Book Title: Vijay Siddhisuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ ૧૭૮ શાસનપ્રભાવક સમતાનો પાઠ જાણે કે ઘરમાંથી જ શીખવા મળ્યું હતું. મન આડુંઅવળું જવા માગે તે અંતરમાં બેઠેલે વૈરાગ્ય એને સીધે માર્ગે રાખે. નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલ. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એઓ લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ધાર્મિક શીખવતા અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણને પણ નોંધપાત્ર હિસ્સો હતે. ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉંમરના થયા અને સૌનાં માતાપિતાની જેમ, એમનાં માતાપિતાને પણ એમના લગ્નના લહાવા લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલને આત્મા તે વૈરાગ્યને ચાહક હતે. એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપત હિતે; વૈરાગી પુત્રને સંયમની તાલાવેલી લાગી ! યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યું. વડીલે કહે પરણાવ્યા વગર રહીએ નહીં; પુત્ર કહે પણું નહીં. છેવટે માતાપિતાની આજ્ઞાને વિનીત ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કુવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ મેટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તે કર્યું, પણ અંતરને વૈરાગ્ય દૂર ન થશે. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભગવ્યું ન જોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની. અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચુનીલાલે અફર નિશ્ચય કરી લીધું કે હવે સંયમ લીધે જ છૂટકે. ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. માતાપિતા અને કુટુંબીજનોએ ખૂબ વિરોધ કર્યો. આમ દીક્ષા લે તે પત્ની ચંદનબહેનની શી સ્થિતિ થાય? કામગરા ચુનીલાલ પર મોટાભાઈને ખૂબ હેત. એમને તે ચુનીલાલ ચાલ્યા જાય તો પિતાની એક ભુજા કપાઈ જવા જેવું દુઃખ થાય. એટલે આ વિરોધમાં એ સૌથી મોખરે હતા. પણ ચુનીલાલ આ વખતે પાકે નિશ્ચય કરી ચૂક્યા હતા. એમને આગ્રહ પણ કુટુંબીજનોના આગ્રહથી ચઢી જાય એવો હતો. કુટુંબીજનોએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા, પણ એ કોઈ પણ રીતે માન્યા નહીં. એક દિવસ તે પિતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને સાધુવેષ પણ પહેરી લીધે! કુટુંબીઓ સામે થયા, તે ત્રણ દિવસ લગી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું મંજૂર રાખ્યું, પણ પિતાને નિશ્ચય અડગ રાખે. છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્નપ્રસંગે માતાપિતાને આગ્રહ સફળ થયું હતું, તે આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખે પડ્યો. આ રીતે ચુનીલાલે પિતાની અણનમ સંકલ્પશક્તિને સૌને પરિચય કરાવ્યું. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં અંત સુધી વ્યાપી રહ્યું હતું. કુટુંબના સજજડ વિરોધમાં કેણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય એટલે પિતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પળના ઉપાશ્રયમાં રહ્યા. અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પિળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને દિવસે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7