Book Title: Vajraswami charitam Author(s): Hemchandracharya, Ramyarenu Publisher: Vijaybhadra Charitable Trust View full book textPage 7
________________ ભાષાના પ્રાથમિક અભ્યાસી જેમને બે બુક થયેલી છે તેવા અભ્યાસુકો પણ સરળતાથી વાંચી વ્યાકરણ સંબંધી બોધને સુદઢ બનાવે તે હેતુથી પૂજ્યપાદ સંઘ એકતાશિલ્પી આ.ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી શ્રી માતૃહૃદયા પૂ. રમ્યગુણાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજી મહારાજે સરળ સંસ્કૃત બોધાત્મક સમાસાદિ બનાવ્યા છે. પ્રયાસ સ્તુત્ય છે. ઉદ્દેશ્ય એક સામાન્ય અભ્યાસુ સુધી પહોંચવાનો છે ને તે દ્વારા જૈન ચરિત્ર ગ્રંથનો પ્રચાર-પ્રસાર થાય સાથે સાથે વાચક આવા વજસ્વામિજી જેવા મહાપુરુષોના ગુણોથી ભાવિત થઈ સ્વગુણ ઉદ્દઘાટનનો ક્ષયોપશમ પ્રાપ્ત કરે એ મંગલ આશય છે... આ આશય સાર્થક બને એ જ મંગલ કામના. પૂજ્યપાદ પરોપકારી પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની મંગલ પ્રેરણા પુસ્તક તૈયાર કરવા પાછળનું પીઠબળ છે. આ પ્રસ્તુત પુસ્તક પ્રકાશનનો લાભ કચ્છવાગડમાં રહેલા અમારા શ્રી ખારોઈ જૈન સંઘને મળેલ છે. તે અમારું અહોભાગ્ય છે. મનફરા ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય આ.ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.ની આજ્ઞાથી અમારે ત્યાં પર્યુષણ માટે પધારેલા પૂ. મુનિરાજ શ્રી મોક્ષેશવિજયજી મહારાજ તથા સાધ્વીજી શ્રી રમ્યગુણાશ્રીજી મ. આદિએ ખૂબ સુંદર આરાધના કરાવી. એ આરાધનાની અનુમોદનાર્થે પ્રસ્તુત પ્રકાશનનો લાભ અમારા શ્રી સંઘને મળ્યો છે. અમારો શ્રી સંઘ હર્ષની લાગણી અનુભવે છે. આપ સૌ આ ગ્રંથના વાંચન દ્વારા મુનિભાવ-મૌનભાવ-સમત્વભાવને આત્મસાત્ કરો એ જ મંગલ પ્રાર્થના... - લિ. શ્રી ખારોઈ જૈન સંઘ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 204