SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતાર ૩૩ પૂજ્યશ્રીએ તેમને રાજ્યના ગ્રંથભંડારનું અવલોકન કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ગુરુદેવને વિનતિ કરી અને રાજ્યના ગ્રંથભડારને વ્યવસ્થિત કરાવ્યે. પૂજયશ્રીના ચારિત્રથી આકર્ષિત થઈ પંડિતજીએ વડાદરાનરેશ પાસે પધારવા અને તેઓને ઉપદેશ આપવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પેાતાના ગુરુદેવ શ્રી પ'. શ્રી દાનવિજયજી મહારાજનાં વ્યાખ્યાનાનુ` વડોદરાનરેશના મહેલમાં આયેાજન કરાવ્યુ. આ વ્યાખ્યાનનું પુસ્તક છપાઇ રાજ્યની શાળામાં પાઠ્યપુસ્તક તરીકે મુકાયુ'. વડાદરાનરેશ પણ ઉભય ગુરુવર્યોના સહવાસથી આનંદિત થયા. પ્રવત માન સકળ સ`ધમાં ઉત્કૃષ્ટ જ્ઞાનીઓમાં પૂજ્યશ્રીએ પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. એક જ સાધુમાં આટલાં ઉત્કૃષ્ટ વિનયવૈયાવચ્ચ, તપ-ત્યાગ અને અોડ વિદ્વત્તા જોતાં ખરેખર, નવાઈ લાગે ! પરતુ અરિહંત શાસનના અને દેવગુરુના અચિંત્ય પ્રભાવ આગળ કશુ જ અશકય નથી, શ્રાવકસઘના મેાવડીએ પણ અવારનવાર સંઘના પ્રશ્નોમાં પૂજ્યશ્રીનુ યથા માદન મેળવીને પરમ તેજ અનુભવતા હતા. નિ:સ્પૃહતા : પૂજ્યશ્રીની નિઃસ્પૃહતાનું વર્ણન કરવું આપણી શક્તિ બહાર છે. વિશ્વના પ્રથમ પંક્તિના આ વિદ્વાન પાસે પેાતાની માલિકીનું એક પણ પુસ્તક કે નેટબુક કે પેન-પેન્સિલને ટુકડો પણ ન હતાં. તેએશ્રીએ જે કંઈ મેળળ્યું તે જ્ઞાનભડારાનાં જ પુસ્તકે દ્વારા, તે મેળવીને તરત જ પાછાં સુપ્રત કરી દેતા. એટલું જ નહિ, તેએ શ્રી ચાલુ ઉપયેગમાં આવતી ઉપધિથી વધારે એકાદ જોડ કપડાં, પાત્રા કે આસન પણ રાખતા નહીં. સયમની સુવાસથી આકર્ષિત થઈ નજીક આવતાં અનેક ભવ્યાત્માએને પ્રતિષેધ પાતે કરતા; પણ શિષ્યે તે બીજાના જ કરતા. આથી જ સાડાત્રણસો શિષ્ય-પ્રશિષ્યાના ગુરુ એવા તેઓશ્રીના સીધા શિષ્યાની સંખ્યા માત્ર ૧૬-૧૭ હતી ! શક્તિશાળી હોવા છતાં પૂજ્યશ્રી વ્યાખ્યાનની પાટ અને પદવીથી દૂર રહેતા. તેમને પૂ. ગુરુદેવે ગણપદ, પંન્યાસપત્ત અને ઉપાધ્યાયપદ પર પરાણે આરૂઢ કરેલા. તેમ છતાં, આચાર્યપદ માટે તે તેએશ્રી પૂ. ગુરુદેવને સતત નિષેધ કરી દૂર રહેતા. સુ’. ૧૯૯૧માં ચૈત્ર માસની ઓળી તેમના ગુરુદેવ શ્રી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રાધનપુર મુકામે ચાલતી હતી. ચૈત્ર સુદ ૧૪ને દિવસ જયાતિષમા ડ ગુરુદેવને શ્રેષ્ઠ હોવાનું ધ્યાનમાં આવ્યું. આ વખતે પૂ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાટણ મુકામે ગ્લાનમુનિશ્રી જિનવિજયજી મહારાજના ઉપચારાર્થે રાકાયેલા. ગુરુદેવના તાકીદે રાધનપુર પહેાંચવાના સંદેશે મળતાં જ તેએશ્રી ઉગ્ર વિહાર કરી બીજે દિવસે સાંજે ગુરુદેવની નિશ્રામાં પહાંચી ગયા. ગુરુદેવે આચાય પદની વાત કરતાં પૂજ્યશ્રી મકે ધ્રુસકે રડી પડયા અને ગુરુદેવને વિનયપૂર્ણાંક નિષેધ કરવા લાગ્યા. પરંતુ ગુરુદેવે થાડા કઠેર બની તૃતીય પદ ગ્રહણ કરવાની આજ્ઞા ફરમાવી. ગુરુદેવની આજ્ઞાનુ ઉલ્લધન તેા કાઈ પણ રીતે કેમ થઈ શકે ? છેવટે નાછૂટકે આચાય પદવી સ્વીકારવી પડી. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ મુહૂતે પૂજ્યશ્રી પૂ. ગુરુદેવના શુભ હસ્તે પાંચપરમેષ્ઠિના તૃતીય પદ પર આરૂઢ થયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં, ખીજા જ દિવસે વિહાર કરી પેલા ગ્લાનમુનિની સંભાળ માટે પહોંચી ગયા. આહાર, ઉપધિ, શિષ્ય, વ્યાખ્યાન, પદવી, સત્કાર, સન્માન આદિ સર્વ પ્રકારની સ્પૃહાએથી પૂજ્યશ્રી પર હતા. Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249134
Book TitleVijay Premsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size241 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy