SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ ૩૩૧ ઇગિત અને આકાર પરથી ગુરુના હૃદયના ભાવને જાણીને તે મુજબ ભક્તિ કરવા લાગ્યા. સાથેસાથ વૈયાવચ્ચ, સ્વાધ્યાય, નિર્દોષ ગોચરચર્યા, નિત્ય એકાશન, ઉગ્ર વિહારે, ઉગ્ર ત્યાગ, નિઃસ્પૃહતા, ગીતાર્થપણું ઇત્યાદિ અનેક પ્રકારની સાધના દ્વારા મુનિશ્રી પ્રેમવિજયજી ગુરુદેવના હૃદયમાં સ્થાન પામી ધન્યાતિધન્ય બની ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે પિતાના હૃદયમાં ગુરુને સ્થાપન કરે છે તે ધન્ય છે, જે ગુરુના હૃદયમાં સ્થાન મેળવે છે તે ધન્યાતિધન્ય છે. આજને કમ્યુટરના જમાનામાં અગાધ સાગરનાં જલબિંદુઓ કદાચ ગણી શકાય; પરંતુ સંયમૈકનિષ્ઠ ગુરુદેવના ગુણગણની ગણતરી થઈ શકે તેમ નથી. તેથી જ અહીં માત્ર તેઓશ્રીના થોડા ધ્યાનપાત્ર ગુણો જ યાદ કરીને સર્વ ગુણોની અનુમોદના કરીએ. ગલાનસેવા : શ્રેષ્ઠ વિનયના સ્વામી શ્રી પ્રેમવિજયજી મહારાજ સહવત ગુરુબંધુએ તથા અન્ય મુનિવરેની સેવામાં પણ એક્કા હતા. દરજ ઉભયતંક ગોચરી પોતે જ જત. ગુરુભગવંતની સેવામાં સતત જાગૃત રહેતા. ગ્યાન મુનિઓની સેવાને તે તેઓશ્રીએ જીવનમંત્ર બનાવેલ. કેમકે, “જો અને સેવ શો દરે રૂ . અર્થાત્, જે ગ્લાન મુનિઓની સેવા કરે છે તે મને સેવે છે.' એ શાસ્ત્ર પાઠ પૂજ્યશ્રીના હૃદયમાં જીવંતપણે અંકિત થઈ ગયે હિતે. પોતાની મુનિ અવસ્થામાં સ્વયં ક્યાંય કંઈ મુનિના ગ્લાનિપણાની વાત સાંભળતાં જ ત્યાં પહોંચી જતા અને તરત જ સેવામાં લાગી જતા. સૂરિપદ પર પહોંચ્યા પછી પણ તેઓશ્રી પિતાના મુનિ મહારાજને મોકલીને પણ ધ્યાનની સેવા કરાવતા. તાનસેવામાં તેઓશ્રી સ્વસમુદાય-પરસમુદાયને ભેદ રાખતા નહીં. સ્વયં પિતાની આચાર્યપદવીના પ્રસંગે પણ પિતે પ્લાનમુનિના ઔષધાદિ માટે પાટણ શેકાયેલા, ત્યાંથી ગુરુદેવે તેઓશ્રીને પદવીદાનની અજાણમાં રાખી, તાત્કાલિક રાધનપુર બોલાવી પાણે આચાર્ય પદથી વિભૂષિત કરેલા. શ્રુતસાધના : ગુરુવિનય અને વૈયાવચ્ચમાં ઓતત પૂજ્યશ્રી પ્રતસાધનામાં પણ પાછળ ન હતા. ગુનિશ્રામાં રહીને તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, પ્રકરણ, કર્મગ્રંથ આદિનો અભ્યાસ કરીને આગમનું વાચન અને ઊંડું પરિશીલન કર્યું. છત્રસૂત્રને વારંવાર વાંચ્યાં. ઉપરાંત, અનેક મુનિવરને પ્રકરણ-કર્મગ્રંથાદિનાં અધ્યયન કરાવ્યાં, આગમોની વાચના આપી. યેગ્ય અધિકારપ્રાપ્તિ સાધુઓને છેટ સૂત્રોનાં પરિશીલનથી જ સંપૂર્ણ ગીતાર્થપણું આવે છે એ તેઓશ્રી બરાબર જાણતા અને તેથી જ સુયોગ્ય આત્માઓને તેને અભ્યાસ કરાવવા જાતે ખૂબ પરિશ્રમ કરતા. પૂજ્યશ્રીની વિશેષતા એ હતી કે પોતે શુદ્ધ સંયમના અત્યંત ખપી હતા. તેથી શાસ્ત્રોમાં સંયમને લગતી જે જે વાતો વાંચતા. તેમાંની બધી જ શક્ય વાતને અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહેતા. નિત્ય એકાસણાં, બરે ગોચરી પછી ગમે તેવી તપેલી સડક પર ચાલતાં ચાલતાં દૂર દૂર નિહારભૂમિ (સ્થડિલ) જવાનું, ગોચરીના બેંતાલીશ દોષ અને માંડલીના પાંચ દાનું વજન, વિહારમાં જૈનેના ધર અ૯પ હોય કે જેનાં ઘર બિલકુલ ન હોય ત્યારે જેનેરેનાં ઘરની ગોચરી વાપરવી, દિવસે સતત સ્વાધ્યાય, શાસ્ત્રવાચન અને રાત્રે કલાકે સુધી પદાર્થોનું પરાવર્તન અને ચિંતન – આ સર્વથી તેઓશ્રીએ પિતાનું જીવન સંપૂર્ણપણે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249134
Book TitleVijay Premsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size241 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy