Book Title: Vidyani Char Bhumikao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ * [૧] આજે તમારી સૌની સમક્ષ બોલતી વખતે જે હું પ્રત્યેક વ્યક્તિને. ચહેરે જોઈ શકતે હેત, અથવા તે શબ્દ સાંભળીને પણ બધાને ઓળખી શકતે હેત તે મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી આવ્યો, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ. રહે છે, પણ આપણે તે વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તે અધ્યયન સંબંધી જ કંઈક કહું. પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તે વગર તાલીમ ફાંફાં મારતાં જે રસ્તે મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કડીથી જેણે જંગલ પસાર કર્યું હોય તે કેવળ પિતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એ તો નહિ જ કે બીજી કેડીએ જ નથી, અથવા છે તે એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહે કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે. વિદ્યાર્થી જીવન આપણે ચાર વિભાગમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીને તે પહેલ વિભાગમાધ્યમિકથી ઉચ્ચશિક્ષણ અર્થાત્ આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણીએ છીએ તે પામતાં સુધીનો બીજો વિભાગ અનુસ્નાતકને તે ત્રીજો અને તે પછી તે ચોથે વિભાગ. આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કાર પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં *ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાથી સભાને આયે, અધ્યાપક અને વિદ્યાથીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5