Book Title: Vidyani Char Bhumikao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૯૯] દર્શન અને ચિંતન કરવું હોય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં ને એમની પાસેથી કામ લેતાં એની પિતાની સૂઝ પણ ખીલે છે, એનું નેતૃત્વ ઘડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકે પિતાની આસપાસ વિદ્યાર્થીઓનું મંડળ હોય એમ ઈચછે છે, એટલું જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મેં એવા અધ્યાપકે જોયા છે. યુરોપમાં એવા અધ્યાપકે છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકને વિદ્યાર્થીએ તે પિતાનો શંકાપ્રશ્ન પૂછીને નિરતિ ઘેર જઈને સૂઈ શકે, પણ અધ્યાપકની તે ઘણીવાર ઊંધ ઉડી જતી હોય છે. એને એમ થાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પિોતે આપે તે અધૂરો છે, પૂરતે સંતોષકારક નથી. તેથી તેષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાર્થી જાણે છે ત્યારે અધ્યાપકના જીવનને રંગ એને પણ લાગે છે. વિદ્યોપાર્જન એ તે વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તે જ એ વધ્યા કરે અને શાખાઓ શાખાઓ, પાંદડે પાંદડે એ રસ પહોંચ્યા કરે. ધણા પૂછે છે કે શું અમદાવાદમાં સંશોધન થઈ શકે ? પ્રશ્ન સાચે છે, કેમ કે અમદાવાદનું ધન જુદું છે. છતાં એ વનને વિશેષ ઈચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધન ઈચ્છનાર વર્ગ હોય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હોઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનું છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલે છે, જેને પિતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યાપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઈછાએ કે અનિચ્છાએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એને પણ ઉપયોગ છે. ઘણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈને પડયા હશો ? હું જવાબ આપું છું કે અમારે ભરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને ધનિક ભલે અભિમાન કરે પણ વિદ્યાધિનવાળાઓને વિદ્વાનને શોધ્યા વિના એમને ચાલ્યું નથી. પોતાને માટે નહિ તે પિતાનાં સંતાન માટે પણ એમને વિદ્વાનોની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતા વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિધરૂપ છે. વિદ્યાની સાધનામાં વિઘ હોય તો તે ધનરાશિનું છે. પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હોઈએ તે ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાને સંભવ નથી. ધનાઢ્યોને સંસર્ગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5