Book Title: Vijay Kesharsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 304 શાસનપ્રભાવક કિયાકલાપ વખતે જેમનાં નયનેમાંથી અમીધારા વહેતી, તે પ્રેમપૂર્ણ નયને આ ક્ષણભંગુર દુનિયા છોડી સદાને માટે અદશ્ય બની ગયાં. પૂજ્યશ્રીના દેહાવસાને સમગ્ર સમાજમાં શોકનું વાતાવરણ રચી દીધું. પરંતુ તેઓશ્રીના અક્ષરદેહે અમરતા અને આનંદનો આશ્વાસનભાવ જગવી દીધે! એવા એ ગીરાજ વત્સલમૂતિ સાધુવર્યને હૃદય પૂર્વક કટિ કોટિ વંદના ! (સંકલન : “જૈન ”ના “સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક માંથી સાભાર) શાસનના મૂક સેવક, સરળરવભાવી વત્સલમૂતિ સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં જે આચાર્યદેવે થયા, તેમાં આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ એક પ્રભાવશાળી સાધુવર્ય હતા. તેઓશ્રી વિશે વિશેષ વિગત પ્રાપ્ત થતી નથી. તેઓશ્રીની જન્મભૂમિ લીંબડી હતી. સુરેન્દ્રનગરવાળા સુપ્રસિદ્ધ આગેવાન શ્રી ચંદુલાલ વર્ધમાન સંસારી સંબંધે તેમના ભાણેજ થતા હતા. પૂ. આ. શ્રી વિજયકેશરસૂરિજી મહારાજ પછી એક વર્ષે તેમણે દીક્ષા લીધી હતી અને જીવ્યા ત્યાં સુધી તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવાસુશ્રષા કરી હતી. સુરત જિલ્લાના કીમ પાસેના તડકેશ્વર ગામના જિનાલયને જીર્ણોદ્ધાર કરવામાં પૂ. આ. શ્રી વિજયલાભસૂરિજી મહારાજનું મોટું પ્રદાન હતું. પૂજ્યશ્રી બહુ વિદ્યાભ્યાસી ન હતા, પરંતુ સેવાભાવના અને પરોપકારવૃત્તિ હોવાને લીધે સૌના પ્રીતિપાત્ર અને આદરણીય બન્યા હતા. વર્તમાનમાં પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરિજી મહારાજના વ્યક્તિત્વને જોતાં પૂજ્યશ્રીના વિનમ્ર, દયાળુ અને સેવાભાવી સ્વભાવની ઝાંખી થાય છે. પૂજ્યશ્રી અન્ય સમુદાયના સાધુઓની સેવામાં પણ એટલા જ મગ્ન રહેતા. હંમેશાં સતત શાસનપ્રભાવનામાં કાર્યરત રહેતા. જેનસમાજની ઉન્નતિ માટે તત્પર રહેતા. સૌ કેઈ ધમપાલનના અનુરાગી રહે તેવી ખેવના રાખતા. પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સ્નેહ, શાંતિ અને સંપનું વાતાવરણ સર્જાયું હતું. એવા એ પરમ સેવાવ્રતી સાધુવરને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના ! -- -- સંસ્કાર–સંજીવની દાતા, તપ-ધ્યાન-યોગના પ્રણેતા, અધ્યાત્મનિષ્ઠ યોગીરાજ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષોનાં જીવન સ્વચ્છ અરીસા સમાન હોય છે. અરીસામાં જેવાથી જેવી હોય તેવી આકૃતિ દેખાય છે, તેમ મહાપુરુષોના જીવન સામે આપણું જીવન જેવું હોય તેવું સ્પષ્ટ થાય છે. આપણું આંતરવિશ્વ દયાળુ છે કે ક્રોધી, માની છે કે સરળ, નગ્ન છે કે અભિમાની, લેભી છે કે ઉદાર, સંસ્કારી છે કે અસંસ્કારી - એને પરિચય થાય છે. અને એ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3