Book Title: Vijay Nemisuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249111/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ॰, ચદ્રાયસુરીશ્વરજી મ॰, કીર્તિ ચ’દ્રસૂરીશ્વરજી મ॰, નીતિપ્રભસૂરીશ્વરજી મ‚ સૂર્યોદયસૂરીશ્વરજી મ॰, હેમચંદ્રસૂરીશ્વરજી મ, અશાકચદ્રસૂરીશ્વરજી મ, મનહરસૂરીશ્વરજી મ॰, વિકાસચંદ્રસૂરીશ્વરજી મ॰, જયચંદ્રસૂરીશ્વરજી મ, પ્રાધચદ્રસૂરીશ્વરજી મ, 77 ?? 2010-04 '' 99 "" }} '' ,, ** ** પરમ પૂજ્ય શાસનસમ્રાટ : સૂરિચક્રવર્તી : પ્રૌઢપ્રતાપી મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માએ સંચમી થયા, અનેક વિદ્યાના આચાર્યો અન્યા, સમકિત વધારે પ્રજ્વલિત મત્યું : મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા; શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧પ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય વીતરાગશાસનની મહાન વિભૂતિ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ “ તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટુ છે, બનવુ મુશ્કેલ છે, ત્યારે તમે કદમ્બગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો; અને એમના આશીર્વાદ મેળવી લેજો,’ વૃદ્ધત્વના અંતિમ આરે આવી ઊભેલા ભાવનગર રાજ્યના મુત્સદ્દી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પેાતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અન ંતરાય પટ્ટણીને ઉપરોક્ત શબ્દો કહ્યા હતા. એ દાઢીવાળા ગુરુ એટલે વિરલ વિભૂતિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી Page #2 -------------------------------------------------------------------------- ________________ અહીથી હતા. મહાશિ અદ્ધિપ્રતિજ શ્રમણભગવંતો-૨ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જાજ્વલ્યમાન તપબળ, સન્નિષ્ટ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્વિક પ્રભાવશાલીતાના અદૂભુત ગુણોની સાક્ષાત્ મૂતિ હતા. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે તેઓશ્રી વીસમી સદીના સૌથી મોટા સૂરિશ્ચક-ચક્રવતીનું માનભર્યું સ્થાન પામ્યા હતા. ). પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયે હતે. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેડ પા તારાના નામને આંકડે ચાલતે. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯ત્ના કારતક સુદ ૧ને દિવસે પતા પુત્ર નેમચંદ”ને જન્મ થયે. ચુસ્ત ધમપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદને ઉછેર થતું હતું. બપગું વ્યાવહારિક શિક્ષણ લઈને ચૌદ વર્ષની વયે ધધે વળગ્યા. સટ્ટાના ધંધામાં તેમની કાબેલિયત ઝળકી ઊઠી. પરંતુ તેમને આત્મા કેઈપણ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થત ન હતે. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, ધર્મરુચિ અને જ્ઞાન-તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધે છેડીને વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ રુચિ કેળવાતી ચાલી. પિતાની અદ્દભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા વધુ પ્રેત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની એમના મન પર ગાઢી અસર થઈ. એક વર્ષના અભ્યાસ પછી તે નેમચંદ સંયમમાગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા. પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કેઈને કહ્યા વગર ઘર છેડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ સુદ ૭ના પુ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી નેમિવિજયજી બન્યા. અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાનપાનમાં એકનિષ્ઠ બની ગયા. મોરનાં ઈંડાં કાંઈ ચીતરવા ન પડે' એ ન્યાયે પહેલા જ વર્ષમાં પ્રકરણ, વ્યાકરણ, સાહિત્ય વગેરે અવગત કરી લીધાં. તે જ વર્ષમાં પર્યુષણવ્યાખ્યાનમાં ગુરુદેવના આદેશથી સુબોધિકા (શ્રી કલ્પસૂત્રની સંસ્કૃત ટીકા)ની પીઠિકા છટાદાર શૈલીમાં વાંચી. તે (સં. ૧૯૪માં વાત્સલ્યમૂતિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘેણે આઘાત લાગ્યા. પરંતુ જ્ઞાન-તપની સહાયે અપ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષમ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાસ્ત્રનું ઊંડું અવગાહન કર્યું. એટલું જ નહિ, જેનદર્શનની સાથે અન્ય દનો-સાંખ્ય, યુગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ ગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ શ્ર. ૭ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ૦ શાસનપ્રભાવક પ્રવર પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં શ્રી ભગવતીસૂત્ર દ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના કારતક વદ 9ના ગણિપદથી, માગશર સુદ ૩ના પંન્યાસપદથી વિભૂષિત કર્યા. અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈ તેમ જ શાસનધુરાને વહન કરવાની યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવ પૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી ગદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવતી અને જેનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્યપદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદથી શાસનસમ્રાટ ”થી વિશેષ ખ્યાત થયા. | સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબીયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિયમણને આત્યંતર ઉપચાર શરૂ થયે. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીને આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી પ૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયે હતે !! - જીવનસિદ્ધિઃ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવૃક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયે. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાઓથી હી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી ભાયમાન હતા. એક જ વ્યકિત આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે પણ આ સમયનું એક આશ્ચર્ય જ મનાયું ! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવન ધ્યેય નક્કી કર્યા હતાં અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં? ૧. (જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રના અધ્યયનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તે નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તે પસ્કલ્યાણનું પણ છે એમ પોતે દઢતાથી માનતા હતા. ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા; એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાને સુધીના માટે ધાર્મિક પાઠશાળાએ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાડશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી-સ્થપાવી. એટલું જ નહિ, વાવૃદ્ધ અને શ્રીમંત ગૃહસ્થ પણ મળીને ધર્મચર્ચા કરી શકે તે માટે અમદાવાદમાં જૈન તત્વવિવેચક સભા” સ્થાપી, જે આજે સૂરિસમ્રાટ પાઠશાળા” રૂપે ચાલી રહી છે. જ્ઞાનવૃદ્ધિ અને દ્ધારના સંદર્ભે ધર્મશાસ્ત્રોનું ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને ગ્રંથપ્રકાશન પણ એટલું જ અનિવાર્ય હતું. પૂજ્યશ્રીની 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબગિરિ અને મહુવાના વિશાળ કાનભંડારે એના સાક્ષીરૂપે આજે પણ ઊભા છે. આ ભંડામાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારે પ્રતા જળવાઈ રહી છે. આ ઉપરાંત, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરિજી અને ઉપાધ્યયશ્રી યશોવિજયજી જેવા દાર્શનિક પુરુષોએ રચેલાં મહાન ગ્રંથરત્નોનું સુઘડ અને સુલભ પ્રકાશન થાય તે માટે “ જેન ગ્રંથપ્રકારક સભા” સ્થાપી. આ સંસ્થાના માધ્યમથી સિંખ્યાબંધ ગ્રંથ સર્વને સુલભ બન્યા. આચાર્યશ્રીએ પિતે પણ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના નિચોડ રૂપે ગ્રંથ અને ટીકાગ્રંથો રચ્યા હતા, જેનું પરિમાણ ત્રણેક લાખ જેટલું અંદાજાય છે. એમાં શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન પરની “ હેમપ્રભાવૃત્તિ ", ન્યાયસિન્ધ” નામનો ન્યાયગ્રંથ અને “કાન્તતત્ત્વમીમાંસા', પ્રતિમામાડ” આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની જ્ઞાનોદ્ધારની આ વિશિષ્ટ સેવાઓનો ઉલ્લેખ કરતાં પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ યોગ્ય જ કહ્યું છે કે તેઓશ્રી દ્વારા જેનસમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્ય પ્રકાશનને પુનિત પ્રારંભ પણ વિશેષ રૂપે થયે હતો. તેઓશ્રીના પ્રેરણાદાયી સાહિત્ય-પ્રકાશનના શુભ પ્રયાસથી જ બીજા અનેક શાસ્ત્ર પ્રેમી અને સાહિત્યભક્ત મુનિવર પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈન ધર્મની તથા સમ્યફજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેઓશ્રી સર્વપ્રથમ મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા. ) ૨. શિષ્ય પરંપરા પૂજ્યપાદશીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય પરંપરા રચવાનું. આ કાર્યથી જેનશાસનને વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા. અને એ બેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શ ભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠેર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરેની ભવ્ય પરંપરા શાસનને સમપી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય–પ્રશિષ્યની પરંપરા જૈનધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. ૩. જીવદયા : આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધયેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકમાં ત્યાં મુખ્ય વ્યવસાય માછીમારીને હતા, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઈલેનો વિહાર કરીને, જાનના જોખમે હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી ઘાતકી પ્રથાઓ બંધ કરાવી, અને ઘણા બધા માછીમાર પાસે માછીમારીને વ્યવસાય બંધ કરાવ્યા. કહેવાય છે કે એક વાર પૂજ્યશ્રીના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારેએ હજારે જાળની હોળી કરી. પૂજ્યશ્રીને આ નાનસૂને વિજય ન હતો ! બીજુ, મૂંગા પશુઓ પ્રત્યે પણ એવી જ અનુકંપા પ્રગટાવી હતી. પિટલાદ, ખેડા, જાવાલ, અમદાવાદ વગેરેની પાંજરાપોળને આચાર્યશ્રીના ઉપદેશથી લાખે રૂપિયાનાં દાન મળતાં રહ્યાં હતાં. સં. ૧૯૮૩ના ગુજરાતના જળપ્રલય વખતે પણ લાખો 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રૂપિયાનું ફંડ કરાવ્યું હતું. અને એમાંથી વધેલી રકમમાંથી અમદાવાદ પાંજરાપોળમાં ભેજનશાળા શરૂ કરાવી હતી, જે આજે પણ ચાલે છે. તેઓશ્રીની આવી પ્રેરક પ્રવૃત્તિ વિશે મુનિશ્રી દશનવિજયજી (ત્રિપુટી) મહારાજ લખે છે : “શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે, સંરક્ષણ અને વૃદ્ધિ માટે તેઓશ્રીએ મહાન પ્રયત્ન કર્યા છે. અનેક દુષ્કાળ, જળપ્રલય અને રેગેના ઉપદ્રવ સામે, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં શ્રાવકક્ષેત્રોમાં ગુપ્તદાન અપાવવાની તેમની શક્તિ કામ કર્યા જ કરતી હતી. પિતાના શ્રીમંત ભકતો દ્વારા શ્રાવક ક્ષેત્રમાં પુષ્કળ ગુપ્તદાન અપાવ્યાં છે. તેમ જ કેઈ પણ ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર દુષ્કાળ આદિમાં દાન-રાહત અપાવતા. અનેક પાંજરાપોળ અને એવી જ બીજી સંસ્થાઓ પણ તેઓશ્રીની શક્તિથી જીવંત બની હતી.” છે. તીર્થોદ્ધાર: આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા અને વિરાટ હતું. એમના મેમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણત પરિષહ સહ્યો હતે. કદંબગિરિ તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડયા હતા. આવા કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થને ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દરવણી અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતને સરવાળે છે. માતર, રાણકપુર, સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીણું જિનાલન કરાવેલાં ધરમૂળ ઉદ્ધારે આજે પણ તેઓશ્રીની જીવંત ગાથા સંભળાવી રહ્યાં છે. આ ઉપરાંત, તીર્થોના હક અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારનાં તીર્થ માટે જુનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી ભારતભરનાં જૈન તીર્થોને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ પ્રાપ્ત કરતા રહ્યા. પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતાં પૂજ્ય આચાર્યશ્રી જેન–જેનતર-સૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજવલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતો પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. ભાવનગર, વલભીપુર, લીંબડી, ગોંડલ, ધ્રાંગધ્રા, ઉદયપુર, જેસલમેર, સિરોહી આદિ રાજાના મહારાજાએ પૂજ્યશ્રીના ઉપદેશ અને વ્યાખ્યાન-શ્રવણથી કૃતકૃત્યતા અનુભવતા. ઉદયપુરના ચાતુર્માસ વખતે દેશના પ્રખર પંડિત શ્રી મદનમોહન માલવિયાજીએ ઘણો સમય સત્સંગ કરીને આચાર્યશ્રીની પંડિતાઈ વિશે અભાવ દર્શાવ્યું હતું. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંધમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૯૦ના 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ 53 શ્રમણભગવતે-૨ અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની સૂઝ-સમજણથી અનેક વાદ-વિવાદ શમી ગયા અને એ સિદ્ધિથી એમને કીર્તિ કળશ સર્વોચ ટોચે ઝળક્યો હતે. આટ-આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પૂજ્યશ્રી અંતરથી સાવ નિઃસ્પૃહી હતા. સમયે સમયે રાજા-મહારાજાઓ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરતી ભેટ, સાધુજીવનને શેભે તેમ, સ્વીકારતા નહીં. સં. ૧૯૬૬માં કદંબગિરિમાં અનેક દરબારને હિંસા, ચેરી, વ્યસને આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબાર તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેને સ્વીકાર કર્યો નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્મશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાર્ય સાંગોપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જેનશાસનના ઇતિહાસમાં “શાસનસમ્રાટ' તરીકે અમર થાય એમાં શી નવાઈ ! ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ ) શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં માનવીની હરોળમાં આવે એવું કે પ્રાણ નથી. દેવે પુણ્યબળે માનવીથી ચડિયાતા હશે, પરંતુ આત્મશુદ્ધિ કરીને મુક્તિસુખને ઉપલબ્ધ કરી શકવાની સ્થિતિ અને શક્તિ ધરાવવાની ભાગ્યરેખા તે માનવીના લલાટે જ હોય છે! સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : “તઓ કાણાંઈ દેવે પહેજા; માગુસ્સગ ભવ, આરિખેત જમ્મ, સુકુલ પચ્ચા યાઈ—એવા માનવ ઉત્કૃષ્ટ ધર્મજીવન જીવીને મહામાનવ બની જતા હોય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. એમાં પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચ ને પચાસ જેટલાં શાસ્ત્ર--સિદ્ધાંતને વફાદાર રહીને શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા શાસન દ્વારા એક માત્ર મોક્ષમાર્ગના ઉપદેશ આપનારા સુવિહિત આચાર્ય મહારાજાઓ થનારા છે. આવા આંકડાઓ રોમહર્ષક હોય છે, એના કરતાં ય વિશેષ એવા શાસનપ્રભાવક પૂજ્યવરનાં દર્શન થાય છે ત્યારે એ ઘટના વધુ હર્ષમય અને પ્રભાવક બને છે ! આવી રોમાંચકારી ઘટના તે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુજ્યથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રનો કાશમીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પિષ સુદ 15 ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયે. પિષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા–પછી 2010_04