________________
શાસનપ્રભાવક
રૂપિયાનું ફંડ કરાવ્યું હતું. અને એમાંથી વધેલી રકમમાંથી અમદાવાદ પાંજરાપોળમાં ભેજનશાળા શરૂ કરાવી હતી, જે આજે પણ ચાલે છે. તેઓશ્રીની આવી પ્રેરક પ્રવૃત્તિ વિશે મુનિશ્રી દશનવિજયજી (ત્રિપુટી) મહારાજ લખે છે : “શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે, સંરક્ષણ અને વૃદ્ધિ માટે તેઓશ્રીએ મહાન પ્રયત્ન કર્યા છે. અનેક દુષ્કાળ, જળપ્રલય અને રેગેના ઉપદ્રવ સામે, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં શ્રાવકક્ષેત્રોમાં ગુપ્તદાન અપાવવાની તેમની શક્તિ કામ કર્યા જ કરતી હતી. પિતાના શ્રીમંત ભકતો દ્વારા શ્રાવક ક્ષેત્રમાં પુષ્કળ ગુપ્તદાન અપાવ્યાં છે. તેમ જ કેઈ પણ ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર દુષ્કાળ આદિમાં દાન-રાહત અપાવતા. અનેક પાંજરાપોળ અને એવી જ બીજી સંસ્થાઓ પણ તેઓશ્રીની શક્તિથી જીવંત બની હતી.”
છે. તીર્થોદ્ધાર: આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા અને વિરાટ હતું. એમના મેમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણત પરિષહ સહ્યો હતે. કદંબગિરિ તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડયા હતા. આવા કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થને ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દરવણી અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતને સરવાળે છે. માતર, રાણકપુર, સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીણું જિનાલન કરાવેલાં ધરમૂળ ઉદ્ધારે આજે પણ તેઓશ્રીની જીવંત ગાથા સંભળાવી રહ્યાં છે. આ ઉપરાંત, તીર્થોના હક અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારનાં તીર્થ માટે જુનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી ભારતભરનાં જૈન તીર્થોને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ પ્રાપ્ત કરતા રહ્યા.
પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતાં પૂજ્ય આચાર્યશ્રી જેન–જેનતર-સૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજવલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતો પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. ભાવનગર, વલભીપુર, લીંબડી, ગોંડલ, ધ્રાંગધ્રા, ઉદયપુર, જેસલમેર, સિરોહી આદિ રાજાના મહારાજાએ પૂજ્યશ્રીના ઉપદેશ અને વ્યાખ્યાન-શ્રવણથી કૃતકૃત્યતા અનુભવતા. ઉદયપુરના ચાતુર્માસ વખતે દેશના પ્રખર પંડિત શ્રી મદનમોહન માલવિયાજીએ ઘણો સમય સત્સંગ કરીને આચાર્યશ્રીની પંડિતાઈ વિશે અભાવ દર્શાવ્યું હતું. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંધમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૯૦ના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org