________________
(i)
પ્રસ્તાવના
می
તત્ સત્
(૧) “જિણાણાય કુણંતાણં સર્વાંપિ મોક્ષકારણે સુંદરપિ સબુદ્ધિએ સવ્વ ભવણિ બંધણું-’
જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે; તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે.
(૨) ‘મહાદિવ્યાકુક્ષિરત્ને શબ્દજિતવરાત્માં રાજ્યચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક’'
આત્મા છે. પ્રગટ પુરુષોત્તમ પુરુષને નમસ્કાર-નમસ્કાર. (૩) ‘‘અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાક્યા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમ:’’
અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ, તેના નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે સદ્ગુરૂને નમસ્કાર.
(૪) ‘‘મોક્ષ માર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મભૂભૃતામ્ જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે’’
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદુ છું. (પત્ર ૯૫૬-૩૭)
‘પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.’’ (પત્ર ૬૨)
: