SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ ૧૭૭ સૂરિજી ૧૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૧૧૧ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી ૧૧૦ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૧૫ વર્ષ વગેરે વગેરે. એ જ રીતે, એવા પણ શ્રમણે છે કે જેમને દીક્ષા પર્યાય ચાર વીશી કરતાં ય લાંબે હેય. જેવા કે, આર્ય સુદિલ અને શ્રી રેવતિમિત્રસૂરિજી ૮૪ વર્ષ, આર્ય ઘમસૂરિજી ૮૪ કે ૮૮ વર્ષ, શ્રી વાસ્વામીજી ૮૦ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૯૭ વર્ષ, શ્રી રેવતીમિત્ર ૮૯, વર્ષ, શ્રી સિંહસૂરિજી ૯૮ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૯૭ વર્ષ, આર્ય ભૂતદેત્નસૂરિજી ૧૦૧ વર્ષ, શ્રી ધર્મઘોષસૂરિજી ૯૩ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૦૫ વર્ષ વગેરે વગેરે. પૂજ્ય બાપજી મહારાજ પણ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષા પર્યાયને ધારણ કરનાર આવા વેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષેની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા. અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ધ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તે કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પિતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે ! પૂ. આચાર્ય મહારાજને જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫ - રક્ષાબંધનના પુનિત પર્વને દિવસે સાળ વળાદમાં થયું હતું. એમનું પિતાનું વતન અમદાવાદ-ખેતરપાળની પિળમાં હતું. હાલ પણ એમના કુટુંબીજને ત્યાં જ રહે છે. આ પળ અમદાવાદની મધ્યમાં માણેકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પિળની નજીકમાંથી ભદ્રનો કિલ્લે અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબેન હતું. બંને ધર્મપરાયણ અને પિતાનાં સંતાનોમાં ધર્મના સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્ર અને એક પુત્રી હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચુનીલાલ હતું. ચુનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. કઈ પણ કામમાં ખૂબ રસ દાખવતા અને ખંત દર્શાવતા હતા. પરિણામે કઈ પણ કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કેઈને પણ વહાલા થઈ પડવાને સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બોલાવે અને ચાહે. ચુનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. જેને કઈ પણ પ્રકારનું કામ હોય તે ચુનીલાલને બોલાવે અને ચુનીલાલ પણ તરત જ ખડે પગે હાજર થઈ જાય! પરંતુ, આમાં નવાઈની વાત એ હતી કે ચુનીલાલ ભલે કઈ પણ કામમાં ઓતપ્રેત થઈ જાય, પણ એમને અંતરંગ રસ તે વૈરાગ્યનો જ. ઘરનું અને બહારનું બધું કામ કરે, પણ હે સદાય જળકમલવતું. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને કામથી અલિપ્ત રહેવામાં એમની વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થઈ હતી. પરિણામે, કઈ પણ કાર્ય ક્યનું ન તે એમને અભિમાન થતું કે ન તો તેની પ્રશંસા સાંભળીને કુલાઈ જતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249122
Book TitleVijay Siddhisuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size214 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy