Book Title: Vijay Nemisuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 6
________________ 53 શ્રમણભગવતે-૨ અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની સૂઝ-સમજણથી અનેક વાદ-વિવાદ શમી ગયા અને એ સિદ્ધિથી એમને કીર્તિ કળશ સર્વોચ ટોચે ઝળક્યો હતે. આટ-આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પૂજ્યશ્રી અંતરથી સાવ નિઃસ્પૃહી હતા. સમયે સમયે રાજા-મહારાજાઓ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરતી ભેટ, સાધુજીવનને શેભે તેમ, સ્વીકારતા નહીં. સં. ૧૯૬૬માં કદંબગિરિમાં અનેક દરબારને હિંસા, ચેરી, વ્યસને આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબાર તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેને સ્વીકાર કર્યો નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્મશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાર્ય સાંગોપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જેનશાસનના ઇતિહાસમાં “શાસનસમ્રાટ' તરીકે અમર થાય એમાં શી નવાઈ ! ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ ) શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં માનવીની હરોળમાં આવે એવું કે પ્રાણ નથી. દેવે પુણ્યબળે માનવીથી ચડિયાતા હશે, પરંતુ આત્મશુદ્ધિ કરીને મુક્તિસુખને ઉપલબ્ધ કરી શકવાની સ્થિતિ અને શક્તિ ધરાવવાની ભાગ્યરેખા તે માનવીના લલાટે જ હોય છે! સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : “તઓ કાણાંઈ દેવે પહેજા; માગુસ્સગ ભવ, આરિખેત જમ્મ, સુકુલ પચ્ચા યાઈ—એવા માનવ ઉત્કૃષ્ટ ધર્મજીવન જીવીને મહામાનવ બની જતા હોય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. એમાં પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચ ને પચાસ જેટલાં શાસ્ત્ર--સિદ્ધાંતને વફાદાર રહીને શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા શાસન દ્વારા એક માત્ર મોક્ષમાર્ગના ઉપદેશ આપનારા સુવિહિત આચાર્ય મહારાજાઓ થનારા છે. આવા આંકડાઓ રોમહર્ષક હોય છે, એના કરતાં ય વિશેષ એવા શાસનપ્રભાવક પૂજ્યવરનાં દર્શન થાય છે ત્યારે એ ઘટના વધુ હર્ષમય અને પ્રભાવક બને છે ! આવી રોમાંચકારી ઘટના તે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુજ્યથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રનો કાશમીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પિષ સુદ 15 ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયે. પિષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા–પછી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6