________________
હ૩૪
શાસન પ્રભાવક
બ્રહ્મચર્ય : પૂજ્યશ્રી આ પડતા કાળમાં પણ અનન્ય કોટિની બ્રહ્મચર્યની વિશુદ્ધિને ધારણ કરતા હતા. તેઓશ્રીના મુખારવિંદ પર તે પવિત્રતાનું તેજ ચમકતું. આંખે પણ નિર્વિકાર હતી. કાયા અને વચન તે પવિત્ર હતાં જ, પરંતુ મનની વિશુદ્ધિ પણ એટલી જ પ્રબળ હતી. શરીરના એક રૂંવાડામાં પણ તેઓશ્રીએ ક્યારેય વિકારને ક્ષણિક ઝબકારે ય અનુભવ્યું નહીં હોય! આ પાદમસ્તક સર્વથા પવિત્ર એવા આ પરમ બ્રહ્મસ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. આ બ્રહ્મચર્યના પ્રભાવથી તેઓશ્રીના મનમાં ઊડતાં શાસનનાં કાર્યોના સર્વ મનોરથ નિશ્ચિતપણે સફળ થતા. સંસ્કૃત-પ્રાકૃતને અભ્યાસ દુર્લભ હતા તેવા કાળમાં પૂજ્યશ્રીને મને રથ થયે કે સંમતિત સુધી પહોંચે એવા સાધુઓ તૈયાર કર્યું. ને તેઓશ્રીના મારથ ફળ્યા. સિદ્ધાચલ ગિરિની યાત્રા કરતાં પૂજ્યશ્રીને ભાવ થયો કે શાસનમાં ખાનદાન કુળના સુશિક્ષિત નબીરાઓને પચીસેક સાધુઓને ન સમુદાય તૈયાર કરું. પૂજ્યશ્રી સિદ્ધગિરિથી તરત મુંબઈ ગયા અને પાંચ વર્ષમાં સુખી ઘરના, ભણેલાગણેલા પાંત્રીશ યુવાનને દીક્ષા આપી તૈયાર કર્યા
પૂજ્યશ્રીના અતિ ઉગ્ર બ્રહ્મચર્યને પ્રભાવ એવો હતો કે તેમની પાસે બેસવાથી જ નહિ, પરંતુ તેમના નામસ્મરણ માત્રથી વિકાસ અને વાસનાઓ શાંત પડી જવાનું અનેક સાધુઓએ અને શ્રાવકોએ અનુભવ્યું છે. પિતાના આશ્રિતના બ્રહ્મચર્યની રક્ષા માટે તેઓશ્રી સતત સાવધાન રહેતા. અત્યંત કરુણાના સાગર એવા પૂજ્યશ્રી આ બાબતમાં અતિ કઠેર હતા. તેઓશ્રી બ્રહ્મચર્યના વિષયમાં કેઈની પણ શેહશરમ રાખતા નહીં. એંશી વર્ષની પાકટ વયે પણ આ બહાનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે દૃષ્ટિ કરીને વાત કરી નથી. તેઓશ્રીની સાથે રહેલા સાધુઓમાં પણ સ્ત્રીસંસમાં જોવા મળતા ન હતા. બ્રહ્મચર્યની સઘળી ય વાડાનું તેઓ ચુસ્તપણે પાલન કરતા અને સમુદાયના સાધુઓ પાસે કરાવતા. અસંયમને જરા પણ ચલાવી લેતા નહીં. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વેઠીને પણ પૂજ્યશ્રીએ પિતાના આશ્રિતના સંયમની રક્ષા કરી છે. સંયમરક્ષા દ્વારા શાસનરક્ષા –માટે એક વૃદ્ધ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી સિવાય બીજા કેઈને પણ તેઓશ્રીએ સાધ્વીસમુદાય રાખવાની આજ્ઞા આપી ન હતી. ઉસૂત્ર, ઉન્માર્ગ અને અસંયમ સામે તેઓશ્રી જીવનભર ઝઝૂમીને ખરેખર, સાચી શાસન રક્ષા કરી ગયા.
દીક્ષાના દાનવીર : પૂજ્યશ્રીનાં વાત્સલ્ય, કરૂણા, વિદ્રત્તા અને સંયમના ભવ્ય ગુણોથી અનેક પુણ્યામાઓ આકર્ષિત થયા અને તેમના સાંનિધ્યને સ્વીકારીને સર્વવિરતિધર્મની સુંદર આરાધના કરવા લાગ્યા. પૂજ્યશ્રીને પ્રભાવ એ હતું કે, જેના પર તેમની વિશેષ દૃષ્ટિ પડતી. એને લગભગ સંસારમાંથી ઉદ્ધાર થઈ જ. પૂ. ગુરુદેવ તરફથી મળેલા સાંઈઠ સાધુના વારસાને પૂજ્યશ્રીએ પિતાના અંતિમ કાળ સુધીમાં ત્રણ સુધી પહોંચાડી દીધા. દીક્ષા આપીને પૂજ્યશ્રી સાધુઓને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાનું ખૂબ જ ધ્યાન રાખતા. ખૂબ જ સારી રીતે સારણ, વારણ વગેરે દ્વારા સાધુઓના જીવનને વિકાસ સાધતા તેઓશ્રીએ અનેક વિદ્વાન, સંયમી, વક્તા, લેખક, ત્યાગી અને તપસ્વી મુનિઓને એક વિશાળ સમુદાય ઊભો કર્યો, જે આજે પણ શાસનના યોગ અને ક્ષેમને વહન કરી રહ્યા છે. તેઓશ્રીના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org