Book Title: Vijay Premsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૩૩૨ શાસનપ્રભાવક શાસ્ત્રના રંગથી રંગી દીધું હતું. શાનું જ્ઞાન પંડિત બનવા પૂરતું કે પરના ઉપદેશ માટે કે વિતંડાવાદ માટે ન હતું, પણ સ્વયં જીવનમાં પરિણમાવવા માટે હતું. સ્વયં આરાધનામાં, સમુદાયમાં, શાસનના અને સંઘના પ્રશ્નોમાં સર્વત્ર તેઓશ્રી શાસ્ત્રવચનને અને વડીલ ગીતાર્થોને આગળ કરતા. પિતે પણ એવા સમર્થ ગીતાર્થ હતા કે કયારે ઉત્સર્ગ માગને અપનાવવો, કયા સંજોગોમાં અપવાદમાગને અપનાવે તે વધુ સારી રીતે જાણુને શાસ્ત્રજ્ઞા અને પરંપરાનું સ્વરથાને ઔચિત્ય સમજીને સંઘને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને યોગ્ય માર્ગ, દર્શન કરતા. સંઘભેદથી તેઓશ્રી વ્યથિત હતા. “અલ્પ વ્યય અને અધિક લાભમાં પ્રવર્તતા વણિકની જેમ ગીતાર્થો મહાલાભ અને અલ્પ દોષવાળી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે.” આ છેત્ર સૂત્રનાં વચનને તેઓશ્રીએ આત્મસાત્ કર્યું હતું. વળી, “સમસટ્ટા રવિયા જુગ વિત્ત અમારા હૃતિ-એકસરખી પ્રરૂપણા અને સામાચારીવાળા જી તીર્થના પ્રભાવક થાય છે.” એ મહોપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજનું વચન પણ તેઓશ્રીના હૃદયમાં સુસ્થાપિત હતું; એટલે ભારે જહેમત ઉઠાવીને સં. ૧૯૯૨થી તપગચ્છમાં થયેલ તિથિભેદને તેઓશ્રીએ અપવાદિક પટ્ટકનું આલંબન લઈને સં. ૨૦૨૦માં મહદંશે નિવાર્યો હતે. સંઘભેદ નિવારવાનું તેઓશ્રીના જીવનનું આ મહાન કાર્ય હતું. પૂજ્યશ્રીની મતિ અતિ સૂક્ષ્મ હતી. સૂક્ષ્મ પદાર્થોનું ઊંડું અવગાહન કરતા, એટલું જ નહિ, કઠણમાં કઠણ ને પણ પિતાની બુદ્ધિથી ઉકેલવા પ્રયત્ન કરતા. “અનેકાંત જયપતાકા” જેવા જટિલ ગ્રંથનું સંશોધન-સંપાદન પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે કરી આપવા છતાં ક્યાંય પિતાના નામ માટે આગ્રહ રાખ્યું ન હતું. “કમ પ્રકૃતિ” એ જૈનવાડમયમાં અતિ કઠિન અને સૂક્ષ્મમતિગ્રાહ્ય ગ્રંથ હતે. છેલ્લાં ઘડાં વર્ષોથી પરિશ્રમના અભાવે આ ગ્રંથનું અધ્યયન અટકી ગયું હતું. પૂજ્યશ્રીએ અથાગ મહેનત કરી, અનેક વાર ચિંતન-મનન કરી, કર્મપ્રકૃતિના પદાર્થોને ઉકેલ્યા. એટલું જ નહિ, પદાર્થોને કંઠસ્થ કર્યા અને વર્ષો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થોનું રાત્રિના ચાર-ચાર, છ-છ કલાક સુધી પારાયણ કર્યું. અનેક સાધુઓને તથા શ્રાવકને કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહાદિ શાનું શિક્ષણ આપ્યું. પૂજ્યશ્રીએ કર્મસિદ્ધાંત આત્મસાત્ કર્યો હતો, જેથી સકળ સંઘમાં કેઈને પણ આ કઠણ ગ્રંથનું અધ્યયન કરતાં શંકા ઉત્પન્ન થતી ત્યારે તે પૂજ્યશ્રી પાસે આવીને, તેનું સમાધાન મેળવીને, સંતુષ્ટ થના. પૂજ્યશ્રીએ ચૂર્ણિ, ટીકાઓ સહિત કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ અનેક ગ્રંથનું સંશોધન-સંપાદન કર્યું. સાથે સાથે કર્મસિદ્ધિ, માર્ગદ્વાર વિવરણ, સંક્રમકરણ ભાગ ૧-૨ વગેરે નૂતન ગ્રંથનું સર્જન પણ કર્યું. તદુપરાંત, તેઓશ્રીએ પિતાની પાછલી ઉંમરમાં દસ-બાર મુનિઓના સમૂહને કર્મસિદ્ધાંત વિષયક વિશેષ જ્ઞાન આપીને તૈયાર કર્યા અને અવગતિ, બંધવિધાન વગેરે લાખ કપ્રમાણ કર્મ સાહિત્યના વિશાળકાય ગ્રંથો તૈયાર કરાવી કમવિષયક જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. પૂજ્યશ્રીનું આ સાહિત્યસર્જન જિનશાસનમાં અમરત્વનું અધિકારી બની ચૂકયું છે. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાનથી જૈનેતર પંડિતે પણ આકર્ષાયા હતા. વડોદરામાં પંડિત પાસે પૂજ્યશ્રી ન્યાયને અભ્યાસ કરતા ત્યારે વડોદરાના રાજપંડિતને પૂજ્યશ્રીને પરિચય થયે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8