________________
૩૩૦
સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૃતિ, સિદ્ધાંતમહાદલિ પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
* જન્મ : વિ. સં. ૧૯૪૦ ફાગણ સુદ ૧૫, નાંદિયા તી. મુ વતન : પિડવાડા, કભૂમિ: વ્યારા,
દીક્ષા : સ’. ૧૯૪૭ કારતક વદ ૬, પાલીતાણા. * ગણિપદ : સ. ૧૯૭૬ ફાગણ વદ ૬, ડભાઈ, પન્યાસ્પદ : સ. ૧૯૮૧ ફાગણ વદ ૬, અમદાવાદ. * ઉપાધ્યાયપદ : મ. ૧૯૮૭ કારતક વદ ૩, મુંબઈ. આચાય પદ : સ. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. સ્વવાસ : સ. ૨૦૧૪ વૈશાખ વદ ૧૧, ખંભાત.
શાસનપ્રભાવક
(
આકાશમાં સૂર્યોદય થતાં જ કમળા વિકસ્વર થાય છે, તેવી જ રીતે, જૈનશાસનમાં તીર્થંકર ભગવંતે તથા આચાર્ય દેવાના ઉદય થતાં ભવ્યાત્માએ રૂપી કમળા વિકસ્પર થાય છે, તે ભવ્ય કમળાને વિકસ્વર કરનાર, ચારિત્રના પ્રકાશને વિશ્વમાં પાથરનાર, વિક્રમની વીસમી સદીના ઉત્તરાધ અને એકવીસમી સદીના પ્રારંભમાં ઊગેલ એ સૂય એટલે સિદ્ધાંત મહેાદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીર પરમાત્માની હયાતીમાં તેમના ભાઈ નંદિવ ને ભરાવેલ પ્રભુ મહાવીરનાં પ્રતિમાજી જીવતસ્વામી તરીકે આજે પણ રાજસ્થાનના નોંક્રિયા તીમાં બિરાજમાન છે. આવા મહાન તીથ માં પિંડવાડા ( જિ. શિાહી )ના સગૃહસ્થ ભગવાનભાઇનાં શીલસંપન્ન ધર્મ પત્ની કંકુબાઈની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયેા. પુત્રનુ નામ પ્રેમચંદ સ્થાપન થયું. એ સમયને અનુરૂપ વ્યાવહારિક શિક્ષણ લઈ ને તેએ વ્યવસાયાર્થે ગુજરાતમાં વ્યારા ( જિ. સુરત ) મુકામે આવ્યા, ગામમાં વિહારમાં આવતા-જતા મુનિમહારાજની સેવા કરતાં પ્રેમચંદજીને સ્વયં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. એક વાર વ્યારાથી નીકળી રેલવેમાં બેસી ગયા, પણ ખબર પડતાં જ મેહાધીન સ'ખ'ધીએ તેમને પાછા લઈ ગયા. થોડા દિવસમાં ફરી તક મળતાં વ્યારાથી સવારે ચાલવા માંડ્યુ. ૩૬ માઇલ ( લગભગ ૫૭ કિ. મી. ) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. ત્યાંથી વાહન દ્વારા પાલીતાણા પહોંચ્યા. પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રા સ્વીકાર્ડ્સ, સંયમયાગ્ય તાલીમ લીધી. ચાતુર્માંસ પૂર્ણ થયે સ. ૧૯૫૭ના કારતક વદ ને શુભ દિવસે અનંત સિદ્ધોથી પવિત્ર થયેલ શત્રુજય મહાગિની તળેટીમાં, અન્ય ચાર મુમુક્ષુએ સાથે પૂ. ઉપાધ્યાયજી મહારાજના શુભ હસ્તે ચારિત્રને પામી મુનિશ્રી દાનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી અન્યા. પૂર્વભવની સાધનાના અળે નિČળ ચારિત્રના સ`સ્કાર હતા જ; તેમાં ઉત્તમ ગુરુદેવાને ચાગ મળતાં સંયમની સાધના પ્રબળ બનવા માંડી. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પેાતાની ઇચ્છા બનાવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org