________________
અહીથી હતા. મહાશિ અદ્ધિપ્રતિજ
શ્રમણભગવંતો-૨ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જાજ્વલ્યમાન તપબળ, સન્નિષ્ટ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્વિક પ્રભાવશાલીતાના અદૂભુત ગુણોની સાક્ષાત્ મૂતિ હતા. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે તેઓશ્રી વીસમી સદીના સૌથી મોટા સૂરિશ્ચક-ચક્રવતીનું માનભર્યું સ્થાન પામ્યા હતા. ).
પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયે હતે. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેડ પા તારાના નામને આંકડે ચાલતે. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯ત્ના કારતક સુદ ૧ને દિવસે પતા પુત્ર નેમચંદ”ને જન્મ થયે. ચુસ્ત ધમપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદને ઉછેર થતું હતું. બપગું વ્યાવહારિક શિક્ષણ લઈને ચૌદ વર્ષની વયે ધધે વળગ્યા. સટ્ટાના ધંધામાં તેમની કાબેલિયત ઝળકી ઊઠી. પરંતુ તેમને આત્મા કેઈપણ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થત ન હતે. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, ધર્મરુચિ અને જ્ઞાન-તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધે છેડીને વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ રુચિ કેળવાતી ચાલી. પિતાની અદ્દભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા વધુ પ્રેત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની એમના મન પર ગાઢી અસર થઈ. એક વર્ષના અભ્યાસ પછી તે નેમચંદ સંયમમાગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા. પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કેઈને કહ્યા વગર ઘર છેડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ સુદ ૭ના પુ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી નેમિવિજયજી બન્યા. અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાનપાનમાં એકનિષ્ઠ બની ગયા. મોરનાં ઈંડાં કાંઈ ચીતરવા ન પડે' એ ન્યાયે પહેલા જ વર્ષમાં પ્રકરણ, વ્યાકરણ, સાહિત્ય વગેરે અવગત કરી લીધાં. તે જ વર્ષમાં પર્યુષણવ્યાખ્યાનમાં ગુરુદેવના આદેશથી સુબોધિકા (શ્રી કલ્પસૂત્રની સંસ્કૃત ટીકા)ની પીઠિકા છટાદાર શૈલીમાં વાંચી. તે
(સં. ૧૯૪માં વાત્સલ્યમૂતિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘેણે આઘાત લાગ્યા. પરંતુ જ્ઞાન-તપની સહાયે અપ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષમ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાસ્ત્રનું ઊંડું અવગાહન કર્યું. એટલું જ નહિ, જેનદર્શનની સાથે અન્ય દનો-સાંખ્ય, યુગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ ગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ
શ્ર.
૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org