Book Title: Vardhman Tapni Oli
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ 94 જિનતત્ત્વ ખાવાપીવાના અને નાટકનાચગાનના એટલા જ જલસા કરે તે પણ બરાબર નથી; પરંતુ એટલા માટે તપશ્ચર્યા કરનારે તપશ્ચર્યા કરતાં અટકી જવાનું નથી. બાહ્ય કે આત્યંતર તપથી ઇન્દ્રિયો પર અને ચિત્ત ઉપર સંયમ આવે એ જ પ્રથમ અગત્યની વસ્તુ છે. તપશ્ચર્યા કરનાર યંત્રવતુ તપશ્ચર્યા કરે તો એનામાં જડતા કે ભાવશૂન્યતા આવી જાય એવો સંભવ રહે છે. તપશ્ચર્યા કરનાર માત્ર લૌકિક ફળ માટે, સાંસારિક લાભો માટે તપશ્ચર્યા કરે એવું પણ કેટલીક વાર બને છે. પણ તેઓએ તેનાથી આગળ વધી આધ્યાત્મિક ધ્યેય તરફ વળવું જોઈએ. વસ્તુતઃ તપશ્ચર્યા કરનારમાં ક્રોધ, માન વગેરે કષાયો ક્રમે ક્રમે ઘટતા જવા જોઈએ, સાંસારિક વાસનાઓ દૂર થતી જવી જોઈએ, અને ક્ષમાનો ભાવ વધતો જવો જોઈએ. એમ થાય તો જ તપશ્ચર્યાથી કર્મની નિર્જરાનો હેતુ સિદ્ધ થાય અને મોક્ષમાર્ગ તરફ પ્રગતિ થાય. એટલા માટે જ દુનિયાના બીજા ધર્મો કરતાં જૈન ધર્મમાં તપશ્ચર્યાનો મહિમા સૌથી વધુ બતાવવામાં આવ્યો છે. માટે જ જૈન ધર્મના હાર્દને અને તપશ્ચર્યાના રહસ્યને જે સમજે છે તે તપશ્ચર્યાનો ક્યારેય વિરોધ કરતા નથી, બલ્ક તપશ્ચર્યાની અનુમોદના કરે છે, કારણ કે અનુમોદના એ પણ તપશ્ચર્યાના માર્ગે જવાનું એક પગથિયું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5