Book Title: Vijay Siddhisuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણભગવ ંતા–ર ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા અને પૂ. મણિવિજયજી દાદાના સૌથી નાના શિષ્ય તરીકે ઘોષિત થયા. મુનિ શ્રી સિદ્ધિવિજયજીએ તે વતુ ચામાસુ`પતાના ગુરુ પૂ. મણિવિજયજી દાદા સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચોમાસુ પૂરુ થયું એટલામાં રાંદેરમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. શ્રી મણિવિજયજી દાદા હતા તે। માત્ર પન્યાસ જ, પણ આખા સંઘનું હિત એમના હૈયે વસ્યું હતું, એટલે સૌની ચિંતા પણ એ જ રાખતા. શ્રી રત્નસાગરજી મહારાજની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા. પણ માત્ર ચિંતા કરીને કે મેઢાની સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત પહોંચીને મુનિ શ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થઈ જવાની આજ્ઞા ક્રમાવી. મુનિ શ્રી સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, અને ગુરુદેવ પર અપાર પ્રીતિ ધરાવનાર હતા. વળી પૂ. મણિવિજયજી દાદાની ઉંમર પણ ૮૨-૮૩ વર્ષની; વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાના ડુંગર પણ કચારેક કયારેક ડાલતા લાગતા હતા. આ પરિસ્થિતિમાં શ્રી સિદ્ધિ વિજયજીનું મન ગુરુજીનું સાંન્નિધ્ય ઊડવા કાર્ટ રીતે તૈયાર ન હતું. પણ પૂ. ગુરુજીની આજ્ઞા થઇ, અને ત્રાજ્ઞાનુળાવિયાળીયા, અને ગુરૌપજ્ઞાનીયતી એમ શિરોધાય કરીને તેઓશ્રી સત્વરે સુરત શ્રી રત્નસાગરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સુરત પાસે રાંદેરમાં ચેકમાસુ કર્યું. ભાગ્યયેાગે એ ચામાસામાં જ (આસો સુદ આઠમે ) પૂ. મણિવિજયજી દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીના મનમાં પૂ. ગુરુજીના અંતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયા. એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમિયાન, દીક્ષા પછીના છએક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે પૂ. ગુરુજીની એવી સાચા દિલથી સેવા કરી હતી કે આખી જિ’દગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂકા હતા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીનું શિષ્યપણું સફળ થયું હતું. પૂ. શ્રી રત્નસાગરજી મહારાજ કઈક આકરા સ્વભાવના અને એમાં લાંબા વખતથી બીમાર એટલે સ્વભાવ વધારે આકરા થઈ ગયેા હતે. છતાં મુનિશ્રી સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિથી સેવા કરીને એમનુ દિલ જીતી લીધું. તે એટલે સુધી કે, કેાઈ કાંઈ વાત કરવા આવતું તે રત્નસાગરજી મહારાજ એમને શ્રી સિદ્ધિવિજયજી પાસે જ મેકલી આપતા. આ રીતે તેઓશ્રીએ શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વર્ષો સુધી ખડે પગે સેવા કરી અને તેઓશ્રી એક આદર્શ વૈયાવચ્ચ કરનાર લેખાયા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ સુરતમાં હતા તે દરમિયાન ત્યાંના બીજા કોઇ ઉપાશ્રયમાં એક ખરતરગચ્છના મુનિ બીમાર પડી ગયા. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી એટલે એ વૈયાવચ્ચપ્રિય આત્માએ સેવાનું કાર્ય ઉપાડી લીધું. રાજ સવારે વ્યાખ્યાન વાંચે અને પછી પેલા ખરતર ગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, ગોચરી વગેરે લાવી આપે; પછી પાતે ઉપાશ્રયે પાછા આવીને એકાસણું કરે. પૂ. શ્રી મણિવિજયજી દાદા પેાતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત શ્રી રત્નસાગરજીની સેવા માટે રવાના કરે અને મુનિશ્રી સિદ્ધિવિજયજી પાતાની અનેક જવાબદારીએ છતાં એક ખરતરગચ્છના બીમાર મુતિની સેવા કરવાનું સ્વીકારે, એ બીના એટલું દર્શાવવા Jain Education International 2010-04 ૧૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7