Book Title: Vardhman Tapni Oli
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વર્ધમાન તપની ઓળી તપશ્ચર્યાનો મહિમા જેટલો જૈન ધર્મમાં બતાવવામાં આવ્યો છે તેટલો દુનિયાના બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાના માર્ગે ગયા; પરંતુ એ માર્ગ એમને ઘણો આકરો લાગ્યો એટલે પાછા ફર્યા અને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. એમની પહેલાં ભગવાન મહાવીરે તપશ્ચર્યાનો માર્ગ અપનાવ્યો, અને એ માર્ગે તેઓ ચરમ સીમા સુધી પહોંચ્યા. એટલા માટે ભગવાન મહાવીરને આપણે “દીર્ધ તપસ્વી' તરીકે ઓળખાવીએ છીએ. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે એટલા માટે “સકલાઉત્ સ્તોત્ર'માં ભગવ હાવીર વિશે કહ્યું છે : વીરસ્ય ઘોર તપ: | માણસનું મન અત્યંત ચંચલ છે. ચંચલ મન શરીરને પણ ચંચલ બનાવે છે. આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયો દ્વારા થતા વધુ પડતા ઉપભોગથી કેવા અનર્થો થાય છે એ સૌના અનુભવની વાત છે. ઊઠતાં, બેસતાં, ખાતાં, કે વાત કરતાં માણસ જ મર્યાદા સાચવે નહિ તો તેનાં માઠાં પરિણામ ભોગવવાનો તેને વખતે આવે છે. એવો વખત ન આવે એટલા માટે તે વિશે સમજવાની જરૂર છે; એટલે કે આરોગ્ય અને સામાજિક વ્યવહાર માટે પણ ઇન્દ્રિયોને સંયમમાં રાખતાં આપણે શીખવું જોઈએ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની ક્રિયા તે તપશ્ચર્યા. બધી ઇન્દ્રિયો એક દિવસમાં કાબૂમાં આવી જતી નથી. એ માટે સતત અભ્યાસની જરૂર પડે છે. આવો અભ્યાસ એટલે પણ તપશ્ચર્યા. જેમ ઇન્દ્રિયોને તેમ ચિત્તને પણ સંયમમાં રાખવાની જરૂર પડે છે. કેટલાક વિચારો આપણને સતાવ્યા કરે છે. આપણો પીછો છોડતા નથી. તેનું કારણ ચિત્ત ઉપર આપણો સંયમ નથી એ છે. જેમ શરીરને તેમ ચિત્તને સંયમમાં રાખવાની ક્રિયા તે પણ તપશ્ચર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5