Book Title: Vijay Siddhisuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249122/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શાસનપ્રભાવક પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ. તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવો પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોવિજયસૂરીશ્વરજી મહારાજ બાહ્ય–અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદય પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરે અને આચાર્યદેવે થઈ ગયા, તેમાં સૌથી વયેવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા, પંચમ ગણધર શ્રી. સુધર્માસ્વામીજી શતાયુ હતા. એ રીતે જેમણે “સતં વિ ફા” એ ઉક્તિ પ્રમાણે એક છે કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોય એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાન થઈ ગયા; જેમ કે. આર્ય પ્રભવસ્વામીજી ૧૦૫ વર્ષ, આર્ય ધર્મઘોષ. સૂરિજી ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી ૧૦૦ વર્ષ, શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૦૫ વર્ષ, શ્રી વજસેનસૂરિજી ૧૨૮ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી રેવતીમિત્ર 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૭૭ સૂરિજી ૧૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૧૧૧ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી ૧૧૦ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૧૫ વર્ષ વગેરે વગેરે. એ જ રીતે, એવા પણ શ્રમણે છે કે જેમને દીક્ષા પર્યાય ચાર વીશી કરતાં ય લાંબે હેય. જેવા કે, આર્ય સુદિલ અને શ્રી રેવતિમિત્રસૂરિજી ૮૪ વર્ષ, આર્ય ઘમસૂરિજી ૮૪ કે ૮૮ વર્ષ, શ્રી વાસ્વામીજી ૮૦ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૯૭ વર્ષ, શ્રી રેવતીમિત્ર ૮૯, વર્ષ, શ્રી સિંહસૂરિજી ૯૮ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૯૭ વર્ષ, આર્ય ભૂતદેત્નસૂરિજી ૧૦૧ વર્ષ, શ્રી ધર્મઘોષસૂરિજી ૯૩ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૦૫ વર્ષ વગેરે વગેરે. પૂજ્ય બાપજી મહારાજ પણ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષા પર્યાયને ધારણ કરનાર આવા વેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષેની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા. અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ધ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તે કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પિતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે ! પૂ. આચાર્ય મહારાજને જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫ - રક્ષાબંધનના પુનિત પર્વને દિવસે સાળ વળાદમાં થયું હતું. એમનું પિતાનું વતન અમદાવાદ-ખેતરપાળની પિળમાં હતું. હાલ પણ એમના કુટુંબીજને ત્યાં જ રહે છે. આ પળ અમદાવાદની મધ્યમાં માણેકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પિળની નજીકમાંથી ભદ્રનો કિલ્લે અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબેન હતું. બંને ધર્મપરાયણ અને પિતાનાં સંતાનોમાં ધર્મના સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્ર અને એક પુત્રી હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચુનીલાલ હતું. ચુનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. કઈ પણ કામમાં ખૂબ રસ દાખવતા અને ખંત દર્શાવતા હતા. પરિણામે કઈ પણ કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કેઈને પણ વહાલા થઈ પડવાને સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બોલાવે અને ચાહે. ચુનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. જેને કઈ પણ પ્રકારનું કામ હોય તે ચુનીલાલને બોલાવે અને ચુનીલાલ પણ તરત જ ખડે પગે હાજર થઈ જાય! પરંતુ, આમાં નવાઈની વાત એ હતી કે ચુનીલાલ ભલે કઈ પણ કામમાં ઓતપ્રેત થઈ જાય, પણ એમને અંતરંગ રસ તે વૈરાગ્યનો જ. ઘરનું અને બહારનું બધું કામ કરે, પણ હે સદાય જળકમલવતું. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને કામથી અલિપ્ત રહેવામાં એમની વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થઈ હતી. પરિણામે, કઈ પણ કાર્ય ક્યનું ન તે એમને અભિમાન થતું કે ન તો તેની પ્રશંસા સાંભળીને કુલાઈ જતા. 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શાસનપ્રભાવક સમતાનો પાઠ જાણે કે ઘરમાંથી જ શીખવા મળ્યું હતું. મન આડુંઅવળું જવા માગે તે અંતરમાં બેઠેલે વૈરાગ્ય એને સીધે માર્ગે રાખે. નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલ. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એઓ લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ધાર્મિક શીખવતા અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણને પણ નોંધપાત્ર હિસ્સો હતે. ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉંમરના થયા અને સૌનાં માતાપિતાની જેમ, એમનાં માતાપિતાને પણ એમના લગ્નના લહાવા લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલને આત્મા તે વૈરાગ્યને ચાહક હતે. એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપત હિતે; વૈરાગી પુત્રને સંયમની તાલાવેલી લાગી ! યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યું. વડીલે કહે પરણાવ્યા વગર રહીએ નહીં; પુત્ર કહે પણું નહીં. છેવટે માતાપિતાની આજ્ઞાને વિનીત ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કુવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ મેટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તે કર્યું, પણ અંતરને વૈરાગ્ય દૂર ન થશે. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભગવ્યું ન જોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની. અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચુનીલાલે અફર નિશ્ચય કરી લીધું કે હવે સંયમ લીધે જ છૂટકે. ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. માતાપિતા અને કુટુંબીજનોએ ખૂબ વિરોધ કર્યો. આમ દીક્ષા લે તે પત્ની ચંદનબહેનની શી સ્થિતિ થાય? કામગરા ચુનીલાલ પર મોટાભાઈને ખૂબ હેત. એમને તે ચુનીલાલ ચાલ્યા જાય તો પિતાની એક ભુજા કપાઈ જવા જેવું દુઃખ થાય. એટલે આ વિરોધમાં એ સૌથી મોખરે હતા. પણ ચુનીલાલ આ વખતે પાકે નિશ્ચય કરી ચૂક્યા હતા. એમને આગ્રહ પણ કુટુંબીજનોના આગ્રહથી ચઢી જાય એવો હતો. કુટુંબીજનોએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા, પણ એ કોઈ પણ રીતે માન્યા નહીં. એક દિવસ તે પિતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને સાધુવેષ પણ પહેરી લીધે! કુટુંબીઓ સામે થયા, તે ત્રણ દિવસ લગી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું મંજૂર રાખ્યું, પણ પિતાને નિશ્ચય અડગ રાખે. છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્નપ્રસંગે માતાપિતાને આગ્રહ સફળ થયું હતું, તે આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખે પડ્યો. આ રીતે ચુનીલાલે પિતાની અણનમ સંકલ્પશક્તિને સૌને પરિચય કરાવ્યું. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં અંત સુધી વ્યાપી રહ્યું હતું. કુટુંબના સજજડ વિરોધમાં કેણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય એટલે પિતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પળના ઉપાશ્રયમાં રહ્યા. અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પિળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને દિવસે 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ ંતા–ર ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા અને પૂ. મણિવિજયજી દાદાના સૌથી નાના શિષ્ય તરીકે ઘોષિત થયા. મુનિ શ્રી સિદ્ધિવિજયજીએ તે વતુ ચામાસુ`પતાના ગુરુ પૂ. મણિવિજયજી દાદા સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચોમાસુ પૂરુ થયું એટલામાં રાંદેરમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. શ્રી મણિવિજયજી દાદા હતા તે। માત્ર પન્યાસ જ, પણ આખા સંઘનું હિત એમના હૈયે વસ્યું હતું, એટલે સૌની ચિંતા પણ એ જ રાખતા. શ્રી રત્નસાગરજી મહારાજની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા. પણ માત્ર ચિંતા કરીને કે મેઢાની સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત પહોંચીને મુનિ શ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થઈ જવાની આજ્ઞા ક્રમાવી. મુનિ શ્રી સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, અને ગુરુદેવ પર અપાર પ્રીતિ ધરાવનાર હતા. વળી પૂ. મણિવિજયજી દાદાની ઉંમર પણ ૮૨-૮૩ વર્ષની; વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાના ડુંગર પણ કચારેક કયારેક ડાલતા લાગતા હતા. આ પરિસ્થિતિમાં શ્રી સિદ્ધિ વિજયજીનું મન ગુરુજીનું સાંન્નિધ્ય ઊડવા કાર્ટ રીતે તૈયાર ન હતું. પણ પૂ. ગુરુજીની આજ્ઞા થઇ, અને ત્રાજ્ઞાનુળાવિયાળીયા, અને ગુરૌપજ્ઞાનીયતી એમ શિરોધાય કરીને તેઓશ્રી સત્વરે સુરત શ્રી રત્નસાગરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સુરત પાસે રાંદેરમાં ચેકમાસુ કર્યું. ભાગ્યયેાગે એ ચામાસામાં જ (આસો સુદ આઠમે ) પૂ. મણિવિજયજી દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીના મનમાં પૂ. ગુરુજીના અંતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયા. એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમિયાન, દીક્ષા પછીના છએક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે પૂ. ગુરુજીની એવી સાચા દિલથી સેવા કરી હતી કે આખી જિ’દગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂકા હતા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીનું શિષ્યપણું સફળ થયું હતું. પૂ. શ્રી રત્નસાગરજી મહારાજ કઈક આકરા સ્વભાવના અને એમાં લાંબા વખતથી બીમાર એટલે સ્વભાવ વધારે આકરા થઈ ગયેા હતે. છતાં મુનિશ્રી સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિથી સેવા કરીને એમનુ દિલ જીતી લીધું. તે એટલે સુધી કે, કેાઈ કાંઈ વાત કરવા આવતું તે રત્નસાગરજી મહારાજ એમને શ્રી સિદ્ધિવિજયજી પાસે જ મેકલી આપતા. આ રીતે તેઓશ્રીએ શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વર્ષો સુધી ખડે પગે સેવા કરી અને તેઓશ્રી એક આદર્શ વૈયાવચ્ચ કરનાર લેખાયા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ સુરતમાં હતા તે દરમિયાન ત્યાંના બીજા કોઇ ઉપાશ્રયમાં એક ખરતરગચ્છના મુનિ બીમાર પડી ગયા. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી એટલે એ વૈયાવચ્ચપ્રિય આત્માએ સેવાનું કાર્ય ઉપાડી લીધું. રાજ સવારે વ્યાખ્યાન વાંચે અને પછી પેલા ખરતર ગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, ગોચરી વગેરે લાવી આપે; પછી પાતે ઉપાશ્રયે પાછા આવીને એકાસણું કરે. પૂ. શ્રી મણિવિજયજી દાદા પેાતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત શ્રી રત્નસાગરજીની સેવા માટે રવાના કરે અને મુનિશ્રી સિદ્ધિવિજયજી પાતાની અનેક જવાબદારીએ છતાં એક ખરતરગચ્છના બીમાર મુતિની સેવા કરવાનું સ્વીકારે, એ બીના એટલું દર્શાવવા 2010-04 ૧૭૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શાસનપ્રભાવક માટે પૂરતી છે કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવા ભદ્રપરિણામ અને એકબીજાના સુખે સુખી દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં ! સુરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક પાઠશાળા સ્થાપવાનું નકકી થયું, તે તેની સાથે સગત મુનિશ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું અને એ રીતે પિતાની નિષ્કામવૃત્તિનો અને નિઃસ્પૃહી સ્વભાવને પરિચય આપ્યો. સુરતમાં રહ્યા તે દરમિયાન મુનિશ્રી સિદ્ધિવિજ્યજી પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમણે પૂજ્યશ્રી પાસે સૂત્રસિદ્ધાંતને, ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રને અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા સ્થપાઈ. પૂ. આત્મારામજી મહારાજ તે એમને છેટા ચાચા” કહીને બોલાવતા. પૂજ્યશ્રીને અભ્યાસ પ્રત્યે ખૂબ તાલાવેલી રહેતી. એ માટે તેઓશ્રી ગમે તેટલી મહેનત કરવાનું અને ગમે તે કષ્ટ સહન કરવાનું સ્વીકારી લેતા. એક વાર તેઓશ્રી છાણ હતા તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાય. પૂજ્યશ્રીને થયું કે આવા વિદ્વાન પાસે કાવ્ય અને ન્યાયને અભ્યાસ કરવાનું મળે તે કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વદરામાં, એ કેમ બને? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, બાર માઈલની મજલ કરવી, અને સાધુજીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કર્યું. પરંતુ પૂજ્યશ્રીનું સંકલ્પબળ પ્રથમથી જ અજેય કિલ્લા સમું હતું. તેઓશ્રીએ સવારે છાણીથી વડોદરા જવાનું, વડોદરા પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રોજ છાણી પાછા આવવાનું એ કમ મહિનાઓ સુધી ચાલુ રાખ્યો. સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ.સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજ્યજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પંદર હજાર માનવમેદની એકત્રિત થઈ હતી. દૂર દૂરથી જેન આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક મહિના સુધી જમણવાર થયા હતા અને એ સમયે એક લાખ રૂપિયા ખર્ચ થ. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને કંઠ મધુર, ભલભલાને મેહી લે એ હતે. એટલે જ્ઞાન સાથે વાણની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચને અદ્ભુત પ્રભાવ પાથરતા. જ્ઞાને પાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાન સાધના. બાહ્ય અને અત્યંતરે તપને એક જ જીવનમાં આટલે સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મ પુસ્તક હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકે લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકના કલાકે સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતેના આધારે એનું સંશાધન કરે. એમાં કલાકે વીતી જાય તે પણ ન થાકે, ન કંટાળે. પ્રતે લખવા-સુધારવાનાં ક્લમ, શાહી, હડતાલ વગેરે પાસે પડ્યાં જ હોય. એ માટે ખાસ ઊંચી ઘડી કરાવેલી, તે આજે પણ પૂજ્ય બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખેએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠગને પણ અભ્યાસ કરેલે. કદાચ એમ કહી 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૧૮૧ શકાય કે તેઓશ્રીનું સ્વાથ્ય રહ્યું તેમાં હગનો પણ હિસ્સો હશે જ. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે તેમ ન હોય ત્યારે તેઓશ્રી પિતાના મનને જપ-ધ્યાનના માર્ગે વાળતા. ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તે પૂ. બાપજી મહારાજનું જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૯૫૭ થી તેઓશ્રી ચોમાસામાં એકાંતરે ઉપવાસનું માસી તપ કરતા હતા અને ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બેત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલે તાવ આવી જતા તે પણ તપભંગ થતું નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ પણ અસ્વાદગ્રતનું ઉત્તમ દષ્ટાંત હતું. મૂળે તે આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની-લૂખીસૂકી હોય, એ પૂજ્યશ્રીના વ્રતમાં પ્રતીત થતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા છતાં તેઓશ્રી કદી કેધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કસ્તા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : “હતું , તારું ભલું થાય !” સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દ કેઈના હૃદયને સ્પર્શી જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીને એક મુદ્રાલેખ હતો કે મને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખેદ વાળવાનું તોફાન કરે. તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યુગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાને પાઠ શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ છે. - પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠા અને અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીને શિષ્યસમુદાય ૪૦ ઉપરાંત છે. એ દર્શાવે છે કે તેઓશ્રી શિષ્યમોમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તે ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતું કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયે છે! ભલે પછી તે ગમે તેના શિષ્ય-શિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી, પિતાને તે સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાને જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પિતાના ગુરુદેવને કદી વિસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શકયા નહીં તે છેવટે બીમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને ગુરુમૂર્તિના દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. ઉપરાંત, એક અજબ વાત તે જુઓ ઃ વીસેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક વૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું ચાલવાને પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડે ચઢીને ત્યાં બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાને કેડ જાગે છે. અને પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમે ધીમી ગતિથી મજલ કાપીને, ડાળીની મદદ લીધા વિના, બને ગિરિરાજોની યાત્રા કરીને પાછા ફર્યા. કોઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું તે, 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક 182 આટલી ઉંમરે ગિરિરાજની સ્પર્શના મુશ્કેલ અને તીર્થભૂમિની નિરર્થક અશાતના થાય, એ માટે ઈન્કાર કર્યો. આટલી વયેવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કેઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નક્કી સમયે નિર્ણત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે? એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવાનો પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચું તર્પણ છે! તેઓશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજ હતું, તેમને પણ આજે 300 સાધ્વી પરિવાર વિચરે છે. એવા કીતિની કામનાથી મુક્ત વૃિદ્ધ પૂ. બાપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના ! (સંકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ) - % - જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરસ્મરણીય મહાપુરુષ પૂ. આચાર્યશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વીશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સદુધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સગુણથી શુભતાં ધર્મપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩૨ના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયો. બાળકનું નામ મૂલચંદ પાડ્યું. મૂલચંદ બાળપણથી જ મહાન ગુણેને ધારણ કરનાર બન્યા. 5 વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કોલેજમાં પાસ થયા પરંતુ ગુરુદેવના બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુંબીજનોને સહર્ષ અનુમતિ મેળવી સં. ૧૯૫૮ના કારતક વદ ૯ના દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંધ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજ્યજી નામે ઘેષિત થયા. થડા સમય બાદ છાણ ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિને ગહન અભ્યાસ કરી લીધું. ત્યાર પછી યોગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયા. અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનેહવિજ્યજી આદિ તેઓશ્રીની સેવામાં અવિસ્ત વિચરતા રહેતા. જિનાગમનો ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજે સ્વહસ્તે સં, ૧૯૬૯માં કારતક વદ ૯ને દિવસે છાણ ગામે ગણિ-પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણોથી ભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર 2010_04