Book Title: Vahemmukti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૩૪૫ આવી સ્થિતિ હોવાથી પજુસણ જેવું ધર્મપર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈએ, તે વહેમની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પજુસણુપર્વની આરાધનાની આડમાં લેકે વધારે ને વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે; સમાજની ભૂમિકા ધર્મપર્વને નિમિત્તે શુદ્ધ તેમ જ દઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં થોડે ઊહાપોહ કરે યોગ્ય ધારું છું. પજુસણમાં બીજી ગમે તે ધર્મપ્રવૃત્તિ ચાલતી હોય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારે વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિઓ અને પંડિત પણ એ વાંચતા અને સંભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવંકા એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધર્મપર્વની આરાધના અને ધર્મપર્વની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈએ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મદિવસમાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેમોથી જકડાતા જઈએ છીએ. જે છૂટતા હૈઈએ તે તે પ્રશ્ન જ નથી, પણ જે જકડાતા જતા હોઈએ તે નિઃસ્વાર્થ અને નિર્ભય એવા વિચારકવર્ગ કે સામે લાલબતી ધરવી જરૂરી થઈ પડે છે. જન્મ–પ્રસંગ છે. ભગવાનને જન્મ થયે ને લાખ દેવ-દેવીએ આવ્યાં. દિકુમારીઓ શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હજાર પ્રયત્ન પણ સમજી શકાય તેવું નથી એને વિચાર કઈ વાચક કે શ્રોતા કરતે જ નથી. ઊલટું કહેવામાં એમ આવે છે કે એ તે મહાપુરુષોનાં જીવન છે, આપણે સાધારણ જીવન નથી. જે સાંભળતા હોઈએ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈએ. શ્રદ્ધાના આ તને સાચી સમજની ઈચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદે નાખે, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગે વિશે એને કાંઈ પૂછવા, શોધવા કે સત્યાસત્યને વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્યજીવન સુલભ બાળક્રીડાઓ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકે રમે તે ભગવાન શાના? રમતમાં દેવની વિકર્ષિત ગગનચુંબી કાયાને ભગવાન દબાવી ન શકે તે રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે? એટલે કે પિતાના ભગવાનને બીજા ભગવાને કરતાં વધારે ચડિયાતા માનવા-મનાવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5