Book Title: Virahani no Ek Anubhav vishesh
Author(s): Hiraben R Pathak
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 12
________________ વિરહિણીને એક અનુભાવવિશેષઃ ૨૮૩ એક વર્ગીકરણને બીજું વર્ગીકરણ દરવેળા ને સાંગોપાંગ લાગુ પડી શકે ખરું? અને લાગુ પડતાં, દરવેળા તેમાં સુસંગતિ જળવાય ખરી? આ પ્રશ્નની દૃષ્ટિએ, ભરત અને તેની પછીના કાવ્યશાસ્ત્રીઓનાં વર્ગીકરણોના યોજેલા સંબંધની ચકાસણી થવી જોઈએ, જે ઊંડો અભ્યાસ માગી લે તેવું છે. અહીં આપણે સહેજ ઊડતી નજરે ભરત અને પાછળથી થયેલા સાહિત્યદર્પણકાર વિશ્વનાથની વ્યાખ્યા વડે તપાસી જેવા પ્રયત્ન કરીએ, જે વ્યાખ્યાઓથી આગળ આપણે પરિચિત થયેલાં છીએ. ભરતના કથન મુજબ જે નાયિકાનો પ્રિય પ્રવાસે છે તે કારણે તે કેશસંસ્કાર વિનાની છે, તો સાહિત્યદર્પણકારના કથન મુજબ, તેથી કરીને તે “મનોભવદુઃખાર્તા” છે, એટલે કે કામાર્ત છે. સાહિત્યદર્પણકારે “પ્રિય'ને બદલે “પતિ” શબ્દ મૂક્યો છે તે લક્ષમાં રાખવા જેવો છે. આ બન્ને વ્યાખ્યાનો એકસાથે વિચાર કરીએ તો પ્રવાસી પતિની વિરહિણી, “સંતાપવ્યાકુલા હોઈ વિકલાંગવેશે છે એમ કહી શકાય. અહીં નાયિકાના વિરહદુઃખનું નિમિત્તકારણ દેશાન્તર ગયેલો નાયક એટલે કે તેનો પોતાનો પતિ છે, કોઈ અન્ય પુરુષ નથી. કારણ વિશ્વનાથની વ્યાખ્યામાં નિશ્ચિતપણે “પતિ” શબ્દ છે. માનો કે તેનો પતિ પ્રવાસે છે અને તે પરકીયા ને સામાન્ય પણ છે. તો ઊલટાનું તેવીને માટે, દેશાન્તરિત પતિનું–ને એથી કરીને પોતાનો માર્ગ મોકળો––અનુકૂળ–થયાનું સુખ હોય કે દુઃખ ? આ એક સાદી સમજમાંથી નીપજતો પ્રશ્ન છે. એક બીજે મુદ્દો : ભરતે આપેલ “પ્રોષિતભર્તૃકા” એવા પારિભાષિક નામલક્ષણ મુજબ, તે પ્રવાસે ગયેલા નાયકની એટલે કે પતિની-ભર્તાની વિવાહિતા પત્ની-નાયિકા છે. પ્રોષિતપતિકા એવો શબ્દ પણ પ્રચલિત છે. તેમાંના આ “ભ” અને ખાસ કરીને “પતિ', એ પર્યાયો શું વિવાહિત દશાના સાંકેતિક શબ્દો નથી? છે. આગળ જણાવી ગયા તે મુજબ નાયિકાભેદનું એ આખું યે વર્ગીકરણ નાયકને અવલંબીને ઉદ્ભવતી નાયિકાના રતિભાવની અવસ્થા પરથી યોજાયું છે. અને એ દૃષ્ટિએ પણ તે, નાયકની વિરહિણી. નાયિકારૂપે જ હોય; સાથે સાથે, તે અન્ય સ્વરૂપ એટલે કે સામાન્યા-કે પરકીયા-સ્વરૂપે કેમ હોય? પણ માને કે એકવાર આપણે વાસ્તવિક જગતમાં તેમ બને માટે કોઈક પ્રોષિતભર્તુકાને પરકીયા કે સામાન્ય લેખવામાં બાધ ન જોઈએ. તો, તે લક્ષમાં લઈને નાયિકાલક્ષણ અને નાયિકા વિશેનાં વર્ગીકરણોનું પરસ્પર-સંકલન (co-ordination) થવું જોઈએ. પણ અહીં વ્યવહારનો પ્રશ્ન પ્રસ્તુત નથી–એટલા માટે કે વ્યવહારથી સાહિત્ય ને શાસ્ત્રનું સ્વરૂપ અલગ પ્રકારનું છે. કારણ વ્યવહારનો અનુભવ અને સાહિત્યનો અનુભવ એક પ્રકારના નથી. અને શાસ્ત્ર સાહિત્યને અવલંબીને ચાલે છે એ દષ્ટિએ કલાકૃતિમાંથી નીતરી આવતા માનવજીવનના નિર્ભેળ સત્યમાંથી આસ્વાદ્ય એવો જે શુદ્ધ ભાવ વ્યક્ત થાય છે તે જોતાં, પ્રોષિતભર્તુકાની સ્વીકાર્ય યોજનામાં એ લોકોએ પરકીયા-સામાન્યાનો કઈ રીતે સમાવેશ કર્યો હશે, તેની તમામ કાવ્યશાસ્ત્રના ગ્રંથમાંથી તુલનાત્મક અભ્યાસ વડે તપાસ કરવા જેવી આ બાબત જણાય છે. કારણ, જે નાયિકા નિભેળપણે પ્રોષિ નું ભાવેદાન્ત છે તે એકીસાથે અન્ય–તેથી વિપરીત –-ચોકઠામાં કેમ બેસી શકે? કારણ, કાવ્યનો ભાવ-અરે ! ભાવસંધર્ષ કે ભાવશબલતા પણુ, શુદ્ધ પ્રકારનાં હોવાં જોઈએ. તે કવિના કે “સમાજના કોઈ પણ વ્યાવહારિક પ્રયોજનથી અબાધિત હોઈ...શદ્ધ સ્વરૂપ”ના હોય તો જ તે અવિદ્યકરપણે આસ્વાદ્ય બની શકે. કાવ્યની તેવાં શુદ્ધ ભાવસત્યો નીપજાવવાની ગુંજાયેશ છે : તેથી જ તેમાંથી તર્કસંગત કાવ્યશાસ્ત્ર ઉદ્ભવી શકયું છે. એટલે, વ્યવહારમાં છે માટે કરીને પ્રોષિતભર્તુકાને પરકીયા વગેરે તરીકે સ્વીકારીએ તો ઉપર્યુક્ત મુશ્કેલી ઊભી થાય. તો પછી શાસ્ત્રમાં તેને આવશ્યક એવા અલગ અલગ વિષયના પાડેલાં નિશ્ચિત આકારવાળાં વર્ગીકરણની ચોકસાઈ રહે નહિ. એવા ભેળસેળિયા વર્ગીકરણને--તેના ખ્યાલને-- રૂઢ કરવામાં ભલીવાર હોઈ શકે નહિ. પછી તે તર્કસંગત–શાસ્ત્રીય વર્ગીકરણ રહી શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14