Book Title: Vijay Premsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૩૩૬ શાસનપ્રભાવક ઊતર્યા. બેચાર દિવસ આરામ લઈસ્વસ્થતા મેળવી, પૂજ્યશ્રી પિંડવાડા પધાર્યા. હૃદયરોગના હુમલા પછી ડોકટરે પૂજ્યશ્રીને વિહાર કરવાનો નિષેધ કર્યો. સંયમપ્રેમી સાધુવર ડળીના વિહારને તે સ્વીકારે જ શાના? પણ પૂજ્યશ્રીના સંયમનો અદ્ભુત પ્રભાવ કે, શિવપ્રશિષ્યાદિ સાધુગણે સ્ટ્રેચરમાં ઊંચકીને ગ્રામોનુગ્રામ વિહાર કરાવ્યું. ખંભાતના છેલ્લા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની કાયા અનેક રંગોથી ઘેરાઈ ગઈ પણ સમતાના બખ્તર વડે પૂજ્યશ્રીએ રોગપરિષહને જબરદસ્ત સામનો કર્યો. - પૂજ્યશ્રી સદાય ચતુર્વિધ સંઘના હિતની સતત ચિંતા કરતા. તે માટે સતત પ્રયત્ન કરતા. સિદ્ધાંત અને સંયમની રક્ષા કરવા માટે રાતદિવસ ભારે પરિશ્રમ કરતા. શાસ્ત્રના હાર્દને પામેલા આ મહાપુરુષ પાસે એવી મહાન કળા હતી કે સંઘની એકતા કે શાંતિ જોખમાય નહીં એ રસ્તે સૌને સમજાવી, પૂજ્યશ્રી આપવાદિક આચરણ–પક બનાવવા દ્વારા કાઢી શકયા હતા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવના પણ અવર્ણનીય હતી. સુવિહિત મુનિઓનું સર્જન કર્યું. પૂ. આ. શ્ર યશદેવસૂરિજી, પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા બીજા અનેક આત્માઓની શાસનપ્રભાવક કક્ષાએ તેઓશ્રી હસ્તક થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં કેહાપુર, પિંડવાડા, અમદાવાદહઠીભાઈની વાડી, પ્રતાપનગર, સાંતાક્રુઝ (મુંબઈ), રાજકેટ વગેરે અનેક સ્થળે ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય, ઉપધાન તપ, છ'રી પાળતા સંઘ, ઉજમણાં, જિનભક્તિ મહેસા વગેરે પણ ખૂબ થયાં. યુવાન પેઢીના સંસ્કારની રક્ષા માટે પૂજ્યશ્રીએ પિતાના વિદ્વાન શિષ્યરત્ન પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ પાસે અનેક ધાર્મિક શિબિરે કરાવી. એને લીધે અનેક ભાવિકે સર્વવિરતિ ધર્મને પામ્યા, અનેક યુવાને સુસંસ્કારી બન્યા. પિતાની અંતિમ અવસ્થામાં પણ શાસનને પ્રધાનતા આપી તીર્થ રક્ષા માટે પૂ. શ્રી યદેવસૂરીશ્વરજી મહારાજને અંતરિક્ષજી તરફ મોકલ્યા. તીર્થ રક્ષા વગેરે અનેક કાર્યો પૂજ્યશ્રીએ કર્યા. પૂજ્યશ્રીની સહનશીલતા અદ્ભુત હતી. છેલ્લું ચાતુર્માસ સં. ૨૦૨૩નું ખંભાત મુકામે કર્યું. આ ચાતુર્માસ તથા ષકાળમાં રોગ પરિષહને ભારે સામને કર્યો. અભુત સમતા દ્વારા પૂજ્યશ્રીએ રેગેની ફેજને પરાભવ કર્યો. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. નૂતન સર્જન થતાં કમસાહિત્યનું સંશોધન કેલી અવસ્થા સુધી ચાલુ હતું. સાથે સાથે ઉપમિતિ ભવપ્રપંચકથાનું શ્રવણ કરતા, રાત્રે તેના પદાર્થો યાદ કરતા. રાત્રે અનેક પ્રકારની સઝાસ્તવને અને શાન્તસુધારસભાવનાં કાવ્ય રસપૂર્વક સાંભળતા. આ રીતે દિવસે પસાર થતા. પૂજ્યશ્રીની તબિયતના સમાચાર સાંભળતાં દૂર દૂરથી શિષ્ય-પ્રશિષ્ય આવવા લાગ્યા. સમુદાયને માટે ભાગ એકત્રિત થયે હતે. એક ગેઝારો દિવસ આવ્યું. તે દિવસે પૂજ્યશ્રી તે સવારથી વધુ સ્વસ્થ હતા. માંકડની વિરાધનાના ભયે મકાન બદલવાના વિચાર કરતા હતા. એવામાં સાંજે આસન બદલ્યું. આગળના હાલમાંથી પાછળ જ્ઞાનમંદિરના હેલમાં પધાર્યા. પ્રતિક્રમણ કર્યું. પછી રેજની પ્રણાલિ મુજબ સ્તવન-સઝાય સાંભળ્યાં. શંકા થતાં સ્વડિલ ગયા. ત્યાંથી આવીને પાટ પર બેસતાં જ હાર્ટ-એટેક આવ્ય, ગભરામણ શરૂ થઈ Jain Education International 2010_04 . For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8