Book Title: Vijay Premsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249134/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૃતિ, સિદ્ધાંતમહાદલિ પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૪૦ ફાગણ સુદ ૧૫, નાંદિયા તી. મુ વતન : પિડવાડા, કભૂમિ: વ્યારા, દીક્ષા : સ’. ૧૯૪૭ કારતક વદ ૬, પાલીતાણા. * ગણિપદ : સ. ૧૯૭૬ ફાગણ વદ ૬, ડભાઈ, પન્યાસ્પદ : સ. ૧૯૮૧ ફાગણ વદ ૬, અમદાવાદ. * ઉપાધ્યાયપદ : મ. ૧૯૮૭ કારતક વદ ૩, મુંબઈ. આચાય પદ : સ. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. સ્વવાસ : સ. ૨૦૧૪ વૈશાખ વદ ૧૧, ખંભાત. શાસનપ્રભાવક ( આકાશમાં સૂર્યોદય થતાં જ કમળા વિકસ્વર થાય છે, તેવી જ રીતે, જૈનશાસનમાં તીર્થંકર ભગવંતે તથા આચાર્ય દેવાના ઉદય થતાં ભવ્યાત્માએ રૂપી કમળા વિકસ્પર થાય છે, તે ભવ્ય કમળાને વિકસ્વર કરનાર, ચારિત્રના પ્રકાશને વિશ્વમાં પાથરનાર, વિક્રમની વીસમી સદીના ઉત્તરાધ અને એકવીસમી સદીના પ્રારંભમાં ઊગેલ એ સૂય એટલે સિદ્ધાંત મહેાદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીર પરમાત્માની હયાતીમાં તેમના ભાઈ નંદિવ ને ભરાવેલ પ્રભુ મહાવીરનાં પ્રતિમાજી જીવતસ્વામી તરીકે આજે પણ રાજસ્થાનના નોંક્રિયા તીમાં બિરાજમાન છે. આવા મહાન તીથ માં પિંડવાડા ( જિ. શિાહી )ના સગૃહસ્થ ભગવાનભાઇનાં શીલસંપન્ન ધર્મ પત્ની કંકુબાઈની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયેા. પુત્રનુ નામ પ્રેમચંદ સ્થાપન થયું. એ સમયને અનુરૂપ વ્યાવહારિક શિક્ષણ લઈ ને તેએ વ્યવસાયાર્થે ગુજરાતમાં વ્યારા ( જિ. સુરત ) મુકામે આવ્યા, ગામમાં વિહારમાં આવતા-જતા મુનિમહારાજની સેવા કરતાં પ્રેમચંદજીને સ્વયં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. એક વાર વ્યારાથી નીકળી રેલવેમાં બેસી ગયા, પણ ખબર પડતાં જ મેહાધીન સ'ખ'ધીએ તેમને પાછા લઈ ગયા. થોડા દિવસમાં ફરી તક મળતાં વ્યારાથી સવારે ચાલવા માંડ્યુ. ૩૬ માઇલ ( લગભગ ૫૭ કિ. મી. ) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. ત્યાંથી વાહન દ્વારા પાલીતાણા પહોંચ્યા. પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રા સ્વીકાર્ડ્સ, સંયમયાગ્ય તાલીમ લીધી. ચાતુર્માંસ પૂર્ણ થયે સ. ૧૯૫૭ના કારતક વદ ને શુભ દિવસે અનંત સિદ્ધોથી પવિત્ર થયેલ શત્રુજય મહાગિની તળેટીમાં, અન્ય ચાર મુમુક્ષુએ સાથે પૂ. ઉપાધ્યાયજી મહારાજના શુભ હસ્તે ચારિત્રને પામી મુનિશ્રી દાનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી અન્યા. પૂર્વભવની સાધનાના અળે નિČળ ચારિત્રના સ`સ્કાર હતા જ; તેમાં ઉત્તમ ગુરુદેવાને ચાગ મળતાં સંયમની સાધના પ્રબળ બનવા માંડી. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પેાતાની ઇચ્છા બનાવી. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩૩૧ ઇગિત અને આકાર પરથી ગુરુના હૃદયના ભાવને જાણીને તે મુજબ ભક્તિ કરવા લાગ્યા. સાથેસાથ વૈયાવચ્ચ, સ્વાધ્યાય, નિર્દોષ ગોચરચર્યા, નિત્ય એકાશન, ઉગ્ર વિહારે, ઉગ્ર ત્યાગ, નિઃસ્પૃહતા, ગીતાર્થપણું ઇત્યાદિ અનેક પ્રકારની સાધના દ્વારા મુનિશ્રી પ્રેમવિજયજી ગુરુદેવના હૃદયમાં સ્થાન પામી ધન્યાતિધન્ય બની ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે પિતાના હૃદયમાં ગુરુને સ્થાપન કરે છે તે ધન્ય છે, જે ગુરુના હૃદયમાં સ્થાન મેળવે છે તે ધન્યાતિધન્ય છે. આજને કમ્યુટરના જમાનામાં અગાધ સાગરનાં જલબિંદુઓ કદાચ ગણી શકાય; પરંતુ સંયમૈકનિષ્ઠ ગુરુદેવના ગુણગણની ગણતરી થઈ શકે તેમ નથી. તેથી જ અહીં માત્ર તેઓશ્રીના થોડા ધ્યાનપાત્ર ગુણો જ યાદ કરીને સર્વ ગુણોની અનુમોદના કરીએ. ગલાનસેવા : શ્રેષ્ઠ વિનયના સ્વામી શ્રી પ્રેમવિજયજી મહારાજ સહવત ગુરુબંધુએ તથા અન્ય મુનિવરેની સેવામાં પણ એક્કા હતા. દરજ ઉભયતંક ગોચરી પોતે જ જત. ગુરુભગવંતની સેવામાં સતત જાગૃત રહેતા. ગ્યાન મુનિઓની સેવાને તે તેઓશ્રીએ જીવનમંત્ર બનાવેલ. કેમકે, “જો અને સેવ શો દરે રૂ . અર્થાત્, જે ગ્લાન મુનિઓની સેવા કરે છે તે મને સેવે છે.' એ શાસ્ત્ર પાઠ પૂજ્યશ્રીના હૃદયમાં જીવંતપણે અંકિત થઈ ગયે હિતે. પોતાની મુનિ અવસ્થામાં સ્વયં ક્યાંય કંઈ મુનિના ગ્લાનિપણાની વાત સાંભળતાં જ ત્યાં પહોંચી જતા અને તરત જ સેવામાં લાગી જતા. સૂરિપદ પર પહોંચ્યા પછી પણ તેઓશ્રી પિતાના મુનિ મહારાજને મોકલીને પણ ધ્યાનની સેવા કરાવતા. તાનસેવામાં તેઓશ્રી સ્વસમુદાય-પરસમુદાયને ભેદ રાખતા નહીં. સ્વયં પિતાની આચાર્યપદવીના પ્રસંગે પણ પિતે પ્લાનમુનિના ઔષધાદિ માટે પાટણ શેકાયેલા, ત્યાંથી ગુરુદેવે તેઓશ્રીને પદવીદાનની અજાણમાં રાખી, તાત્કાલિક રાધનપુર બોલાવી પાણે આચાર્ય પદથી વિભૂષિત કરેલા. શ્રુતસાધના : ગુરુવિનય અને વૈયાવચ્ચમાં ઓતત પૂજ્યશ્રી પ્રતસાધનામાં પણ પાછળ ન હતા. ગુનિશ્રામાં રહીને તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, પ્રકરણ, કર્મગ્રંથ આદિનો અભ્યાસ કરીને આગમનું વાચન અને ઊંડું પરિશીલન કર્યું. છત્રસૂત્રને વારંવાર વાંચ્યાં. ઉપરાંત, અનેક મુનિવરને પ્રકરણ-કર્મગ્રંથાદિનાં અધ્યયન કરાવ્યાં, આગમોની વાચના આપી. યેગ્ય અધિકારપ્રાપ્તિ સાધુઓને છેટ સૂત્રોનાં પરિશીલનથી જ સંપૂર્ણ ગીતાર્થપણું આવે છે એ તેઓશ્રી બરાબર જાણતા અને તેથી જ સુયોગ્ય આત્માઓને તેને અભ્યાસ કરાવવા જાતે ખૂબ પરિશ્રમ કરતા. પૂજ્યશ્રીની વિશેષતા એ હતી કે પોતે શુદ્ધ સંયમના અત્યંત ખપી હતા. તેથી શાસ્ત્રોમાં સંયમને લગતી જે જે વાતો વાંચતા. તેમાંની બધી જ શક્ય વાતને અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહેતા. નિત્ય એકાસણાં, બરે ગોચરી પછી ગમે તેવી તપેલી સડક પર ચાલતાં ચાલતાં દૂર દૂર નિહારભૂમિ (સ્થડિલ) જવાનું, ગોચરીના બેંતાલીશ દોષ અને માંડલીના પાંચ દાનું વજન, વિહારમાં જૈનેના ધર અ૯પ હોય કે જેનાં ઘર બિલકુલ ન હોય ત્યારે જેનેરેનાં ઘરની ગોચરી વાપરવી, દિવસે સતત સ્વાધ્યાય, શાસ્ત્રવાચન અને રાત્રે કલાકે સુધી પદાર્થોનું પરાવર્તન અને ચિંતન – આ સર્વથી તેઓશ્રીએ પિતાનું જીવન સંપૂર્ણપણે 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શાસનપ્રભાવક શાસ્ત્રના રંગથી રંગી દીધું હતું. શાનું જ્ઞાન પંડિત બનવા પૂરતું કે પરના ઉપદેશ માટે કે વિતંડાવાદ માટે ન હતું, પણ સ્વયં જીવનમાં પરિણમાવવા માટે હતું. સ્વયં આરાધનામાં, સમુદાયમાં, શાસનના અને સંઘના પ્રશ્નોમાં સર્વત્ર તેઓશ્રી શાસ્ત્રવચનને અને વડીલ ગીતાર્થોને આગળ કરતા. પિતે પણ એવા સમર્થ ગીતાર્થ હતા કે કયારે ઉત્સર્ગ માગને અપનાવવો, કયા સંજોગોમાં અપવાદમાગને અપનાવે તે વધુ સારી રીતે જાણુને શાસ્ત્રજ્ઞા અને પરંપરાનું સ્વરથાને ઔચિત્ય સમજીને સંઘને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને યોગ્ય માર્ગ, દર્શન કરતા. સંઘભેદથી તેઓશ્રી વ્યથિત હતા. “અલ્પ વ્યય અને અધિક લાભમાં પ્રવર્તતા વણિકની જેમ ગીતાર્થો મહાલાભ અને અલ્પ દોષવાળી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે.” આ છેત્ર સૂત્રનાં વચનને તેઓશ્રીએ આત્મસાત્ કર્યું હતું. વળી, “સમસટ્ટા રવિયા જુગ વિત્ત અમારા હૃતિ-એકસરખી પ્રરૂપણા અને સામાચારીવાળા જી તીર્થના પ્રભાવક થાય છે.” એ મહોપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજનું વચન પણ તેઓશ્રીના હૃદયમાં સુસ્થાપિત હતું; એટલે ભારે જહેમત ઉઠાવીને સં. ૧૯૯૨થી તપગચ્છમાં થયેલ તિથિભેદને તેઓશ્રીએ અપવાદિક પટ્ટકનું આલંબન લઈને સં. ૨૦૨૦માં મહદંશે નિવાર્યો હતે. સંઘભેદ નિવારવાનું તેઓશ્રીના જીવનનું આ મહાન કાર્ય હતું. પૂજ્યશ્રીની મતિ અતિ સૂક્ષ્મ હતી. સૂક્ષ્મ પદાર્થોનું ઊંડું અવગાહન કરતા, એટલું જ નહિ, કઠણમાં કઠણ ને પણ પિતાની બુદ્ધિથી ઉકેલવા પ્રયત્ન કરતા. “અનેકાંત જયપતાકા” જેવા જટિલ ગ્રંથનું સંશોધન-સંપાદન પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે કરી આપવા છતાં ક્યાંય પિતાના નામ માટે આગ્રહ રાખ્યું ન હતું. “કમ પ્રકૃતિ” એ જૈનવાડમયમાં અતિ કઠિન અને સૂક્ષ્મમતિગ્રાહ્ય ગ્રંથ હતે. છેલ્લાં ઘડાં વર્ષોથી પરિશ્રમના અભાવે આ ગ્રંથનું અધ્યયન અટકી ગયું હતું. પૂજ્યશ્રીએ અથાગ મહેનત કરી, અનેક વાર ચિંતન-મનન કરી, કર્મપ્રકૃતિના પદાર્થોને ઉકેલ્યા. એટલું જ નહિ, પદાર્થોને કંઠસ્થ કર્યા અને વર્ષો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થોનું રાત્રિના ચાર-ચાર, છ-છ કલાક સુધી પારાયણ કર્યું. અનેક સાધુઓને તથા શ્રાવકને કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહાદિ શાનું શિક્ષણ આપ્યું. પૂજ્યશ્રીએ કર્મસિદ્ધાંત આત્મસાત્ કર્યો હતો, જેથી સકળ સંઘમાં કેઈને પણ આ કઠણ ગ્રંથનું અધ્યયન કરતાં શંકા ઉત્પન્ન થતી ત્યારે તે પૂજ્યશ્રી પાસે આવીને, તેનું સમાધાન મેળવીને, સંતુષ્ટ થના. પૂજ્યશ્રીએ ચૂર્ણિ, ટીકાઓ સહિત કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ અનેક ગ્રંથનું સંશોધન-સંપાદન કર્યું. સાથે સાથે કર્મસિદ્ધિ, માર્ગદ્વાર વિવરણ, સંક્રમકરણ ભાગ ૧-૨ વગેરે નૂતન ગ્રંથનું સર્જન પણ કર્યું. તદુપરાંત, તેઓશ્રીએ પિતાની પાછલી ઉંમરમાં દસ-બાર મુનિઓના સમૂહને કર્મસિદ્ધાંત વિષયક વિશેષ જ્ઞાન આપીને તૈયાર કર્યા અને અવગતિ, બંધવિધાન વગેરે લાખ કપ્રમાણ કર્મ સાહિત્યના વિશાળકાય ગ્રંથો તૈયાર કરાવી કમવિષયક જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. પૂજ્યશ્રીનું આ સાહિત્યસર્જન જિનશાસનમાં અમરત્વનું અધિકારી બની ચૂકયું છે. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાનથી જૈનેતર પંડિતે પણ આકર્ષાયા હતા. વડોદરામાં પંડિત પાસે પૂજ્યશ્રી ન્યાયને અભ્યાસ કરતા ત્યારે વડોદરાના રાજપંડિતને પૂજ્યશ્રીને પરિચય થયે. 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતાર ૩૩ પૂજ્યશ્રીએ તેમને રાજ્યના ગ્રંથભંડારનું અવલોકન કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ગુરુદેવને વિનતિ કરી અને રાજ્યના ગ્રંથભડારને વ્યવસ્થિત કરાવ્યે. પૂજયશ્રીના ચારિત્રથી આકર્ષિત થઈ પંડિતજીએ વડાદરાનરેશ પાસે પધારવા અને તેઓને ઉપદેશ આપવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પેાતાના ગુરુદેવ શ્રી પ'. શ્રી દાનવિજયજી મહારાજનાં વ્યાખ્યાનાનુ` વડોદરાનરેશના મહેલમાં આયેાજન કરાવ્યુ. આ વ્યાખ્યાનનું પુસ્તક છપાઇ રાજ્યની શાળામાં પાઠ્યપુસ્તક તરીકે મુકાયુ'. વડાદરાનરેશ પણ ઉભય ગુરુવર્યોના સહવાસથી આનંદિત થયા. પ્રવત માન સકળ સ`ધમાં ઉત્કૃષ્ટ જ્ઞાનીઓમાં પૂજ્યશ્રીએ પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. એક જ સાધુમાં આટલાં ઉત્કૃષ્ટ વિનયવૈયાવચ્ચ, તપ-ત્યાગ અને અોડ વિદ્વત્તા જોતાં ખરેખર, નવાઈ લાગે ! પરતુ અરિહંત શાસનના અને દેવગુરુના અચિંત્ય પ્રભાવ આગળ કશુ જ અશકય નથી, શ્રાવકસઘના મેાવડીએ પણ અવારનવાર સંઘના પ્રશ્નોમાં પૂજ્યશ્રીનુ યથા માદન મેળવીને પરમ તેજ અનુભવતા હતા. નિ:સ્પૃહતા : પૂજ્યશ્રીની નિઃસ્પૃહતાનું વર્ણન કરવું આપણી શક્તિ બહાર છે. વિશ્વના પ્રથમ પંક્તિના આ વિદ્વાન પાસે પેાતાની માલિકીનું એક પણ પુસ્તક કે નેટબુક કે પેન-પેન્સિલને ટુકડો પણ ન હતાં. તેએશ્રીએ જે કંઈ મેળળ્યું તે જ્ઞાનભડારાનાં જ પુસ્તકે દ્વારા, તે મેળવીને તરત જ પાછાં સુપ્રત કરી દેતા. એટલું જ નહિ, તેએ શ્રી ચાલુ ઉપયેગમાં આવતી ઉપધિથી વધારે એકાદ જોડ કપડાં, પાત્રા કે આસન પણ રાખતા નહીં. સયમની સુવાસથી આકર્ષિત થઈ નજીક આવતાં અનેક ભવ્યાત્માએને પ્રતિષેધ પાતે કરતા; પણ શિષ્યે તે બીજાના જ કરતા. આથી જ સાડાત્રણસો શિષ્ય-પ્રશિષ્યાના ગુરુ એવા તેઓશ્રીના સીધા શિષ્યાની સંખ્યા માત્ર ૧૬-૧૭ હતી ! શક્તિશાળી હોવા છતાં પૂજ્યશ્રી વ્યાખ્યાનની પાટ અને પદવીથી દૂર રહેતા. તેમને પૂ. ગુરુદેવે ગણપદ, પંન્યાસપત્ત અને ઉપાધ્યાયપદ પર પરાણે આરૂઢ કરેલા. તેમ છતાં, આચાર્યપદ માટે તે તેએશ્રી પૂ. ગુરુદેવને સતત નિષેધ કરી દૂર રહેતા. સુ’. ૧૯૯૧માં ચૈત્ર માસની ઓળી તેમના ગુરુદેવ શ્રી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રાધનપુર મુકામે ચાલતી હતી. ચૈત્ર સુદ ૧૪ને દિવસ જયાતિષમા ડ ગુરુદેવને શ્રેષ્ઠ હોવાનું ધ્યાનમાં આવ્યું. આ વખતે પૂ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાટણ મુકામે ગ્લાનમુનિશ્રી જિનવિજયજી મહારાજના ઉપચારાર્થે રાકાયેલા. ગુરુદેવના તાકીદે રાધનપુર પહેાંચવાના સંદેશે મળતાં જ તેએશ્રી ઉગ્ર વિહાર કરી બીજે દિવસે સાંજે ગુરુદેવની નિશ્રામાં પહાંચી ગયા. ગુરુદેવે આચાય પદની વાત કરતાં પૂજ્યશ્રી મકે ધ્રુસકે રડી પડયા અને ગુરુદેવને વિનયપૂર્ણાંક નિષેધ કરવા લાગ્યા. પરંતુ ગુરુદેવે થાડા કઠેર બની તૃતીય પદ ગ્રહણ કરવાની આજ્ઞા ફરમાવી. ગુરુદેવની આજ્ઞાનુ ઉલ્લધન તેા કાઈ પણ રીતે કેમ થઈ શકે ? છેવટે નાછૂટકે આચાય પદવી સ્વીકારવી પડી. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ મુહૂતે પૂજ્યશ્રી પૂ. ગુરુદેવના શુભ હસ્તે પાંચપરમેષ્ઠિના તૃતીય પદ પર આરૂઢ થયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં, ખીજા જ દિવસે વિહાર કરી પેલા ગ્લાનમુનિની સંભાળ માટે પહોંચી ગયા. આહાર, ઉપધિ, શિષ્ય, વ્યાખ્યાન, પદવી, સત્કાર, સન્માન આદિ સર્વ પ્રકારની સ્પૃહાએથી પૂજ્યશ્રી પર હતા. 2010-04 Page #5 -------------------------------------------------------------------------- ________________ હ૩૪ શાસન પ્રભાવક બ્રહ્મચર્ય : પૂજ્યશ્રી આ પડતા કાળમાં પણ અનન્ય કોટિની બ્રહ્મચર્યની વિશુદ્ધિને ધારણ કરતા હતા. તેઓશ્રીના મુખારવિંદ પર તે પવિત્રતાનું તેજ ચમકતું. આંખે પણ નિર્વિકાર હતી. કાયા અને વચન તે પવિત્ર હતાં જ, પરંતુ મનની વિશુદ્ધિ પણ એટલી જ પ્રબળ હતી. શરીરના એક રૂંવાડામાં પણ તેઓશ્રીએ ક્યારેય વિકારને ક્ષણિક ઝબકારે ય અનુભવ્યું નહીં હોય! આ પાદમસ્તક સર્વથા પવિત્ર એવા આ પરમ બ્રહ્મસ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. આ બ્રહ્મચર્યના પ્રભાવથી તેઓશ્રીના મનમાં ઊડતાં શાસનનાં કાર્યોના સર્વ મનોરથ નિશ્ચિતપણે સફળ થતા. સંસ્કૃત-પ્રાકૃતને અભ્યાસ દુર્લભ હતા તેવા કાળમાં પૂજ્યશ્રીને મને રથ થયે કે સંમતિત સુધી પહોંચે એવા સાધુઓ તૈયાર કર્યું. ને તેઓશ્રીના મારથ ફળ્યા. સિદ્ધાચલ ગિરિની યાત્રા કરતાં પૂજ્યશ્રીને ભાવ થયો કે શાસનમાં ખાનદાન કુળના સુશિક્ષિત નબીરાઓને પચીસેક સાધુઓને ન સમુદાય તૈયાર કરું. પૂજ્યશ્રી સિદ્ધગિરિથી તરત મુંબઈ ગયા અને પાંચ વર્ષમાં સુખી ઘરના, ભણેલાગણેલા પાંત્રીશ યુવાનને દીક્ષા આપી તૈયાર કર્યા પૂજ્યશ્રીના અતિ ઉગ્ર બ્રહ્મચર્યને પ્રભાવ એવો હતો કે તેમની પાસે બેસવાથી જ નહિ, પરંતુ તેમના નામસ્મરણ માત્રથી વિકાસ અને વાસનાઓ શાંત પડી જવાનું અનેક સાધુઓએ અને શ્રાવકોએ અનુભવ્યું છે. પિતાના આશ્રિતના બ્રહ્મચર્યની રક્ષા માટે તેઓશ્રી સતત સાવધાન રહેતા. અત્યંત કરુણાના સાગર એવા પૂજ્યશ્રી આ બાબતમાં અતિ કઠેર હતા. તેઓશ્રી બ્રહ્મચર્યના વિષયમાં કેઈની પણ શેહશરમ રાખતા નહીં. એંશી વર્ષની પાકટ વયે પણ આ બહાનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે દૃષ્ટિ કરીને વાત કરી નથી. તેઓશ્રીની સાથે રહેલા સાધુઓમાં પણ સ્ત્રીસંસમાં જોવા મળતા ન હતા. બ્રહ્મચર્યની સઘળી ય વાડાનું તેઓ ચુસ્તપણે પાલન કરતા અને સમુદાયના સાધુઓ પાસે કરાવતા. અસંયમને જરા પણ ચલાવી લેતા નહીં. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વેઠીને પણ પૂજ્યશ્રીએ પિતાના આશ્રિતના સંયમની રક્ષા કરી છે. સંયમરક્ષા દ્વારા શાસનરક્ષા –માટે એક વૃદ્ધ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી સિવાય બીજા કેઈને પણ તેઓશ્રીએ સાધ્વીસમુદાય રાખવાની આજ્ઞા આપી ન હતી. ઉસૂત્ર, ઉન્માર્ગ અને અસંયમ સામે તેઓશ્રી જીવનભર ઝઝૂમીને ખરેખર, સાચી શાસન રક્ષા કરી ગયા. દીક્ષાના દાનવીર : પૂજ્યશ્રીનાં વાત્સલ્ય, કરૂણા, વિદ્રત્તા અને સંયમના ભવ્ય ગુણોથી અનેક પુણ્યામાઓ આકર્ષિત થયા અને તેમના સાંનિધ્યને સ્વીકારીને સર્વવિરતિધર્મની સુંદર આરાધના કરવા લાગ્યા. પૂજ્યશ્રીને પ્રભાવ એ હતું કે, જેના પર તેમની વિશેષ દૃષ્ટિ પડતી. એને લગભગ સંસારમાંથી ઉદ્ધાર થઈ જ. પૂ. ગુરુદેવ તરફથી મળેલા સાંઈઠ સાધુના વારસાને પૂજ્યશ્રીએ પિતાના અંતિમ કાળ સુધીમાં ત્રણ સુધી પહોંચાડી દીધા. દીક્ષા આપીને પૂજ્યશ્રી સાધુઓને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાનું ખૂબ જ ધ્યાન રાખતા. ખૂબ જ સારી રીતે સારણ, વારણ વગેરે દ્વારા સાધુઓના જીવનને વિકાસ સાધતા તેઓશ્રીએ અનેક વિદ્વાન, સંયમી, વક્તા, લેખક, ત્યાગી અને તપસ્વી મુનિઓને એક વિશાળ સમુદાય ઊભો કર્યો, જે આજે પણ શાસનના યોગ અને ક્ષેમને વહન કરી રહ્યા છે. તેઓશ્રીના 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૩૩૫ સમય દરમિયાન દીક્ષાવિરાધ, દેવદ્રવ્યન્દુરુપયોગ વગેરે અનેક પ્રશ્નો ઊઠતા; જેના પ્રખળ પ્રતિકાર કરી-કરાવી પૂજ્યશ્રીએ શાસનની અને સઘની રક્ષા કરી છે. સ. ૨૦૧૧માં મુંબઈ રાજ્યની ધારાસભામાં બાળદીક્ષાપ્રતિબ`ધક બલ રજૂ થયું હતું. પૂજ્યશ્રીએ અથાગ પ્રયત્ને કર્યાં; અનેક વિદ્વાને, ડાક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે આજના બુદ્ધિજીવીઓ પણ પૂજ્યશ્રીના સંયમથી પ્રભાવિત થઈ દીક્ષા–પ્રતિબંધક બિલના વિરોધમાં જોડાયા. પૂજ્યશ્રીએ એ માટે એવા પ્રચ’ડ જનમત ઊભું કર્યું કે બિલ મૂકનાર વકીલને તેની સામે નમતું જોખવું પડયુ. તે વખતના મુંબઈના મુખ્યમંત્રી શ્રી મેારારજીભાઈ દેસાઈ એ ધારાસભામાં પ્રજાના પ્રચ’ડ વિરોધને દર્શાવીને દીક્ષા-પ્રતિબંધક બિલને ઉડાવી દીધું. પૂજ્યશ્રીના સયમખળે આ રીતે શાસન પરની મહાન આપત્તિ દૂર થઈ. વાત્સલ્ય : સાગર સમા વિશાળ વાત્સલ્યભાવથી અનેક પુણ્યાત્માને આકષી સેકડા શ્રેષ્ઠ સાધુઓનું પૂજ્યશ્રીએ સર્જન કર્યું હતુ. ગમે તેવા દેાષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતશિક્ષા આપીને દેષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યાં હતા. આ કળા દ્વારા તેઓશ્રીએ જીવનભર અનેક આત્માઓની શુદ્ધિ કરી હતી. તપ-ત્યાગ : બાહ્ય ભાવામાંથી પાતાની વૃત્તિએને ખેંચી લઈ ને આંતર્ભાવમાં લીન અનેલા પૂજ્યશ્રીને બાહ્ય પુદ્ગલ શી રીતે આકર્ષી શકે ? પરિમિત દ્રવ્યના માત્ર દસ મિનિટના એકાશનાં તે હતાં; મિષ્ટાન, મેવા તે ફળને તે આજીવન ત્યાગ કર્યું હતે. હવે બાકી શું રહ્યું ? આમ છતાં, પૂજ્યશ્રીએ પાટણમાં અને પૂનામાં ચાતુર્માંસમાં રોટલી અને દાળ નામ સાથે એ જ દ્રવ્યનાં એકાસણાં અભિગ્રહપૂર્ણાંક કર્યાં. સેંકટા સાધુઓના શિતાના આ ત્યાગ કેટલાયે મુનિએની આંખેામાં આંસુ વહાવતે ! એ આસનથી વધુ ન રાખવાં, કાત્રી વગેરેમાં અતિશયક્તિવાળાં વિશેષણેા ન લખવા દેવાં, એઠાં માંઢ એલાઈ જાય તે પચીસ ખમાસમણાં દેવાં, ઉભયટક આધાનું પડિલેહણ ન થાય તા બીજા દિવસે આયબિલ કરવુ ..વગેરે અનેકવિધ ઘેર અને ઉગ્ર અભિગ્રહે ધારણ કરતા. ચાલુ ગોચરીમાં પણ સ્વાદ ન આવે માટે પૂજ્યશ્રી ગોચરી ચાવવાને બદલે સીધી જ ઉતારી જતા. 4 સમતા ઃ તપ અને ત્યાગના સમ્રાટ પૂજ્યશ્રીની સહનશીલતા પણ ગજબની હતી. ફતા વાના વ્યાધિની સખત વેદના પૂજ્યશ્રીએ ૫૦ વર્ષ સુધી આનંદપૂર્વક ભાગવી. જ્યારે આ ફરતા વાને દુઃખાવે શરૂ થતેા ત્યારે પૂજ્યશ્રી કહેતા કે, મિત્ર આવ્યે છે.' કનિરામાં સહાયક આ દુઃખાવાને પૂજ્યશ્રી મિત્ર તરીકે માનતા. દુ:ખાવા કયારેક રાત્રિભર ઉજાગરા કરાવતા; પરંતુ આ દુઃખાવામાં રાહત માટે પૂજ્યશ્રી ગરમ પાણીના શેક સિવાય બીન્ત કાઈ ઔષધ-ઉપચારના ઉપાય ચેાજતા નહી. છેલ્લી સ્થિતિમાં તે જાણે કસત્તા પર ભયે કર મારો ચલાવવા માટે પૂજ્યશ્રીએ સ'કલ્પપૂર્ણાંક આ નિર્દેષ ઉપચારનો પણ ત્યાગ કર્યો હતા અને જે દુ:ખાવેશ થાય તે સહન કરી લેવાને નિશ્ચય કર્યાં હતા. ૭૮ વષઁની વયે એક વાર પિંડવાડાથી ૧૮ માઇલનો ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસંઘયાત્રાના પ્રારંભમાં રાહીડા પધાર્યા. ઉગ્ર વિહારના પરિશ્રમથી હૃદયરોગનો હુમલો આવ્યે. દોડધામ થઇ ગઇ, પણ પૂજ્યશ્રી પાર 2010-04 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શાસનપ્રભાવક ઊતર્યા. બેચાર દિવસ આરામ લઈસ્વસ્થતા મેળવી, પૂજ્યશ્રી પિંડવાડા પધાર્યા. હૃદયરોગના હુમલા પછી ડોકટરે પૂજ્યશ્રીને વિહાર કરવાનો નિષેધ કર્યો. સંયમપ્રેમી સાધુવર ડળીના વિહારને તે સ્વીકારે જ શાના? પણ પૂજ્યશ્રીના સંયમનો અદ્ભુત પ્રભાવ કે, શિવપ્રશિષ્યાદિ સાધુગણે સ્ટ્રેચરમાં ઊંચકીને ગ્રામોનુગ્રામ વિહાર કરાવ્યું. ખંભાતના છેલ્લા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની કાયા અનેક રંગોથી ઘેરાઈ ગઈ પણ સમતાના બખ્તર વડે પૂજ્યશ્રીએ રોગપરિષહને જબરદસ્ત સામનો કર્યો. - પૂજ્યશ્રી સદાય ચતુર્વિધ સંઘના હિતની સતત ચિંતા કરતા. તે માટે સતત પ્રયત્ન કરતા. સિદ્ધાંત અને સંયમની રક્ષા કરવા માટે રાતદિવસ ભારે પરિશ્રમ કરતા. શાસ્ત્રના હાર્દને પામેલા આ મહાપુરુષ પાસે એવી મહાન કળા હતી કે સંઘની એકતા કે શાંતિ જોખમાય નહીં એ રસ્તે સૌને સમજાવી, પૂજ્યશ્રી આપવાદિક આચરણ–પક બનાવવા દ્વારા કાઢી શકયા હતા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવના પણ અવર્ણનીય હતી. સુવિહિત મુનિઓનું સર્જન કર્યું. પૂ. આ. શ્ર યશદેવસૂરિજી, પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા બીજા અનેક આત્માઓની શાસનપ્રભાવક કક્ષાએ તેઓશ્રી હસ્તક થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં કેહાપુર, પિંડવાડા, અમદાવાદહઠીભાઈની વાડી, પ્રતાપનગર, સાંતાક્રુઝ (મુંબઈ), રાજકેટ વગેરે અનેક સ્થળે ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય, ઉપધાન તપ, છ'રી પાળતા સંઘ, ઉજમણાં, જિનભક્તિ મહેસા વગેરે પણ ખૂબ થયાં. યુવાન પેઢીના સંસ્કારની રક્ષા માટે પૂજ્યશ્રીએ પિતાના વિદ્વાન શિષ્યરત્ન પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ પાસે અનેક ધાર્મિક શિબિરે કરાવી. એને લીધે અનેક ભાવિકે સર્વવિરતિ ધર્મને પામ્યા, અનેક યુવાને સુસંસ્કારી બન્યા. પિતાની અંતિમ અવસ્થામાં પણ શાસનને પ્રધાનતા આપી તીર્થ રક્ષા માટે પૂ. શ્રી યદેવસૂરીશ્વરજી મહારાજને અંતરિક્ષજી તરફ મોકલ્યા. તીર્થ રક્ષા વગેરે અનેક કાર્યો પૂજ્યશ્રીએ કર્યા. પૂજ્યશ્રીની સહનશીલતા અદ્ભુત હતી. છેલ્લું ચાતુર્માસ સં. ૨૦૨૩નું ખંભાત મુકામે કર્યું. આ ચાતુર્માસ તથા ષકાળમાં રોગ પરિષહને ભારે સામને કર્યો. અભુત સમતા દ્વારા પૂજ્યશ્રીએ રેગેની ફેજને પરાભવ કર્યો. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. નૂતન સર્જન થતાં કમસાહિત્યનું સંશોધન કેલી અવસ્થા સુધી ચાલુ હતું. સાથે સાથે ઉપમિતિ ભવપ્રપંચકથાનું શ્રવણ કરતા, રાત્રે તેના પદાર્થો યાદ કરતા. રાત્રે અનેક પ્રકારની સઝાસ્તવને અને શાન્તસુધારસભાવનાં કાવ્ય રસપૂર્વક સાંભળતા. આ રીતે દિવસે પસાર થતા. પૂજ્યશ્રીની તબિયતના સમાચાર સાંભળતાં દૂર દૂરથી શિષ્ય-પ્રશિષ્ય આવવા લાગ્યા. સમુદાયને માટે ભાગ એકત્રિત થયે હતે. એક ગેઝારો દિવસ આવ્યું. તે દિવસે પૂજ્યશ્રી તે સવારથી વધુ સ્વસ્થ હતા. માંકડની વિરાધનાના ભયે મકાન બદલવાના વિચાર કરતા હતા. એવામાં સાંજે આસન બદલ્યું. આગળના હાલમાંથી પાછળ જ્ઞાનમંદિરના હેલમાં પધાર્યા. પ્રતિક્રમણ કર્યું. પછી રેજની પ્રણાલિ મુજબ સ્તવન-સઝાય સાંભળ્યાં. શંકા થતાં સ્વડિલ ગયા. ત્યાંથી આવીને પાટ પર બેસતાં જ હાર્ટ-એટેક આવ્ય, ગભરામણ શરૂ થઈ 2010_04 . Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ 337 પૂજ્યશ્રીને સંકેત મળી ગયું. તરત જ “બમાવું છું” બોલીને સૌને ખમાવ્યા. સાધુઓએ સઘળું સિરાવડાવ્યું. પૂજ્યશ્રીએ હાથ જોડીને બધું સ્વીકારી આત્મગહ કરી સંથારા પોરિસીની ગાથાઓ સાંભળી અને વર વીરની રટણ કરતાં 10-40 મિનિટે પરલેક સિધાવ્યા. પટ્ટધર આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી અને અન્ય ઘણા શિષ્યો કાનમાં નવકાર સંભળાવતા હતા અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ભાવ સૂર્યને અસ્ત થયા - જૈનશાસનને તંભ તૂટી પડ્યો. સંઘ ગમગીન બન્ય. ચિતરફ સમાચાર પહોંચી ગયા. ગામેગામથી લેકે ઊભરાયા. મુનિ ભગવતે પ્રબળ શેકમાં ગરકાવ થઈ ગયા. કોણ કોને આશ્વાસન આપે ? કેણ કેને છાનું રાખે ? સહુએ સખત આઘાત અનુભવ્યું. બીજા દિવસે સારાયે નગરમાં પાખી પાળવામાં આવી. બજારે સ્વયં બંધ રહ્યા. પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નીકળી. પોલીસેએ ભાવાંજલિ આપી. હજારેની ઉછામણીથી અંતિમ ક્રિયા થઈ. અગ્નિસંસ્કારના સ્થળે સમાધિમંદિર બનાવી સંઘે પૂજ્યશ્રીની ચરણપાદુકાને પ્રતિષ્ઠિત કરી. ગગુરુ શ્રી હીરસૂરિ મહારાજા પછી ત્રણ સાધુઓનું સર્જન કરનાર આ મહાન શિલ્પીના ચરણમાં કેટ કેટિ વંદના !! જૈનશાસનના તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૫ર ફાગણ વદ 4, દહેવાણ * વતન : પાદરા (જિ. વડેદરા). * દીક્ષા : સં. 1969 પિષ વદ 13, ગંધારતીર્થ. * ગણિ-પંન્યાસપદ : સં. 1987 કારતક વદ 3, ભાયખલા (મુંબઈ). * ઉપાધ્યાયપદ : સં. 1996 ચૈત્ર સુદ 14, રાધનપુર. * આચાર્યપદ : સં. 1992 વૈશાખ સુદ 6, મુંબઈ * સ્વર્ગવાસ : સં. 2047 અષાઢ વદ 14, અમદાવાદ. * દીક્ષા પર્યાય : 77 વર્ષ અને 6 મહિના. સુવિશાળ ગચ્છાધિપતિ, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, 78 વર્ષને દીઘપર્યાય પાળી, 96 વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ 14 (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી , 43 2010_04