Book Title: Vidyani Char Bhumikao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ વિદ્યાની ચાર ભૂમિકા [પટેલ ભૂમિકાવાળાં છીએ. ડિગ્રી મેળવવા માગનારાઓનો કે પરીક્ષા પાસ કરનારાઓને અત્યારે હું વિચાર નથી કરતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ હું ભેગે જ ખ્યાલ કરું છું, છતાં અધ્યાપકે વિશે થોડુંક કહી લઉં. આમ તે સાચે અધ્યાપક હંમેશાં વિદ્યાર્થીમાનસ સાથે તાલ મેળવતા જ હોય છે, પણ જયારે વિદ્યાથીની સંશોધન પ્રવૃત્તિને એ સહાય કરતા હોય છે ત્યારે એ જુદો જ રંગ સજતે હોય છે. એ કક્ષામાં અધ્યાપકને એવી વસ્તુઓ સૂચવવી પડતી હોય છે જેથી વિદ્યાથીની સંશોધકવૃત્તિ જાગ્રત થાય. એટલે અધ્યાપક પ્રત્યક્ષ શિક્ષણથી જ નહિ પરંતુ ચર્ચા, વાર્તાલાપ, સૂચના વગેરે દ્વારા પણ વિદ્યાર્થીના મનમાં કશુંક ઉગાડવા મથતો હોય છે. એકંદરે, વિદ્યાર્થી જીવનની જેમ ચાર ભૂમિકાઓ ગણાવી તેમ અધ્યાપકના જીવનની પણ ચાર ભૂમિકાઓ ગણવવા. જેવી છે–એને વિદ્યાર્થીઓની સપાટી પર ઊતરવું પડતું હોય છે માટે. વિદ્યાર્થી અને અધ્યાપકનો સંબંધ પણ સમજવા જેવું છે. વિદ્યાનું અધ્યયન બંનેને સામાન્ય ધર્મ છે. અધ્યાપક અને વિદ્યાર્થી એવા વિભાગે કેવળ વ્યવહારુ છે, બાકી બેઉ એક જ વર્ગના છે. પણ અધ્યાપકના પદે નિમાવાથી અધ્યાપક થવાતું નથી; એ તે રજિસ્ટરમાં અધ્યાપક થ. વિદ્યાર્થીની બુદ્ધિને અને જિજ્ઞાસાને સંકેરનાર ને ઉત્તેજના જ સાચો અધ્યાપક ગણાય. એ સિવાય વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે તારતમ્ય ઝાઝું નથી, છતાં અધ્યાપક વિના વિદ્યાર્થીને ચાલે નહિ. નટને નાચવા માટે દેરી ન હોય તો એ નાચે કેવી રીતે ? તેમ વિદ્યાથીને પણ પુસ્તકો અને, અધ્યાપકે વિના ચાલે નહિ. સામે પક્ષે જે વિદ્યાથી જ ન હોય તે અધ્યાપક કે અધ્યાપન સંભવતાં નથી. વસ્તુતઃ વિદ્યાથીના સાંનિધ્યમાં જ અધ્યાપકનો આત્મા વિકસે છે, વ્યક્ત થાય છે. એની સમજ પણ ત્યારે જ સ્પષ્ટ થાય છે. વિદ્યાથી એની પાસે આવે છે તે કંઈક મેળવવાની શ્રદ્ધાથી, પણ અધ્યાપક જે પિતાની જવાબદારી સમજતું હોય તે જ એ શ્રદ્ધા સાર્થક થાય છે. આમ ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં વધારેમાં વધારે જવાબદારી અધ્યાપકની રહે છે. પણ અધ્યાપક જવાબદારી સમજના હેય એટલાથી જ વિદ્યાથીને ઉદ્ધાર ન થઈ જાય. જેઓ અધ્યાપકની શરણાગતિ લેવા આવે તેઓ પિતે પણ જિજ્ઞાસુ, મહેનતુ અને વિદ્યાપરાયણ હોવા જોઈએ. અધ્યાપકનું પિતાનું પણ એક ધ્યેય હોય છે. એને પણ નવું સંશોધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5