Book Title: Virahani no Ek Anubhav vishesh
Author(s): Hiraben R Pathak
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 14
________________ વિરહિણનો એક અનુભાવવિશેષ : 285 અંતઃપુરવાસિની પતિનિછા કુલવધૂને નથી નિર્દેશકું? તેવી વિરહિણને પછી પાછળથી પરકીયાસામાન્યા તરીકે કેવી રીતે યોજી હશે? એક બાબત ઉમેરવી જોઈએ : ભરતની વ્યાખ્યામાં નાયક માટે “પ્રિય” શબ્દ છે. પણ સાહિત્યદર્પણકારની વ્યાખ્યા સ્પષ્ટપણે નાયકના પતિસ્વરૂપનો બોધ કરે છે, જે આપણે આગળ જોયેલ છે. પણ ભરતના વર્ગીકરણને આ પરકીયાવાળું વર્ગીકરણ પાછળથી લાગુ પાડવામાં આવ્યું છે તે આપણને સાહિત્યદર્પકારના નિરૂપણ પરથી જોવા મળે છે. તેથી જીવનમાં ને સાહિત્યમાં વ્યક્ત થતી વાસ્તવિક પરિસ્થિતિની ભાગને અનુલક્ષીને એટલી વિશેષ વીગત ધીરેધીરે પાછળથી પુરાઈ માલૂમ પડે છે. તો પછી તેવી પ્રોષિતભર્તૃકા જ્યારે પરકીયા કે સામાન્યા હોય ત્યારે રસાભાસનો વિભાવ બને કે શૃંગારનો? એ પ્રશ્ન વિચારવાનો રહે. આમ “પતિ” શબ્દને કારણે સાહિત્યદર્પણમાં વ્યાખ્યાબદ્ધ થયેલી વિરહસ્સાન પ્રોષિતભર્તૃકા, પતિ વિના સિઝાતી સ્વકીયા હોવાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. તેને પછી પરકીયા ઈડ હોવાને કઢંગો સંભવ ઊભો થવાનું કારણ છૂટે છૂટે હાથે અને સમયે થયેલાં જુદાં જુદાં વર્ગીકરણોને એક સમગ્ર યોજનામાં તાણીતૂસીને માનવું? પણ તે સિદ્ધ કરતાં પહેલાં આપણું પ્રાચીન કાવ્યશાસ્ત્રના તમામ ગ્રંથોનો સમયાનુક્રમ મુજબ અને સમાજશાસ્ત્રીય દષ્ટિએ વિસ્તૃત તેમ જ ઊંડો અભ્યાસ થવો જોઈએ. આ મર્યાદિત નિરૂપણવાળા લખાણમાં તેવી સવીગત તપાસ અને તે પરથી થનાર નિર્ણય શક્ય નથી. તેથી માત્ર સંશયપ્રશ્નરૂપે અહીં તેનો નિર્દેશ કર્યો છે. છતાં આ વર્ગીકરણ સંબંધમાં આટલું સૂચન કરી શકાય તેમને સુસંગત રહી શકે તે મુજબ તમામને સાંકળવા જતાં અસંગતિ ઊભી થવાનો ભય રહેલો છે. કારણ, માનવપ્રકૃતિની નિરવધિ—પારાવાર, હરક્ષણે પરિવર્ત પામતી શક્યતાઓ છે. તેને ઝીલનાર સાહિત્યને, તેથી સર્વાગીણપણે અને સર્વ કાલ માટે કોઈપણું વર્ગીકરણના જડ ચોકઠામાં બધી બાજુ બંધબેસતું આવે તે રીતે નિયંત્રિત કરી શકાય નહિ. કારણ, કાવ્ય ભલે તીવ્રતાથી, અને તેની સાથે શાસ્ત્ર પોતાની રીતિએ માનવજીવનનો જે તાગ લેવાનો પ્રયત્ન કરે છે તે અંશત: જ કરી શકે છે. કંઈક આકાશને આચ્છાદવા બિછાવેલા કપડાની મર્યાદા જેવો તેનો ઘાટ છે. એક બાજુ ઢાંકવા જતાં બીજી બાજુ ખૂટે ને ઉઘાડું પડે ! પણ મનુષ્ય, સમગ્ર નહિ છતાં પોતાના મસ્તક ઉપરનું મયૉદિત આકાશ જેમ ઢાંકવાની ચેષ્ટા કરી શકે છે, તેમ કાવ્ય અને શાસ્ત્ર જીવનનું મર્યાદિત આકલન જરૂર કરી શકે. સમયે સમયે તેમાં ફેરફારો કે ઉમેરા થાય. ક્યારેક તે નકામા ય નીવડે. તે સત્યવેધી હોય એટલે બસ. પણ તેથી નિરપેક્ષ, આપણું વિરહસાહિત્યનો અહીં રજૂ થયેલો એક સુકુમારભાવ–કહો કે અનુભાવઅંશ, કાવ્યાનંદ આપી શકે તેવો અભ્યાસીને અવશ્ય જણાશે. ઘણી વેળા કાવ્યનું વિવેચનગુણદર્શન એ રત્નમંજૂષા છે તે આ અર્થમાં કે, વિવેચનનિમિત્તે તેને અનુષંગે સુંદર અવતરણોને એક સ્થાને મૂકી તેની ઝળાંહળાં કાવ્યકાંતિ મનભર માણી શકાય. * * પ્રસ્તુત લખાણ માટે જરૂરી અવતરણો, તેનાં સંદર્ભસ્થાન ને ગ્રંથો વગેરેને મમતાથી ને ચીવટાઈથી સુકર કરી આપનાર નીચેના સજજનબંધુઓનો સઋણ ઉલ્લેખ કરવો ધટે : 1 પ્રાકૃત તથા અપભ્રંશ વગેરે માટે શ્રી હ૦ યુ. ભાયાણ. 2 સંસ્કૃત માટે પ્રો. ગૌરીશંકર ઝાલા તથા ભારતીય વિદ્યાભવનના સંશોધનવિભાગના સંસ્કૃતના અધ્યાપક સુરેશ ઉપાધ્યાય, તથા ત્યાંની સંસ્કૃત પાઠશાળાના શ્રી પુરોહિત. 3 ભારતીય વિદ્યાભવન પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી નયન પંડથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14