Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ (૧) જીવને પરમાર્થ પ્રાપ્તિ કરવાને એ સિવાય બીજો ઉપાય નથી. - (૨) બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્ય જા–પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. . (૩) સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. (૪) એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. (પત્ર ૭૬) સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય “સર્વદુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનેથયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્માગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વસાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞા ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે.” (પત્ર ૪૯૧ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) બીજા મહાવીરના પત્રમાંથી (પત્ર ૬૮૦) * “દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂત-કાળની ભ્રમણા છોડીને વર્તમાને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 502