Book Title: Vijay Siddhisuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 7
________________ શાસનપ્રભાવક 182 આટલી ઉંમરે ગિરિરાજની સ્પર્શના મુશ્કેલ અને તીર્થભૂમિની નિરર્થક અશાતના થાય, એ માટે ઈન્કાર કર્યો. આટલી વયેવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કેઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નક્કી સમયે નિર્ણત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે? એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવાનો પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચું તર્પણ છે! તેઓશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજ હતું, તેમને પણ આજે 300 સાધ્વી પરિવાર વિચરે છે. એવા કીતિની કામનાથી મુક્ત વૃિદ્ધ પૂ. બાપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના ! (સંકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ) - % - જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરસ્મરણીય મહાપુરુષ પૂ. આચાર્યશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વીશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સદુધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સગુણથી શુભતાં ધર્મપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩૨ના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયો. બાળકનું નામ મૂલચંદ પાડ્યું. મૂલચંદ બાળપણથી જ મહાન ગુણેને ધારણ કરનાર બન્યા. 5 વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કોલેજમાં પાસ થયા પરંતુ ગુરુદેવના બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુંબીજનોને સહર્ષ અનુમતિ મેળવી સં. ૧૯૫૮ના કારતક વદ ૯ના દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંધ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજ્યજી નામે ઘેષિત થયા. થડા સમય બાદ છાણ ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિને ગહન અભ્યાસ કરી લીધું. ત્યાર પછી યોગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયા. અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનેહવિજ્યજી આદિ તેઓશ્રીની સેવામાં અવિસ્ત વિચરતા રહેતા. જિનાગમનો ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજે સ્વહસ્તે સં, ૧૯૬૯માં કારતક વદ ૯ને દિવસે છાણ ગામે ગણિ-પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણોથી ભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7