Book Title: Vijay Kesharsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૩૦૩ શ્રમણભગવંતો-ર પાવન છત્રછાયામાં તેમને જન્મ થયો હતો. કેશવજીનું વતન બેટાદ પાસેનું પાળિયાદ ગામ, અને મોસાળ પાલીતાણા હતું. પિતાનું નામ માધવજી નાગજી અને માતાનું નામ પાનબાઈ હતું. જ્ઞાતિએ વિસા શ્રીમાળી અને વ્યવસાયે વેપારી હતા. પાલીતાણામાં જન્મેલા કેશવજીએ ત્રીજા પ્રેરણ સુધીનો અભ્યાસ પાલીતાણામાં જ કર્યો. સં. ૧૯૪૦માં કુટુંબ વઢવાણ કેમ્પ રહેવા આવ્યું. ત્યાં કેશવજીએ આગળ વધી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પરંતુ આ દરમિયાન એક અતિ આઘાતજનક બનાવ બન્ય. ત્રણ દિવસના અંતરે માતા અને પિતાના અવસાન થયાં. આ કારમો આઘાતથી કેશવભાઈનું મન સંસાર પરથી ઊઠી ગયું. એવામાં વડેદરા મુકામે પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયો અને ભાઈ કેશવજીની વૈરાગ્યભાવના દ4 બની. સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમણે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કેશરવિજયજી મહારાજ ગુરુચરણે બેસી ગયા. વિદ્યાભ્યાસ અને જપ-તપમાં નિમગ્ન બની ગયા. વડોદરા અને સુરતની સ્થિરતા દરમિયાન અનેક શાને ઊંડો અભ્યાસ કર્યો. પછી તેઓશ્રીનું મન યુગ તરફ વળ્યું. તે રુચિ જીવનભર ટકી રહી. જીવનના છેલ્લા શ્વાસ સુધી મેગ, ધ્યાન અને અષ્ટાંગયોગના સાધક બની રહ્યા. યુગપ્રાપ્તિ માટે તેઓશ્રીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પૂજ્યશ્રીના સાધક જીવનમાં ૐકારનો જાપ સતત ચાલતે. ૩ૐકાર જાપ માટે પૂજ્યશ્રી સૌને આગ્રહ પણ કરતા. ધર્મશા અને યોગવિદ્યાના વિશાળ અને ગહન જ્ઞાનના પરિપાક રૂપે પૂજ્યશ્રી પાસેથી ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં યેગશાસ્ત્ર, જ્ઞાનદીપિકા, મ્યદર્શન, ગૃહસ્થધર્મ, નીતિમય જીવન, આત્માને વિકાસક્રમ, મહામહને પરાજય, મલયસુંદરીચરિત્ર, પ્રભુ મહાવીર તવપ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મુખ્ય છે. પૂજ્યશ્રીને સં. ૧૯૬૩માં સુરત મુકામે ગણિપદવી અપાઈ સં. ૧૯૭૪માં મુંબઈમાં પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પરંતુ ત્યાર બાદ પૂ. ગુરુદેવ શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ થતાં તેઓશ્રી પર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. ત્યારથી તેઓશ્રીની રોજગ જાણવાની ઈચ્છા દબાઈ ગઈ. પિતાના સમુદાયનું બંધારણ ઘડવા વઢવાણમાં સંમેલન યેર્યું. પૂજયશ્રીની વિદ્વત્તા, વકતૃત્વ અને ગસિદ્ધિને ઘણો પ્રભાવ પડવા લાગે. અનેક ભવ્યાત્માઓ તેઓશ્રીના વરદ હસ્તે સંયમમાગે સંચર્યા. જેને જ નહિ પણ પારસી, મુસલમાન, મચી આદિ કેમના માણસે પર પણ તેઓશ્રીએ ઘણે જ પ્રભાવ પાથર્યો. પૂજ્યશ્રીની ચપાસ વધતી પ્રભાવનાને લક્ષમાં લઈ સં. ૧૯૮૩ના કારતક વદ ૬ને શુભ દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયો. સં. ૧૯૮૫માં વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્યશ્રી તારંગાઇ ગયા. ત્યાં ગુફામાં ધ્યાનાવસ્થામાં હતા ત્યાં જ શરદીના ભયંકર હુમલાથી હૃદય પર અસર થઈ અને તેઓશ્રીને અમદાવાદ લાવવામાં આવ્યા. અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં રાખવામાં આવ્યા. કેન્સર જાહેર થતાં ઉપચાર શરૂ થયા. શ્રાવણ વદ પાંચમે પૂજ્યશ્રીએ અન્નજળને ત્યાગ કર્યો અને સ્કાર મંત્રના સતત જાપ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન વખતે, વાર્તાલાપ વખતે, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3