Book Title: Vijay Nemisuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ પ૦ શાસનપ્રભાવક પ્રવર પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં શ્રી ભગવતીસૂત્ર દ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના કારતક વદ 9ના ગણિપદથી, માગશર સુદ ૩ના પંન્યાસપદથી વિભૂષિત કર્યા. અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈ તેમ જ શાસનધુરાને વહન કરવાની યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવ પૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી ગદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવતી અને જેનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્યપદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદથી શાસનસમ્રાટ ”થી વિશેષ ખ્યાત થયા. | સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબીયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિયમણને આત્યંતર ઉપચાર શરૂ થયે. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીને આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી પ૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયે હતે !! - જીવનસિદ્ધિઃ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવૃક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયે. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાઓથી હી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી ભાયમાન હતા. એક જ વ્યકિત આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે પણ આ સમયનું એક આશ્ચર્ય જ મનાયું ! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવન ધ્યેય નક્કી કર્યા હતાં અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં? ૧. (જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રના અધ્યયનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તે નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તે પસ્કલ્યાણનું પણ છે એમ પોતે દઢતાથી માનતા હતા. ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા; એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાને સુધીના માટે ધાર્મિક પાઠશાળાએ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાડશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી-સ્થપાવી. એટલું જ નહિ, વાવૃદ્ધ અને શ્રીમંત ગૃહસ્થ પણ મળીને ધર્મચર્ચા કરી શકે તે માટે અમદાવાદમાં જૈન તત્વવિવેચક સભા” સ્થાપી, જે આજે સૂરિસમ્રાટ પાઠશાળા” રૂપે ચાલી રહી છે. જ્ઞાનવૃદ્ધિ અને દ્ધારના સંદર્ભે ધર્મશાસ્ત્રોનું ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને ગ્રંથપ્રકાશન પણ એટલું જ અનિવાર્ય હતું. પૂજ્યશ્રીની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6