Book Title: Vijay Nemisuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શ્રમણભગવંતે-૨ પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબગિરિ અને મહુવાના વિશાળ કાનભંડારે એના સાક્ષીરૂપે આજે પણ ઊભા છે. આ ભંડામાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારે પ્રતા જળવાઈ રહી છે. આ ઉપરાંત, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરિજી અને ઉપાધ્યયશ્રી યશોવિજયજી જેવા દાર્શનિક પુરુષોએ રચેલાં મહાન ગ્રંથરત્નોનું સુઘડ અને સુલભ પ્રકાશન થાય તે માટે “ જેન ગ્રંથપ્રકારક સભા” સ્થાપી. આ સંસ્થાના માધ્યમથી સિંખ્યાબંધ ગ્રંથ સર્વને સુલભ બન્યા. આચાર્યશ્રીએ પિતે પણ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના નિચોડ રૂપે ગ્રંથ અને ટીકાગ્રંથો રચ્યા હતા, જેનું પરિમાણ ત્રણેક લાખ જેટલું અંદાજાય છે. એમાં શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન પરની “ હેમપ્રભાવૃત્તિ ", ન્યાયસિન્ધ” નામનો ન્યાયગ્રંથ અને “કાન્તતત્ત્વમીમાંસા', પ્રતિમામાડ” આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની જ્ઞાનોદ્ધારની આ વિશિષ્ટ સેવાઓનો ઉલ્લેખ કરતાં પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ યોગ્ય જ કહ્યું છે કે તેઓશ્રી દ્વારા જેનસમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્ય પ્રકાશનને પુનિત પ્રારંભ પણ વિશેષ રૂપે થયે હતો. તેઓશ્રીના પ્રેરણાદાયી સાહિત્ય-પ્રકાશનના શુભ પ્રયાસથી જ બીજા અનેક શાસ્ત્ર પ્રેમી અને સાહિત્યભક્ત મુનિવર પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈન ધર્મની તથા સમ્યફજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેઓશ્રી સર્વપ્રથમ મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા. ) ૨. શિષ્ય પરંપરા પૂજ્યપાદશીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય પરંપરા રચવાનું. આ કાર્યથી જેનશાસનને વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા. અને એ બેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શ ભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠેર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરેની ભવ્ય પરંપરા શાસનને સમપી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય–પ્રશિષ્યની પરંપરા જૈનધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. ૩. જીવદયા : આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધયેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકમાં ત્યાં મુખ્ય વ્યવસાય માછીમારીને હતા, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઈલેનો વિહાર કરીને, જાનના જોખમે હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી ઘાતકી પ્રથાઓ બંધ કરાવી, અને ઘણા બધા માછીમાર પાસે માછીમારીને વ્યવસાય બંધ કરાવ્યા. કહેવાય છે કે એક વાર પૂજ્યશ્રીના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારેએ હજારે જાળની હોળી કરી. પૂજ્યશ્રીને આ નાનસૂને વિજય ન હતો ! બીજુ, મૂંગા પશુઓ પ્રત્યે પણ એવી જ અનુકંપા પ્રગટાવી હતી. પિટલાદ, ખેડા, જાવાલ, અમદાવાદ વગેરેની પાંજરાપોળને આચાર્યશ્રીના ઉપદેશથી લાખે રૂપિયાનાં દાન મળતાં રહ્યાં હતાં. સં. ૧૯૮૩ના ગુજરાતના જળપ્રલય વખતે પણ લાખો Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6