વિરહિણીના નિરૂપણની તુલનાએ નાયકના વિરહનું નિરૂપણ જૂજ હોય એ સહજ છે. આ વલયો પણ એ સ્થાનના નિર્દેશક બનીને આવે છે. એક, બાવડા પરનું, જેને આપણે બાજુબંધ તથા કડું કહીએ છીએ. બીજું, કાંડા પર રમતું—કંકણસ્વરૂપનું. ખાવડા પરના વલય અંગેનું એક કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું સુંદર અવતરણુ એ સંદર્ભગ્રંથમાં છે; અને તે પ્રોષિતભર્તૃકા ગોપીની કૃશતાનું અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાયેલું. કેવળ ગુજરાતી ભાષાન્તર જોઈએ—શક્ય તેટલા મૂળ સંસ્કૃત શબ્દની રજૂઆતથી, તેની કાવ્યસુવાસ જળવાઈ રહે તે રીતે જોઈ એ ઃ — કાવ્યપ્રકાશ, ગુજરાતી અનુવાદ, ગુજ॰ પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલિ. હરિના પ્રયાણથી, એ સુબ્રૂની કમળની કળીઓની પાંખડીઓથી બનાવેલી માળા અને મોતીના હારનો કંદોરો નીચે સરી પડ્યાં. અને વધુમાં કહીએ તો...” જુઓ મૂળ સંસ્કૃતમાં— 66 r : ૨૫ अन्यद् ब्रूमः किमपि धमनी वर्तते वा न वेति ज्ञातुं बाहोरहह वलयं पाणिमूलं प्रयाति ॥ Jain Education International એટલે કે, “ એની નાડી ચાલે છે કે નહિ તે જોવાને માટે (બાવડા પરનું) વલય છેક પાણિમૂલ-કાંડા સુધી પહોંચી ગયું.’ "" —′ સુભાષિતરત્નભાંડાગારમ’, પ્રોષિતભર્તૃકા ખંડ, શ્લોક ૮૪. અહીં વલય, બાહુ–બાવડા પરનું છે; અને તો જ ચમત્કૃતિવાળી અતિશયોક્તિ નીપજી શકી છે, કેમકે, કવિનો આશય એમ કહેવાનો છે કે છેક ખવડેથી સરતુંસરતું તે કાંડાલગી ઊતરી આવ્યું એટલી કૃશ થઈ ગઈ ! અહીં અતિશયોક્તિ સંગે સજીવારોપણ સુભગપણે સંયોજાયો છે, જે કવિતાની માત્રાને દુહરાવી આપે છે. ખીજે એક સ્થળે ખેદસૂચક હસ્તમુખવિન્યાસવડે કાયિક અનુભાવ વર્ણવાયો છે, અને સાથેસાથે ત્યાં, હાથ પરના અલંકારરૂપે મૃણાલના વલયનું નિરૂપણ છે. મોતીઓની સાથે હરીફાઈ કરતાં એવાં પાપોમાંથી ગરતાં આંસુઓનાં બિન્દુસમૂહથી મહાદેવના અટ્ટહાસ્યનું અનુકરણ કરતા હારાવલિરૂપ ભૂષણને હૃદય પર રાખી, કુમળા મૃણાલના વલયથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14