Book Title: Vardhman Tapni Oli Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ વર્ધમાનતાપની ઓળી બધાં જ માણસો એકસરખી તપશ્ચર્યા કરી શકતાં નથી. ઉંમર, શરીરની અવસ્થા, સમયની અનુકૂળતા, ઘરનું વાતાવરણ, વ્યવસાયની ચિંતા, ચિત્તની શક્તિ વગેરે પ્રમાણે દરેક માણસની તપશ્ચર્યા કરવાની શક્તિ જુદી જુદી હોય છે. કોઈ ઉપવાસ કરી શકે; કોઈ એકાસણું કરી શકે; કોઈ આયંબિલ કરી શકે; કોઈ એક જગ્યાએ બેસી ક્રિયાકાંડ કરી શકે; કોઈ સ્વાધ્યાય કરી શકે; કોઈ જપ કરી શકે; કોઈ ધ્યાન ધરી શકે. કોઈક માણસો એક કરતાં વધારે પ્રકારની તપશ્ચર્યા એકસાથે કરી શકે અને એમાં પણ શક્તિ વધતા આગળ વધી શકે. ભગવાન મહાવી૨ ઉપવાસ કરતાં કરતાં છ મહિનાના ઉપવાસ સુધી પહોંચી શક્યા. તેઓ આંખનું મટકું માર્યા વિના, ખુલ્લી આંખે લાંબા સમય સુધી ધ્યાનમાં મગ્ન રહી શકતા. જૈન ધર્મમાં આરાધના કરવા માટે કોઈ પણ વ્યક્તિનો અનાદર નથી કે કોઈ પણ વ્યક્તિની અપાત્રતા ગણી નથી. ગમે તે માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી આરાધના શરૂ કરી શકે છે. નવકારશીથી બે-ત્રણ મહિનાના ઉપવાસ સુધી માણસ પહોંચી શકે છે. જેનાથી ભૂખ્યા ન રહેવાતું હોય તે ખાવાની વાનગીઓ ઓછી કરી શકે છે. મનમાં તપશ્ચર્યા કરવાનો ભાવ અને ઉત્સાહ હોય તો તપશ્ચર્યાના અનેક રસ્તા છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના મુખ્ય બાર પ્રકાર બતાવ્યા છે : અનશન વગેરે છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ વગેરે છ પ્રકારની આત્યંતર તપશ્ચર્યા. ૯૧ કોઈને પ્રશ્ન થાય કે ઈશ્વરે દુનિયામાં ખાવાપીવાની આટલી બધી સગવડ આપી તો ખાઈ-પીને લહેર કરવાને બદલે હાથે કરીને શરીરને કે મનને કષ્ટ કેમ આપવું ? જેઓ જૈન ધર્મના હાર્દને સમજતા નથી તેઓ આ પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. વસ્તુત: મોક્ષપ્રાપ્તિ એ જો આપણું અંતિમ ધ્યેય હોય અને સંપૂર્ણ કર્મક્ષય વિના મોક્ષપ્રાપ્તિ નથી એ જો આપણને બરાબર સમજાઈ ગયું હોય અને શ્રદ્ધાપૂર્વક નજર સમક્ષ તે વાત જો સતત રહ્યા કરે તો આવો પ્રશ્ન થાય જ નહિ. ઈશ્વરે ખાવાપીવાની આટલી બધી સગવડ કરી છે એવો ભ્રામક ખ્યાલ તેઓના મનમાં પછી નહિ રહે. ખાવું પડે છે એ જીવની લાચારી છે; અનાદિની પડેલી ટેવ છે. અનાહારીપણું એ જ આત્માનો સાચો સ્વભાવ છે. આહારથી કર્મ બંધાય છે. તપશ્ચર્યાથી કર્મનો ક્ષય થાય છે. વળી તપશ્ચર્યાથી ઇન્દ્રિયો ઉપર સંયમ આવે છે અને સંયમથી નવાં કર્મ ઓછાં બંધાય છે; પરંતુ જીવની મોહદાને કારણે મોક્ષપ્રાપ્તિનું અંતિમ ધ્યેય અને એ માટેના ઉપાયોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5