Book Title: Vardhman Tapni Oli Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ જિનતત્ત્વ વિચારણા એની નજર સામેથી ખસી જાય છે. માટે જ ઇન્દ્રિયોના અલ્પજીવી સુખને એ સનાતન સુખ માનવા લાગે છે. બાહ્ય પ્રકારની તપશ્ચર્યામાં “રસત્યાગની તપશ્ચર્યા પણ ઘણી અગત્યની છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ; એટલે કે લૂખો આહાર, રસેન્દ્રિય એટલે કે જીભ ઉપર સંયમ મેળવ્યા વગર રસત્યાગ સહેલો નથી, આયંબિલ (આચારૂ-આંબેલ) રસત્યાગના પ્રકારની તપશ્ચર્યા છે. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક જ વાર, એક આસને બેસી ઘી-તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લુખો આહાર લેવાનો હોય છે. આયંબિલ કરતાં ઉપવાસ કઠિન છે, કારણ કે ઉપવાસમાં બિલકુલ આહાર લેવાનો નથી, પરંતુ કેટલાંકને ઉપવાસ કરવો સહેલો લાગે છે, પણ આયંબિલ એટલું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય ઉપર અસાધારણ સંયમની જરૂર છે. સળંગ નવ દિવસ સુધી આયંબિલ કરવાની તપશ્ચર્યાને આયંબિલની ઓળી (આવલી – એટલે હારમાળા : નવ દિવસની હાર) કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં એમ વર્ષમાં બે વાર આયંબિલની ઓળીનો ઉત્સવ આવે છે. પર્વમાં તે શ્રેષ્ઠ મનાય છે. વળી તે શાશ્વત પર્વ મનાય છે. ઓળીના નવ દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ – એમ નવ પદ સાથે જોડવામાં આવે છે, અને રોજે રોજ એક એક પદની આરાધના, નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ, એ પદના જાપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે. આયંબિલ કરવા સાથે જે જુદા જુદ્ધ પ્રકારની તપશ્ચર્યા થાય છે તેમાં એક ઘણી આકરી અને ધીરજની ભારે કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા તે વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ જેમ સમય જાય તેમ તેમ તપ વધતું જાય એવું તપ તે વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે ક્રમે વધતાં વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું હોય છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ અને એક ઉપવાસ, ત્રણ આયંબિલ અને એક ઉપવાસ, ચાર આયંબિલ અને એક ઉપવાસ અને પાંચ આયંબિલ અને એક ઉપવાસ - એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5