Page #1
--------------------------------------------------------------------------
________________
વિદ્યાની ચાર ભૂમિકાઓ *
[૧] આજે તમારી સૌની સમક્ષ બોલતી વખતે જે હું પ્રત્યેક વ્યક્તિને. ચહેરે જોઈ શકતે હેત, અથવા તે શબ્દ સાંભળીને પણ બધાને ઓળખી શકતે હેત તે મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી આવ્યો, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ. રહે છે, પણ આપણે તે વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તે અધ્યયન સંબંધી જ કંઈક કહું. પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તે વગર તાલીમ ફાંફાં મારતાં જે રસ્તે મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કડીથી જેણે જંગલ પસાર કર્યું હોય તે કેવળ પિતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એ તો નહિ જ કે બીજી કેડીએ જ નથી, અથવા છે તે એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહે કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે.
વિદ્યાર્થી જીવન આપણે ચાર વિભાગમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીને તે પહેલ વિભાગમાધ્યમિકથી ઉચ્ચશિક્ષણ અર્થાત્ આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણીએ છીએ તે પામતાં સુધીનો બીજો વિભાગ અનુસ્નાતકને તે ત્રીજો અને તે પછી તે ચોથે વિભાગ.
આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કાર પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં
*ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાથી સભાને આયે, અધ્યાપક અને વિદ્યાથીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન.
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૮૮ ].
દર્શન અને ચિંતન જેને હું ભાષા કહું છું તેમાં લખવાનું, બેલવા વાંચવા અને ઉચ્ચારવાનું બધું આવી ગયું એમ ગણવાનું છે. આ પ્રવૃત્તિથી સમજણ, તર્ક બધું ઉત્તેજિત થાય છે, પણ તે મોટે ભાગે ઉમરના પ્રમાણમાં.
- ત્યાર પછીની બીજી ભૂમિકા સંજ્ઞાન અર્થાત સમજણપ્રધાન છે. વિદ્યાર્થી કૉલેજમાં દાખલ થાય ત્યારે પણ ભાષા અને શક્યું મહત્વ તે રહે છે જ, પણ એ ભૂમિકામાં એને વિષયને પકડીને ચાલવાનું થાય છે. તેથી જ અભ્યાસકમમાં ઘણું પુસ્તક હોવા છતાં તે બધાં પૂરાં થાય છે. જે એને ત્યાં પણ માત્ર સ્મૃતિ પર આધાર રાખીને ચાલવાનું હોય તે એમ થઈ શકે નહિ. ત્યાં શબ્દ નહિ પણ અર્થ મહત્ત્વ ભગવે છે. એ અર્થ ગ્રહણ કરવાની પદ્ધતિમાં ફેર હોઈ શકે, પણ મુખ્ય વસ્તુસ્થિતિ આ પ્રકારની હેય છે.
ત્યાર પછીની ભૂમિકામાં સમજણ ઉપરાંત એક નવું તત્વ આવે છે. એની પહેલાંની ભૂમિકાઓમાં શિક્ષણ, ચર્ચા, ટીકા બધું અન્યની કનેથી આવતું હતું અને સમજી લેવાતું હતું, પણ હવે આ નવી ત્રીજી ભૂમિકામાં તારતમ્ય, પરીક્ષણવૃત્તિકઈ પણ મતને પિતાની બુદ્ધિથી કસી જોવાની પરીક્ષતિઉમેરાય છે. આ વખતે વિદ્યાર્થી આમ કરી શકવા જેટલી ઉંમરે પણ પહોંચ્યું હોય છે, એટલે પહેલાં જે પુસ્તક કે અધ્યાપકને તે પ્રમાણભૂત માનતા હોય તેની સામે પણ એ શીંગડા માંડે એ સ્થિતિ આવે છે.
તે પછીની ભૂમિકા તે પીએચ. ડી. થવા માટે જે જાતની પ્રવૃત્તિ થતી હોય છે તેની છે. શબ્દપ્રધાન, સમજણપ્રધાન અને પરીક્ષાપ્રધાન વિદ્યાધ્યયનને ઉપયોગ એ ભૂમિકામાં થાય છે. એ ભૂમિકાવાળાએ પિતાના વિષયને અંગે જેટલું કામ થયું હોય તે બધું સમજી લઈને, ઉપલભ્ય હોય એટલું જ્ઞાન મેળવી લઈને કંઈક નવું શોધવાનું, સર્જવાનું, ઉમેરવાનું હોય છે–પેલી શબ્દસૃતિ, સંજ્ઞાન અને પરીક્ષાની ત્રિવેણુને આધારે. એણે કરેલા કામનું પ્રમાણું જવાનું હતું નથી, એટલે કે પાનાંની સંખ્યા જોવાની હતી નથી, પણ એની મૌલિકતા, એને અધિકાર જેવાનાં હોય છે. એની નવી શોધ એકાદ વાક્યમાં જણાઈ આવે એમ પણ બને; પણ મારે જે કહેવાનું છે તે તે આ જ કે એ ભૂમિકા નવું શેધવાની, સર્જનશક્તિને વ્યક્ત કરવાની ભૂમિકા છે.
આપણે આજે જેઓ અહીં એકત્ર થયાં છીએ તે ત્રીજી અને ચોથી
Page #3
--------------------------------------------------------------------------
________________
વિદ્યાની ચાર ભૂમિકા
[પટેલ ભૂમિકાવાળાં છીએ. ડિગ્રી મેળવવા માગનારાઓનો કે પરીક્ષા પાસ કરનારાઓને અત્યારે હું વિચાર નથી કરતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ હું ભેગે જ ખ્યાલ કરું છું, છતાં અધ્યાપકે વિશે થોડુંક કહી લઉં. આમ તે સાચે અધ્યાપક હંમેશાં વિદ્યાર્થીમાનસ સાથે તાલ મેળવતા જ હોય છે, પણ જયારે વિદ્યાથીની સંશોધન પ્રવૃત્તિને એ સહાય કરતા હોય છે ત્યારે એ જુદો જ રંગ સજતે હોય છે. એ કક્ષામાં અધ્યાપકને એવી વસ્તુઓ સૂચવવી પડતી હોય છે જેથી વિદ્યાથીની સંશોધકવૃત્તિ જાગ્રત થાય. એટલે અધ્યાપક પ્રત્યક્ષ શિક્ષણથી જ નહિ પરંતુ ચર્ચા, વાર્તાલાપ, સૂચના વગેરે દ્વારા પણ વિદ્યાર્થીના મનમાં કશુંક ઉગાડવા મથતો હોય છે. એકંદરે, વિદ્યાર્થી જીવનની જેમ ચાર ભૂમિકાઓ ગણાવી તેમ અધ્યાપકના જીવનની પણ ચાર ભૂમિકાઓ ગણવવા. જેવી છે–એને વિદ્યાર્થીઓની સપાટી પર ઊતરવું પડતું હોય છે માટે.
વિદ્યાર્થી અને અધ્યાપકનો સંબંધ પણ સમજવા જેવું છે. વિદ્યાનું અધ્યયન બંનેને સામાન્ય ધર્મ છે. અધ્યાપક અને વિદ્યાર્થી એવા વિભાગે કેવળ વ્યવહારુ છે, બાકી બેઉ એક જ વર્ગના છે. પણ અધ્યાપકના પદે નિમાવાથી અધ્યાપક થવાતું નથી; એ તે રજિસ્ટરમાં અધ્યાપક થ. વિદ્યાર્થીની બુદ્ધિને અને જિજ્ઞાસાને સંકેરનાર ને ઉત્તેજના જ સાચો અધ્યાપક ગણાય. એ સિવાય વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે તારતમ્ય ઝાઝું નથી, છતાં અધ્યાપક વિના વિદ્યાર્થીને ચાલે નહિ. નટને નાચવા માટે દેરી ન હોય તો એ નાચે કેવી રીતે ? તેમ વિદ્યાથીને પણ પુસ્તકો અને, અધ્યાપકે વિના ચાલે નહિ.
સામે પક્ષે જે વિદ્યાથી જ ન હોય તે અધ્યાપક કે અધ્યાપન સંભવતાં નથી. વસ્તુતઃ વિદ્યાથીના સાંનિધ્યમાં જ અધ્યાપકનો આત્મા વિકસે છે, વ્યક્ત થાય છે. એની સમજ પણ ત્યારે જ સ્પષ્ટ થાય છે. વિદ્યાથી એની પાસે આવે છે તે કંઈક મેળવવાની શ્રદ્ધાથી, પણ અધ્યાપક જે પિતાની જવાબદારી સમજતું હોય તે જ એ શ્રદ્ધા સાર્થક થાય છે. આમ ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં વધારેમાં વધારે જવાબદારી અધ્યાપકની રહે છે.
પણ અધ્યાપક જવાબદારી સમજના હેય એટલાથી જ વિદ્યાથીને ઉદ્ધાર ન થઈ જાય. જેઓ અધ્યાપકની શરણાગતિ લેવા આવે તેઓ પિતે પણ જિજ્ઞાસુ, મહેનતુ અને વિદ્યાપરાયણ હોવા જોઈએ.
અધ્યાપકનું પિતાનું પણ એક ધ્યેય હોય છે. એને પણ નવું સંશોધન
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૯૯]
દર્શન અને ચિંતન કરવું હોય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં ને એમની પાસેથી કામ લેતાં એની પિતાની સૂઝ પણ ખીલે છે, એનું નેતૃત્વ ઘડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકે પિતાની આસપાસ વિદ્યાર્થીઓનું મંડળ હોય એમ ઈચછે છે, એટલું જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મેં એવા અધ્યાપકે જોયા છે. યુરોપમાં એવા અધ્યાપકે છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકને વિદ્યાર્થીએ તે પિતાનો શંકાપ્રશ્ન પૂછીને નિરતિ ઘેર જઈને સૂઈ શકે, પણ અધ્યાપકની તે ઘણીવાર ઊંધ ઉડી જતી હોય છે. એને એમ થાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પિોતે આપે તે અધૂરો છે, પૂરતે સંતોષકારક નથી. તેથી તેષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાર્થી જાણે છે ત્યારે અધ્યાપકના જીવનને રંગ એને પણ લાગે છે.
વિદ્યોપાર્જન એ તે વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તે જ એ વધ્યા કરે અને શાખાઓ શાખાઓ, પાંદડે પાંદડે એ રસ પહોંચ્યા કરે.
ધણા પૂછે છે કે શું અમદાવાદમાં સંશોધન થઈ શકે ? પ્રશ્ન સાચે છે, કેમ કે અમદાવાદનું ધન જુદું છે. છતાં એ વનને વિશેષ ઈચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધન ઈચ્છનાર વર્ગ હોય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હોઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનું છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલે છે, જેને પિતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યાપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઈછાએ કે અનિચ્છાએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એને પણ ઉપયોગ છે. ઘણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈને પડયા હશો ? હું જવાબ આપું છું કે અમારે ભરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને ધનિક ભલે અભિમાન કરે પણ વિદ્યાધિનવાળાઓને વિદ્વાનને શોધ્યા વિના એમને ચાલ્યું નથી. પોતાને માટે નહિ તે પિતાનાં સંતાન માટે પણ એમને વિદ્વાનોની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતા વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિધરૂપ છે. વિદ્યાની સાધનામાં વિઘ હોય તો તે ધનરાશિનું છે. પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હોઈએ તે ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાને સંભવ નથી. ધનાઢ્યોને સંસર્ગથી
Page #5
--------------------------------------------------------------------------
________________ વિદ્યાની ચાર ભૂમિકા [591 જ એ જાગતી હેય છે. એટલે એથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણું મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે. એક બીજા વિઘનો પણ અહીં નિર્દેશ કરીશ. ઘણી વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પિતાના વખતનો સદુપયોગ કરનારા વિદ્યાર્થીઓ મેં બહુ ઓછા જોયા છે. એમને પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતું જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતાં હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારં વાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજી-ચેથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તે સ્વપ્રયત્નથી-સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલ માટે આપણે શિક્ષકે, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણુએ, પણ સ્ત્રીમાં તે વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે, અને ચોથીમાં તે એ ભૂલ નભી જ ન શકે, ત્યાં તે એને દૂર કરવી જ પડે. એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાય—ચર્ચા, વાચન, ધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય—એ તે વિદ્યાર્થી જીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિ કાઓનાં તે વર્ષે પણ નિયત કરવામાં આવે છે, પણ એથીને તે એનુંય બંધન નથી. એ તે સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસે એવું પ્રાણું છું.