________________
૧૮૦
શાસનપ્રભાવક માટે પૂરતી છે કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવા ભદ્રપરિણામ અને એકબીજાના સુખે સુખી દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં ! સુરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક પાઠશાળા
સ્થાપવાનું નકકી થયું, તે તેની સાથે સગત મુનિશ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું અને એ રીતે પિતાની નિષ્કામવૃત્તિનો અને નિઃસ્પૃહી સ્વભાવને પરિચય આપ્યો.
સુરતમાં રહ્યા તે દરમિયાન મુનિશ્રી સિદ્ધિવિજ્યજી પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમણે પૂજ્યશ્રી પાસે સૂત્રસિદ્ધાંતને, ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રને અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા સ્થપાઈ. પૂ. આત્મારામજી મહારાજ તે એમને
છેટા ચાચા” કહીને બોલાવતા. પૂજ્યશ્રીને અભ્યાસ પ્રત્યે ખૂબ તાલાવેલી રહેતી. એ માટે તેઓશ્રી ગમે તેટલી મહેનત કરવાનું અને ગમે તે કષ્ટ સહન કરવાનું સ્વીકારી લેતા. એક વાર તેઓશ્રી છાણ હતા તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાય. પૂજ્યશ્રીને થયું કે આવા વિદ્વાન પાસે કાવ્ય અને ન્યાયને અભ્યાસ કરવાનું મળે તે કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વદરામાં, એ કેમ બને? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, બાર માઈલની મજલ કરવી, અને સાધુજીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કર્યું. પરંતુ પૂજ્યશ્રીનું સંકલ્પબળ પ્રથમથી જ અજેય કિલ્લા સમું હતું. તેઓશ્રીએ સવારે છાણીથી વડોદરા જવાનું, વડોદરા પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રોજ છાણી પાછા આવવાનું એ કમ મહિનાઓ સુધી ચાલુ રાખ્યો.
સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ.સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજ્યજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પંદર હજાર માનવમેદની એકત્રિત થઈ હતી. દૂર દૂરથી જેન આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક મહિના સુધી જમણવાર થયા હતા અને એ સમયે એક લાખ રૂપિયા ખર્ચ થ. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને કંઠ મધુર, ભલભલાને મેહી લે એ હતે. એટલે જ્ઞાન સાથે વાણની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચને અદ્ભુત પ્રભાવ પાથરતા. જ્ઞાને પાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાન સાધના. બાહ્ય અને અત્યંતરે તપને એક જ જીવનમાં આટલે સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મ પુસ્તક હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકે લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકના કલાકે સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતેના આધારે એનું સંશાધન કરે. એમાં કલાકે વીતી જાય તે પણ ન થાકે, ન કંટાળે. પ્રતે લખવા-સુધારવાનાં ક્લમ, શાહી, હડતાલ વગેરે પાસે પડ્યાં જ હોય. એ માટે ખાસ ઊંચી ઘડી કરાવેલી, તે આજે પણ પૂજ્ય બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખેએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠગને પણ અભ્યાસ કરેલે. કદાચ એમ કહી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org