________________
શ્રમણભગવતે-૨
૧૮૧ શકાય કે તેઓશ્રીનું સ્વાથ્ય રહ્યું તેમાં હગનો પણ હિસ્સો હશે જ. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે તેમ ન હોય ત્યારે તેઓશ્રી પિતાના મનને જપ-ધ્યાનના માર્ગે વાળતા.
ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તે પૂ. બાપજી મહારાજનું જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૯૫૭ થી તેઓશ્રી ચોમાસામાં એકાંતરે ઉપવાસનું માસી તપ કરતા હતા અને ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બેત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલે તાવ આવી જતા તે પણ તપભંગ થતું નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ પણ અસ્વાદગ્રતનું ઉત્તમ દષ્ટાંત હતું. મૂળે તે આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની-લૂખીસૂકી હોય, એ પૂજ્યશ્રીના વ્રતમાં પ્રતીત થતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા છતાં તેઓશ્રી કદી કેધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કસ્તા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : “હતું , તારું ભલું થાય !” સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દ કેઈના હૃદયને સ્પર્શી જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીને એક મુદ્રાલેખ હતો કે મને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખેદ વાળવાનું તોફાન કરે. તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યુગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાને પાઠ શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ છે.
- પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠા અને અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીને શિષ્યસમુદાય ૪૦ ઉપરાંત છે. એ દર્શાવે છે કે તેઓશ્રી શિષ્યમોમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તે ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતું કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયે છે! ભલે પછી તે ગમે તેના શિષ્ય-શિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી, પિતાને તે સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાને જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પિતાના ગુરુદેવને કદી વિસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શકયા નહીં તે છેવટે બીમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને ગુરુમૂર્તિના દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા.
ઉપરાંત, એક અજબ વાત તે જુઓ ઃ વીસેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક વૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું ચાલવાને પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડે ચઢીને ત્યાં બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાને કેડ જાગે છે. અને પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમે ધીમી ગતિથી મજલ કાપીને, ડાળીની મદદ લીધા વિના, બને ગિરિરાજોની યાત્રા કરીને પાછા ફર્યા. કોઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું તે,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org