________________ વિદ્યાની ચાર ભૂમિકા [591 જ એ જાગતી હેય છે. એટલે એથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણું મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે. એક બીજા વિઘનો પણ અહીં નિર્દેશ કરીશ. ઘણી વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પિતાના વખતનો સદુપયોગ કરનારા વિદ્યાર્થીઓ મેં બહુ ઓછા જોયા છે. એમને પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતું જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતાં હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારં વાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજી-ચેથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તે સ્વપ્રયત્નથી-સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલ માટે આપણે શિક્ષકે, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણુએ, પણ સ્ત્રીમાં તે વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે, અને ચોથીમાં તે એ ભૂલ નભી જ ન શકે, ત્યાં તે એને દૂર કરવી જ પડે. એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાય—ચર્ચા, વાચન, ધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય—એ તે વિદ્યાર્થી જીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિ કાઓનાં તે વર્ષે પણ નિયત કરવામાં આવે છે, પણ એથીને તે એનુંય બંધન નથી. એ તે સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસે એવું પ્રાણું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org