Book Title: Vastupooja Sarth
Author(s): Buddhisagar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦.
વાસ્તુક-પૂજા વિધિ - મંત્ર- ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય Qી ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા ,
મનોહર નૈવેદ્ય મૂકીને પ્રભુજીની આગળ ધરીએ. આ સઘળી શુભદ્રવ્ય વાસ્તુપૂજા છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર આત્મક રત્નત્રયી સ્વરૂપ લક્ષ્મી આ જીવને વરે છે. અને શાશ્વતપદ જે મુક્તિ છે તેના રંગવાળી (તેના પ્રત્યે પ્રીતિવાળી) બુદ્ધિ થાય છે. (અહીં બુદ્ધિ શબ્દથી પૂજાના કર્તાનું નામ સૂચિત થાય છે.) આ પ્રમાણે દ્રવ્યવાસ્તુપૂજાના અશુભ અને શુભ એમ બે પ્રકાર સમજાવ્યા. હવે શુભભાવવાસ્તુ પૂજા સમજાવીશું. પેલો
મંત્રનો અર્થ– ડ્રીં એવા મંત્રાલર સહિત શ્રી ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાક્ષરપૂર્વક અમારા નમસ્કાર હોજો. અસાર એવા આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ જરા અને મૃત્યુ આદિનાં દુઃખોનું નિવારણ કરવા માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોની શાન્તિ અર્થે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ.
|| ત્રીજી પૂજા સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50